SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૯૯ ૧૬૫ છું. હું ત્યાં જઈ તમારા સમાચાર કહીશ, એટલે રામ શત્રુનો સંહાર કરવા અહીં પધારશે.” પતિના દૂત અને ઓળખ-મુદ્રા અર્પણ કરનાર હનુમાનને તુષ્ટ થએલી સીતાએ અમોઘ આશીર્વાદથી અભિનંદન આપ્યું. હનુમાનના આગ્રહથી તેમજ રામના સમાચાર મળવાથી ખુશ થએલી સીતાએ ઓગણીશ ઉપવાસના અંતે ભોજન કરી પારણું કર્યું. પવન માફક પવનપુત્ર હનુમાને રાવણના ઉદ્યાનને પોતાનું બળ બતાવવાના કૌતુકથી ભાંગી-તોડી વેર-વિખેર કરી નાંખ્યું. માન માફક તે ઉદ્યાન તેના વડે ભંગાતું જોઈ ઉદ્યાનપાલકોએ રાવણ પાસે આવીને હકીકત જણાવી. રાવણે તેમને તે હનુમાનને હણવાની આજ્ઞા કરાઈ, એટલે તેઓ ત્યાં આવ્યા, પરંતુ એકલા તેણે તેઓને હણ્યા, યુદ્ધમાં જયની ગતિ વિચિત્ર હોય છે.' એટલે રાવણે શક્રજિતને તેને બાંધવાની આજ્ઞા કરી, તેણે પાશ-બંધન છોડ્યા એટલે તે આપોઆપ બંધાઈ ગયો ત્યાર પછી તેને રાવણ પાસે લઈ ગયા, તો પાશ-બંધન તોડીને પગથી રાવણના મુગટનો ચૂરો કરતો હનુમાન વિજળીદંડ માફક ઉપર કુદયો. અરે એને હણો, પકડો, એમ રાવણ બોલી રહ્યો હતો, ત્યારે પગથી જેમ ઢોલ તેમ અનાથ હોય તેવી નગરને તેણે ભાંગી નાંખી, હનુમાને આ પ્રમાણે ક્રીડા કરીને ગરુડ માફક ઉડીને રામ પાસે આવી નમસ્કાર કરી તે વૃત્તાન્ત જણાવ્યો. રામે સ્વપુત્રની જેમ તેને છાતીથી ગાઢપણે આલિંગન કરી સુગ્રીવ વગેરેને લંકા-વિજયની યાત્રા માટે આજ્ઞા કરી. રાવણનું રક્ષણ કરનાર સમુદ્ર ઉ પુલ બાંધીને સુગ્રીવ વગેરે સાથે વિમાનમાં બેસી રામ લંકા નગરીમાં ગયા. ત્યાર પછી હંસીપમાં સૈન્યનો પડાવ નાંખી એક નાના માર્ગ માફક સૈન્ય વડે લંકા નગરીને ઘેરી લીધી. આ સમયે બિભીષણે રાવણને પ્રણામ કરી કહ્યું કે, “હે ભાઈ ! જો કે હું નાનો છું. તમને કહેવા લાયક નથી, છતાં મારું એક વચન માન્ય કરો, અહિ રામભદ્ર આવ્યા છે અને તે પોતાની ભાર્યાની માંગણી કરે છે, તો આ સીતાને અર્પણ કરી દો, જેથી ધર્મને પણ બાધા ન પહોંચે” હવે રાવણે રોષથી કહ્યું, “અરે બિભીષણ ! તું ભય પામતો લાગે છે. જેથી મને આમ કાયરપુરુષોચિત ઉપદેશ આપવા આવ્યો છે.” એટલે બિભીષણે કહ્યું અરે ! રામ અને લક્ષ્મણને બાજુ પર રાખો, માત્ર તેનો એક સૈનિક હનુમાન તેને શું દેવે નથી જોયો ? એટલે રાવણે કહ્યું કે, “તું અમારો શત્રુ અને વિપક્ષનો મળતીયો છે– એ વાત જણાઈ ગઈ. તું અહીંથી દૂર નીકળ' એમ તિરસ્કારી તેને કાઢી મૂક્યો એટલે બિભીષણ રામ પાસે ગયો. રામે પણ આને લંકાનું રાજ્ય આપવાનું સ્વીકાર્યું. કારણ કે “મહાપુરુષો ઔચિત્ય કરવામાં કદાપિ મુંઝાતા નથી.' કાંસીતાલ સાથે જેમ કાંસીતાલ તેમ બહાર નીકળેલી રાવણસેના રામસેના સાથે પ્રગટપણે અફળાવા લાગી. દેણદાર એ લેણદારની લક્ષ્મી માફક પ્રાણ અને સર્વસ્વ દેનાર બંને સેનાઓની વિજયલક્ષ્મી માંહોમાંહે એકબીજામાં આવ-જા કરતી હતી. ત્યાર પછી મહાસમુદ્રમાં જેમ દેવો તેમ શત્રુસૈન્યમાં રામની નેત્રસંજ્ઞાથી આજ્ઞા પામેલા હનુમાન આદિ સુભટો અવગાહન કરવા લાગ્યા. દુઃખે કરી વશ કરી શકાય તેવા હાથી સરખા ચારે બાજુ પથરાએલા રામના પરાક્રમી સુભટોએ કેટલાક રાક્ષસોને હણી નાંખ્યા, કેટલાકને પકડી કેદ કર્યા, કેટલાકને નસાડી મૂક્યા આ સાંભળી સળગતા અગ્નિ માફક ક્રોધ પામેલા કુંભકર્ણ અને અહંકારી મેઘનાદે યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યો. કલ્પાંત સમયના પવન અને અગ્નિ સરખા તે બંને એ જ્યારે યુદ્ધમાં ઝંપલાવ્યું. ત્યારે રામની સેનાઓ લગાર પણ તેમને સહન કરી શકી નહિ. હવે સુગ્રીવે પણ રોષથી પર્વતને શિલાની માફક ઉપાડીને કુંભકર્ણ ઉપર ફેંક્યો. તેણે પણ ગદાથી તેનો ચૂરો કરી નાંખ્યો. ફરી ગદાના પ્રહારથી હનુમાનને નીચે પટકીને કાખમાં સ્થાપન કરી રાવણ લંકા તરફ ચાલ્યો. ત્યાર પછી મેઘ માફક ગર્જતો મેઘનાદ પણ હર્ષ પામ્યો અને તીક્ષ્ણ બાણોની વૃષ્ટિ વડે વાનરોને ભેદી નાંખ્યા- અર્થાત્ ઘાયલ કર્યા. હવે લાલ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy