________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૮૭-૯૩
१४६ अपि प्रदत्तसर्वस्वात् कामुकात् क्षीणसम्पदः ।
वासोऽप्याच्छेत्तुमिच्छन्ति गच्छतः पण्ययोषितः ॥ ९० ॥
અર્થ : વેશ્યાઓ સઘલું ધન આપનાર, ક્ષીણ થયેલી સંપત્તિવાળા અને જતા એવા કામી પુરૂષો પાસેથી વસ્ત્ર પણ ખેંચી લેવાને ઈચ્છનારી હોય છે. | ૯૦ ॥
ટીકાર્થ : ધનિકપણાની અવસ્થામાં સર્વસ્વ સમર્પણ કર્યું હોય, પરંતુ પુણ્ય ક્ષીણ થવાથી સંપત્તિઓ ચાલી જાય અને પહેરેલ વસ્ત્ર બાકી રહેલું હોય તો બળાત્કારે તે પણ ઝુંટવી લેવાની ઈચ્છાવાળી વેશ્યા હોય છે. આમ કહીને તે કૃતઘ્ન છે તે જણાવ્યું. કહેલું છે કે, પોતાના ધર્મપત્ની કરતાં પણ અધિકપણે સારસંભાળ કરી હોય, એવી વેશ્યા ક્ષીણ સંપત્તિવાળા પુરુષના વસ્ત્ર પણ મેળવવાની અભિલાષાથી નજર કરે છે. || ૯૦ ॥
તથા—
१४७ न देवान्न गुरुन्नापि सुहृदो न च बान्धवान् ।
असत्सङ्गरतिर्नित्यं, वेश्यावश्यो हि मन्यते ॥ ૧૧ ॥
૧૫૫
અર્થ : હંમેશા દુર્જનના સંગમાં આનંદ માનનારો અને વેશ્યાને વશ થયેલો પુરૂષ દેવ-ગુરુ-મિત્ર અને ભાઈઓને પણ માનતો નથી. II ૯૧ ||
ટીકાર્થ : વૈશ્યાને આધીન બનેલો પુરુષ દેવને, ગુરુને, મિત્ર કે બંધુઓને માનતો નથી, પણ હંમેશા ખરાબ સોબતીઓની સોબતમાં આનંદ માને છે. II ૯૧ |
१४८ कुष्ठिनोऽपि स्मरसमान् पश्यन्तीं धनकाङ्क्षया ।
तन्वन्तीं कृत्रिमस्नेहं निःस्नेहां गणिकां त्येजत् ॥ ९२ ॥
અર્થ : ધનની ઈચ્છાથી કોઢિયા પુરુષને પણ કામદેવ જેવા રૂપવાન માનતી અને ખોટા સ્નેહને કરતી સ્નેહ વગરની ગણિકાનો ત્યાગ કરવો. || ૯૨ ||
ટીકાર્થ : ધન મેળવવાની અભિલાષાથી કોઢિયાને પણ કામદેવ સમાન માની તેની મોટી પ્રતિપત્તિસેવા, વિલાસ કરે છે, કારણ કે સ્નેહ બતાવ્યાં વગર તેની પાસેથી ધન-પ્રાપ્તિ થતી નથી. આવા પ્રકારનો કૃત્રિમ સ્નેહ કરનારી, સ્નેહ વગરની ગણિકાનો ત્યાગ કરવો. આ પ્રમાણે સ્વદારા-સંતોષી ગૃહસ્થે પણ્ણાંગના સ્ત્રીના દોષો જાણી, તેનો ત્યાગ કરવો ॥ ૯૨ |
હવે પરસ્ત્રી-ગમનના દોષો કહે છે.
१४९ नासक्त्या सेवनीया हि, स्वदारा अप्युपासकैः ।
आकरः सर्वपापानां किं पुनः परयोषितः
॥ ૧૨ ॥
અર્થ : અરિહંત આદિની ઉપાસના કરનારા શ્રાવકોએ સર્વ પાપોની ખાણ સમાન પોતાની સ્ત્રીને પણ આસક્તિથી સેવવી નહિ, તો પછી અન્ય સ્ત્રીઓની વાત જ શું કરવી ? || ૯૩ ॥
ટીકાર્થ : સાધુપણું સ્વીકાર કરવાની અભિલાષાવાળા અને દેશિવરતિ ધર્મના પરિણામવાળા શ્રાવકે ગૃહસ્થપણામાં પણ વૈરાગ્યની અધિકતાથી પોતાની સ્ત્રીના વિષયમાં પણ આસક્તિ ન કરવી જોઈએ, તો