SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ ભાર્યા પણ સુર્યકાન્તા રાણીએ જેમ પ્રદેશી રાજાને મારી નાંખ્યો, તેમ પતિવધનું પાપ કરનાર થાય છે. (ઉ. પ્ર. ૧૪૮) ચુલનીએ જેમ બ્રહ્મદત્ત પુત્રને-પોતાની બુદ્ધિથી કલ્પેલા પદાર્થો પૂર્ણ ન થવાથી ચુલની માતાએ બ્રહ્મદત્ત પુત્રને જેમ સંકટમાં નાંખો. (ઉ. મા. ૧૪૫) જીવયશાઓએ જેમ જરાસંઘને, પત્ની પદ્માવતીના કારણે કૌશિકે કાલાદિક ભાઈઓને અકાર્યમાં જોડી મૃત્યુ પમાડ્યા / ૮૬ // માટે જ १४३ भवस्य बीजं नरक-द्वारमार्गस्य दीपिका । __ शुचां कन्दः कलेर्मूलं, दुःखानां खानिरङ्गना ॥ ८७ ॥ અર્થ : સ્ત્રી એ સંસારનું બીજ છે, નરક ધારના માર્ગની દીવડી છે, શોકનો કંદ છે, કજીયાનું મૂળ છે અને દુઃખોની ખાણ છે || ૮૭ || ટીકાર્થ : આ અંગના સંસાર-અંકુરનું બીજ-સંસાર વધારવાનું કારણ સ્ત્રી છે. નરકનું પ્રવેશદ્વાર, તેનો માર્ગ બતાવનાર દીપિકા, સરખી શોક-વલ્લીનો કંદ, કલહ-વૃક્ષનું મૂલ, શારીરિક, માનસિક દુઃખોની ખાણ છે. આ પ્રમાણે યતિધર્માનુરાગી ગૃહસ્થ માટે સામાન્યથી મૈથુન અને સ્ત્રીઓના દોષો કહ્યા છે કે ૮૭ / હવે સ્વદારા-સંતોષી ગૃહસ્થોને ઉદ્દેશીને સાધારણ સ્ત્રીના દોષો પાંચ શ્લોકોથી કહેવાય છે– १४४ मनस्यन्यद्वचस्यन्य-क्रियायामन्यदेव हि । यासां साधारण स्त्रीणां, ताः कथं सुखहेतवः ॥८८ ॥ અર્થ : જે વેશ્યાઓના મનમાં જુદું હોય, વચનમાં જુદું હોય અને કાયામાં જુદું હોય તેવી સ્ત્રીઓ સુખના હેતુભૂત કેમ થાય ? A ૮૮ || ટીકાર્થ : મનમાં બીજું, વચનમાં ત્રીજું, ક્રિયામાં ચોથું હોય. અર્થાત્ જેનાં મન, વચન અને કાયા જુદા જુદા પ્રવર્તતા હોય એવી વેશ્યા સ્ત્રીઓ વિશ્વાસના કારણભૂત કે સુખ માટે થાય નહિ. સંકેત બીજાને આપે, માંગણી બીજા પાસે કરે, સ્તુતિ બીજાની કરે, ચિત્તમાં બીજો હોય, પડખે વળી કોઈ અન્ય હોય; ગણિકાઓનું ચરિત્ર ખરેખર આશ્ચર્ય કરનાર છે. તે ૮૮ || તેમજ– १४५ मांसमिश्रं सुरामिश्र-मनेकविटचुम्बितम् । __ को वेश्यावदनं चुम्बे-दुच्छिष्टमिव भोजनम् ॥ ८९ ॥ અર્થ : માંસમિશ્રિત, મદિરાથી ગંધાતુ અને અનેક વિટપુરુષોએ ચુંબન કરેલ વેશ્યાના મોઢાને એંઠા ભોજનની જેમ કોણ ચુંબન કરે ? || ૮૯ | ટીકાર્થ: જલચર, સ્થલચર, ખેચર જીવોના માંસ-મિશ્રિત દુર્ગધવાળું વેશ્યાઓ માંસ ખાનાર હોવાથી, કાષ્ઠ, પિષ્ટાદિકની બનાવેલી મદિરાથી મિશ્રિત, તેઓ મદિરા-પાન કરનારી હોવાથી, અનેક પ્રકારની જાતિવાળા વિટ-જાર પુરુષોથી ચુંબિત થયેલી, ઘણા ભાગે વિટોમાં આસક્તિવાળી બનેલી હોવાથી, માંસ મદિરાથી મિશ્રિત-ઉચ્છિષ્ટ-એંઠા ભોજન સરખી વૈશ્યાના મુખને કોણ ચુંબન કરે ? | ૮૯ | તેમ જ–
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy