SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૮૦-૮૬ ૧૫૩ અર્થ : સજ્જનોને પણ પોતાના હૃદયમાં સ્થાન આપતી સ્ત્રી મનોહર એવા ગુણગ્રામનો નાશ કરે છે, તે વાત નિશ્ચિત છે. || ૮૩ || ટીકાર્થ : કટાક્ષ કરનાર એવી સ્ત્રીઓનું સ્મરણમાત્ર કરવાથી સજ્જન પુરુષોના ગુણ-સમુદાયને દેશવટો ભોગવવો પડે છે, એ સંદેહ વગરની વાત સમજવી. આ કહેવાનો આશય એ છે કે, જેમ કોઈ ખરાબ રાજ્યાધિકારી કોઈ દેશમાં રક્ષણ કરવા નિમેલ હોય પરંતુ તે રક્ષણ કરવાને બદલે લોભબુદ્ધિથી કે અજ્ઞાનતાથી ગામો ઉજ્જડ કરી નાંખે છે. એવી રીતે હૃદયમાં સ્થાન પામેલી કામિની પણ પાલન કરવા યોગ્ય ગુણ-સમુદાયનો મૂળમાંથી ઉચ્છેદ કરે છે અથવા સત્પુરુષોના ગુણ-સમુદાય ઉપર કે તેના હૃદય પર પગ મૂકીને વામનયના સ્ત્રી ગુણોને દૂર કરાવે છે. | ૮૩ ॥ હૃદયમાં સ્થાપન કરેલી સ્ત્રી ઘણા દોષવાળી હોવાથી ગુણહાનિના કારણભૂત છે. તો પછી તેની સાથે રમણ કેમ કરાય ? તે કહે છે १४० वञ्चकत्वं नृशंसत्वं, चञ्चलत्वं कुशीलता I इति नैसर्गिका दोषा यासां तासु रमेत कः ? ૫ ૮૪ ॥ અર્થ : વંચકપણું, ક્રૂરતા, ચંચળતા, કુશીલતા આદિ સ્વાભાવિક દોષો જેઓમાં છે, તેવી સ્ત્રીઓમાં ક્યો (પંડિત) પુરુષ ૨મણતા કરે ? ।। ૮૪ || ટીકાર્થ : છેતરવાનો સ્વભાવ, ક્રૂરતા, ચંચળતા, કુશીલતા, ખરાબ સ્વભાવ, યોનિસંયમનો અભાવ આ વિગેરે તેનામાં સ્વભાવિક દોષો છે, પણ સકારણ નથી. તેવી હલકી સ્ત્રીઓમાં કોણ ડાહ્યો રાગબુદ્ધિ કરી ૨મણ કરે ? ।। ૮૪ || માત્ર આટલા જ દોષો સમાપ્ત થતા નથી. પરંતુ માપ વગરના દોષો કહે છેप्राप्तुं पारमपारस्य, पारावारस्य पार्यते १४१ ' स्त्रीणां प्रकृतिवत्राणां दुश्चरित्रस्य नो पुनः 11 24 11 અર્થ : અપાર એવા સાગરનો પાર પામી શકાય, પરંતુ સ્વભાવથી જ વક્ર એવી સ્ત્રીઓના દુષ્ટ ચરિત્રનો પાર ન પમાય. | ૮૫ || ટીકાર્થ : જેનો કિનારો દેખાતો નથી, એવા સમુદ્રનો પાર પામવો સહેલો છે. પરંતુ સ્વભાવથી જ કુટિલ ચારિત્રવાળી સ્ત્રીઓના ખરાબ વર્તનનો પાર પામવો અશક્ય છે. | ૮૫ ॥ દુરિત્ર કહે છે 1 १४२ नितम्बिन्यः पतिं पुत्रं पितरं भ्रातरं क्षणात् आरोपयन्त्यकार्येऽपि दुर्वृत्ताः प्राणसंशये ॥ ૮૬ ॥ અર્થ : દુષ્ટ આચારવાળી સ્ત્રીઓ પતિને, પુત્રને, પિતાને અને ભાઈને ક્ષણવારમાં પ્રાણનો સંશય થાય તેવા પણ અકાર્યમાં ચડાવે છે - ગોઠવે છે. II ૮૬ | ટીકાર્થ : નિતંબિની કહેવાથી યૌવનનો ઉન્માદ જણાવવા માટે, દુશ્ચરિત્રવાળી, નાના કાર્યના કે અકાર્યના પ્રસંગમાં પણ પતિને. પુત્રને. પિતાને, ભાઈને કે માતાને ક્ષણવા૨માં સૂર્યકાન્તાએ જેમ પ્રદેશી રાજાને કર્યો તેમ પ્રાણના સંદેહવાળા અકાર્યમાં આરોપણ કરે છે. કહ્યું છે કે, ઈન્દ્રિયના દોષે નચાવેલી
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy