________________
૧૫૬
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પછી પારકી સ્ત્રી તો અત્યંત સેવન કરવા યોગ્ય નથી, માટે શ્રાવકોને સર્વ પાપોની ખાણ પરસ્ત્રીનું પાપકારીપણું બતાવે છે– / ૯૩ |
१५० स्वपति या परित्यज्य, निस्त्रपोपपतिं भजेत् ।
तस्यां क्षणिकचित्तायां विश्रम्भः कोऽन्ययोषिति ?॥ ९४ ॥ અર્થ : લજ્જા વગરની જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરીને અન્ય પતિને સેવે છે. તેવી ક્ષણિક ચિત્તવાળી બીજી સ્ત્રીમાં વિશ્વાસ કેમ રખાય ? | ૯૪
ટીકાર્થ : ‘ભર એ જ દેવતાં’ ગણનારી સ્ત્રીઓ હોય છે, કારણ કે તે શ્રુતિનું વચન છે. એટલે જે પોતાના પતિને દેવસ્વરૂપે ન માનતાં તેનો ત્યાગ કરીને નિર્લજ્જ બની બીજા પતિને સેવે છે. હવે પરસ્ત્રીમાં પ્રસક્ત બનેલાને શિખામણ આપે છે || ૯૪ ||
१५१ भीरोराकुलचित्तस्य, दुःस्थितस्य परस्त्रियाम् ।
रतिर्न युज्यते कर्तु-मुपशूनं पशोरिव ॥ ९५ ॥ અર્થ : જેમ પશુને પુત્રની સાથે તેમ પાપથી ડરનારાં આકુળ-વ્યાકુળ ચિત્તવાળા અને ખરાબ સ્થિતિવાળા પુરુષે અન્ય સ્ત્રીમાં આનંદ કરવા યોગ્ય નથી. | ૯૫ //
ટીકાર્ય : પતિ અગર રાજા વગેરેથી ભય પામેલા, “આ મને દેખી ગયો છે' એ મારું પાપ જાણી ગયો છે તેથી વ્યાકુળ ચિત્તવાળાએ કતલખાના પાસે પશુને જેમ રતિ કરવી યોગ્ય નથી તેમ ઘરબાર શયા આસન વગરના દુઃખી પુરુષે પણ પરસ્ત્રીમાં રતિ કરવા યોગ્ય નથી. // ૯૫ // તે કારણથી– १५२ प्राणसंदेहजननं, परमं वैरकारणम्
लोकद्वयविरूद्धं च, परस्त्रीगमनं त्यजेत् ॥ ९६ ॥ અર્થ : પ્રાણનો સંદેહ ઉત્પન્ન કરનારા, વૈરનું વિશિષ્ટ કારણ, અને ઉભયલોકમાં વિરૂદ્ધ એવા પરસ્ત્રીગમનનો પરિત્યાગ કરવો જોઈએ. ૯૬ //
ટીકાર્થ : ઘણે ભાગે બીજાઓ પારકી સ્ત્રીમાં પ્રસક્ત બનેલા પુરુષનો નાશ કરે છે. એટલે પ્રાણનો સંદેહ ઉત્પન્ન કરનાર, મોટા વેરનું કારણ કહેલું છે કે, “જેના મૂળ ઊંડા ગયા છે એવા વૈરવૃક્ષનું મોટું કારણ સ્ત્રીઓ છે.' આ લોક-વિરુદ્ધ અને પરલોક-વિરુદ્ધ, એવું પરસ્ત્રીગમન તજવું. / ૯૬ || બંને લોક વિરુદ્ધ વિશેષણને સ્પષ્ટ સમજાવે છે– १५३ सर्वस्वहरणं बन्धं, शरीरावयवच्छिदाम् ।
મૃતશ નર ઘોર, નમતે પારિવારિક | ૨૭ અર્થ : પરદારાગમન કરનારા પુરુષ સર્વધનનો નાશ કરે છે, બંધનમાં આવે છે, શરીરના અવયવોનો છેદ પામે છે, અને મરેલો એવો તે ભયંકર નરકમાં જાય છે. || ૯૭ ||
ટીકાર્થ : પરદાર-ગમન કરનાર સર્વ ધનનું હરણ દોરડા આદિકથી બંધન, શરીરમાં અવયવો કે પુરુષચિહ્નનો છેદ વગેરે આ લોકના અને મરીને પરભવમાં ઘોર નરકમાં મહાદુઃખો પ્રાપ્ત કરે છે. / ૯૭).