________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૨
૧૪૭ નથી. અમે એક ડગલું ચાલીએ ત્યાં તો તે સો ડગલાં આગળ પહોંચી જાય. અમે તે ચોરને હણવા કે પકડવા શક્તિમાન નથી, માટે આપ અમારો કોટવાલનો અધિકાર પાછો સ્વીકારી લો. ત્યારે રાજાએ ઉંચા કરેલા ભવાની સંજ્ઞાથી અભયને કહ્યું અને તેણે દંડપાશિકને કહ્યું કે, ચતુરંગી સેનાને તૈયાર કરી નગર બહાર રાખો. જ્યારે ચોર નગરમાં પ્રવેશ કરે, ત્યારે નગરને સૈન્ય ચારે બાજુથી ઘેરી લેવું. અંદર વિઘુલ્લિત કરણ કરતાં ત્રાસ પામેલા હરણ જેમ જાળમાં તેમ એ સૈન્યમાં સપડાઈ જશે, તે આવે ત્યારે પોતાના પગલાં વડે સાબિતી આપતા આ મહાન ચોરને અપ્રમત્ત, સૈનિકોએ પકડી લેવો, આપની આજ્ઞા પ્રમાણ” એમ કહીને કોટવાલ નીકળ્યો. બુદ્ધિશાળી તેણે ગુપ્તપણે સેનાને તૈયાર કરી. ભાગ્યયોગે તે દિવસે રૌહિણેય બીજે ગામ ગએલો એટલે નગરીના ઘેરાનો જાણે અજાણ હાથી પકડવાના ખાડામાં જેમ હાથી તેમ ઘેરાએલી નગરીમાં તેણે પ્રવેશ કર્યો. તે ઉપાયથી ચોરને પકડી અને બાંધીને લાવી કોટવાળે રાજાને અર્પણ કર્યો. જેમ જાય એ સજ્જનોનું રક્ષણ કરનાર અને દુર્જનોને શિક્ષા કરનાર છે, માટે “આને શિક્ષા કરો' એમ રાજાએ આજ્ઞા કરી ત્યારે અભયકુમારે કહ્યું કે, હજુ આ ચોરાયેલી ચીજ વગેરેની વગરનો એકલો પકડાયો છે, માટે વિચાર કરીને પછી શિક્ષા કરવી. હવે રાજાએ તેને પુછ્યું કે, તું ક્યાંનો ? અને તારી આજીવિકા કેવી છે? ક્યા કારણે અહીં આવ્યો છે ? રૌહિણેય તો નથી ને ? પોતાના નામથી શંકા પામેલા તેણે રાજાને જવાબ આપ્યો કે, શાલિ નામના ગામમાં દુર્ગચંડ નામનો હું ગૃહસ્થ છું. કંઈક કારણસર અહીં આવ્યો અને કૌતુકથી એક દેવકુલમાં આખી રાત્રિ રોકાયો. મારા ઘરે જતો હતો, ત્યારે રાક્ષસ જેવા રાજરક્ષકોએ કિલ્લો ઉલ્લંઘન કરતા મને પકડ્યો. કારણકે પ્રાણની ભીતિ એ મોટી ભીતિ છે, વચલા રાક્ષસથી છૂટેલા માછીમારના હાથથી છટકેલો મલ્યુ જેમ જાળમાં તેમ બહારના રાક્ષસ-ગણ વિષે સપડાઈ ગયો. ત્યાર પછી નિરપરાધી હોવા છતાં આ ચોર જેવો છે. એમ કરીને મને અહીં લાવ્યા છે. માટે આપ ન્યાય કરનારા હોવાથી વિચારો. ત્યાર પછી રાજાએ તેને કેદખાનામાં રાખી તેની તપાસ કરવા એક પુરૂષને તે ગામે મોકલ્યો. તે ચોરે પહેલાં એ ગામને સંકેત આપેલો હતો, કારણકે ચોરોને પણ ભાવીનો વિચાર હોય છે. રાજપુરુષે ત્યાં જઈ તેનું સ્વરૂપ પૂછયું. તો તેઓએ કહ્યું કે “દુર્ગચંડ અહીં રહેતો હતો, પણ હવે તે બીજા ગામ ગયો છે. ત્યાંથી આવીને તે પુરુષોએ હકીકત કહી એટલે અભયકુમારે વિચાર્યું કે, “ચતુરાઈથી કરેલા દંભનો પાર બ્રહ્મા પણ પામી શકતા નથી.
હવે અભયકુમારે મહાકિંમતી રત્નજડિત દેવોના વિમાન સરખો સાત ભૂમિકાવાળો મહેલ શણગારી તૈયાર કરાવ્યો. અપ્સરા સરખી રમણીઓથી અલંકૃત જાણે દેવલોકમાંથી અમરાવતીનો એક ખંડ છૂટો પડી ગયો કેમ ન હોય ? જ્યાં ગંધર્વ-સમુદાયે સંગીત મહોત્સવ પ્રવર્તાવ્યો છે, તે મહેલે અકસ્માત અભૂત ગંધર્વનગરની શોભાને ધારણ કરી. ત્યાર પછી અભયકુમારે ચોરને મદિરાપાન કરાવી મૂર્શિત કર્યો અને દેવદૂષ્યના બે વસ્ત્રો પહેરાવી દેવા માફક શય્યામાં સૂવડાવ્યો. મદિરાનો નશો પરિણમ્યો અને બેઠો થયો ત્યારે તે ચોરે અકસ્માતું આશ્ચર્યકારી અપૂર્વ દિવ્ય સંપત્તિઓ જોઈ. આ સમયે અભયે આજ્ઞા કરેલા નરનારી-સમુદાય “જય જય નંદા' ઈત્યાદિ મંગલ શબ્દો મોટા ઉચ્ચારો કરવાપૂર્વક બોલ્યા-” આ મહાવિમાનમાં હમણાં દેવતા-સ્વરૂપે ઉત્પન્ન થયા છો, તમે અમારા સ્વામી છો, અમે તમારા કિંકરો છીએ, આ દેવાંગનાઓ સાથે ઈન્દ્ર માફક સ્વરક્રીડા કરો.” એ પ્રમાણે ચતુરાઈથી સ્નેહ-ગર્ભિત વચનો તેને કહ્યા તે ચોરે એમ વિચાર્યું કે, શું હું દેવ થયો છું? તેટલામાં તો સરખી તાળી વગાડવાપૂર્વક તેઓએ સંગીત શરૂ કર્યું. વળી ત્યાં તેઓને સુવર્ણ દંડધારી કોઈ પુરૂષ અકસ્માતું આવીને કહેવા લાગ્યો કે, આ શું આવ્યું છે ? ત્યારે તે પ્રતિહારીને કહ્યું કે, અમારા સ્વામીને અમારું વિજ્ઞાન-કૌશલ્ય બતાવવા માટે,