SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ચોર હતો. રાજગૃહ નગરમાં નગરલોકો ઉત્સવોમાં રોકાએલા હોય. તેવા સમયમાં તે હંમેશા લાગ જોઈને પિશાચ માફક ઉપદ્રવ કરતો હતો. તે ચોર ત્યાંથી દ્રવ્ય ગ્રહણ કરતો અને પરસ્ત્રીઓ ભોગવતો. તે નગરને પોતાનો ભંડાર કે ઘર જ માનતો હતો. તેને ચોરીવાળી આજીવિકા પ્રીતિ કરનાર થતી હતી પણ બીજી વૃત્તિ ગમતી ન હતી. “માંસાહારીઓને માંસ છોડીને બીજા ભોજનથી તૃપ્તિ થતી નથી. તેને રોહિણી ભાર્યાથી રૂપ અને વર્તનથી પોતાના સરખો રોહિણેય નામનો એક પુત્ર થયો હતો. પિતાએ પોતાના મૃત્યુ સમયે તેને બોલાવીને કહ્યું. કે “જો હું કહું તે પ્રમાણે જરૂર કરવાનો હોય તો હું તને ઉપદેશ આપું.” “આપ કહો તે પ્રમાણે મારે અવશ્ય કરવાનું જ, આ જગતમાં પિતાની આજ્ઞા કોણ ખંડિત કરે ?” તેમ તેણે કહ્યું. તેના વચનથી હર્ષ પામેલા લોહખુરે તેને હાથથી પંપાળીને નિષ્ફરપણે કહ્યું કે, “જે દેવતાઓએ બનાવેલા સમવસરણમાં બેઠેલા વીર ધર્મદેશના કરે છે. તેનું બોલેલું ન સાંભળવુ.” તે સિવાય બીજું કોઈ પણ પ્રકારે હે વત્સ ! તારે સ્વતંત્રપણે કરવું.' એ પ્રમાણે લોહખુર ઉપદેશ આપીને મૃત્યુ પામ્યો. પિતાનું મરણોત્તર કાર્ય કર્યા પછી રૌહિણેય ચોર જાણે બીજો લોહખુર પાક્યો હોય, તેમ રાતદિવસ ચોરી કરવા લાગ્યો. પોતાના જીવિત માફક પિતાની આજ્ઞા પાલન કરતો તે દાસી પુત્ર માફક રાજગૃહ નગરમાં ચોરી કરતો હતો. તે વખતે નગરો ગામો અને ખાણો તરફ વિહાર કરતા ચૌદ હજાર મહાસાધુઓથી પરિવરેલા, મનોહર દેવો વડે ચલાવતાં સુવર્ણકમલો પર પગલા સ્થાપન કરતા ચરમ તીર્થપતિ વીર ભગવંત રાજગૃહનગરમાં સમવસર્યા, વ્યંતરો, અસુરો, જ્યોતિષિ અને વૈમાનિકો એમ ચારે નિકાયના દેવોએ જિનપતિનું સમસરણ તૈયાર કર્યું. એક યોજન સુધી સંભળાય સર્વ ભાષામાં પરિણમતી એવી વાણીથી વીર પ્રભુએ, ધર્મ દેશના શરૂ કરી. તે વખતે રોહિણેય ચોર રાજગૃહ નગર તરફ જતા માર્ગ વચ્ચે સમવસરણ પાસે આવી ગયો અને તે વિચારવા લાગ્યો કે, જો આ માર્ગે હું જઈશ અને કદાચ વીરનું વચન સાંભળી લેવાય, તો પિતાની આજ્ઞાનો ભંગ થશે. પરંતુ અહીંથી જવાનો બીજો માર્ગ પણ નથી. એમ વિચારી બે હાથે બે કાન ઢાંકીને એકદમ રાજગૃહ તરફ જવા લાગ્યો. એ પ્રમાણે દરરોજ જતાં આવતાં કોઈક દિવસે સમવસરણ પાસે પગમાં કાંટો લાગ્યો. ઉતાવળથી જતાં પગમાં ઊંડો કાંટો ઉતરી ગયો. બહાર કાઢ્યા સિવાય ક્રમપૂર્વક પગલાં માંડી શકાતા નથી. હવે બીજો કોઈ ઉપાય નથી એમ વિચારી કાન પર ઢાંકેલા હાથને ઉઠાવીને તે હાથથી કાંટો ખેંચતો હતો, ત્યાં પ્રભુની વાણી આ પ્રમાણે સાંભળી કે, ‘દેવતાઓ પૃથ્વીતલને પગથી સ્પર્શ કર્યા વગર ચાર આગળ અદ્ધર રહેનારા, આંખો ન મીંચનારા, વગર કરમાએલી પુષ્પમાળાવાળા, પરસેવા વગરના, એલરહિત, શરીરવાળા હોય છે.' બહુ સંભળાઈ ગયું. આને ધિક્કાર હો, એમ જલ્દી કાંટો કાઢીને હાથથી કાન ઢાંકીને તે જ પ્રમાણે તે ચાલ્યો ગયો. તે ચોર આ પ્રમાણે દરરોજ નગરમાં ચોરી કરતો હતો, એટલે નગરના મોટા શ્રેષ્ઠીઓએ શ્રેણિક પાસે આવી આ પ્રમાણે વિનંતી કરી કે, આપ રાજ્ય કરી રહ્યા છો, એટલે અમને બીજો કોઈ ભય નથી પરંતુ હે દેવ ! અમારું ધન ખેંચીને ચોર માફક અદશ્ય ચોરો લઈ જાય છે. તેઓની પીડાથી બંધુ માફક દુઃખી થયેલા રાજાએ આક્રોશવાળા બની કોટવાલને કહ્યું. “ચોર કે લેણદાર બનીને મારા તરફથી મળતું વેતન ગ્રહણ કરો છો. તમે ચોરોની ઉપેક્ષા કરો છો, જેથી તેઓ પ્રજાનું ધન લઈ જાય છે. તેઓએ કહ્યું “હે દેવ ! રૌહિણેય નામનો કોઈ ચોર નગરજનોને લૂંટે છે, જેને પકડવા માટે દેખવો પણ અશક્ય છે. વાંદરાની જેમ વિઘુદુસ્લિમ નામના (વીજળીના ઝબકારાની જેવા) કરણથી તે કુદી કુદીને એક ઘરેથી બીજે ઘરે અને ત્યાંથી સહેલાઈથી કિલ્લો ઉલ્લંઘન કરે છે. એટલામાં અમે તે માર્ગે જઈએ તેટલામાં તે દેખાતો
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy