SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ✰✰ 4444 યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ત્યાર પછી તેણે પણ કહ્યું. ઠીક તમારા સ્વામીને પોતાનું કૌશલ્ય બતાવો અને દેવલોકના આચારો તેમની પાસે કરાવો. તેઓએ પૂછ્યું કેવા આચાર ! એ સાંભળી તે પુરૂષે રૂઆબથી કહ્યું, ‘શું આ વાત પણ તમે ભુલી ગયા !' અહીં દેવ ઉત્પન્ન થાય છે, તે પોતાની પહેલાના કરેલા સારાં કે નરસાં કાર્યો કહે છે, પછી સ્વર્ગના ભોગો ભોગવે છે. સ્વામીનો લાભ થયો એટલે આ વાત વીસરાઈ ગઈ ! હવે હે સ્વામી ! અમારા પર પ્રસન્ન થાઓ અને દેવલોકની મર્યાદા અને આચાર છે, તે કરો. તેઓએ રૌહિણેયને કહ્યું, હે સ્વામિ ! આપના પહેલાંના શુભાશુભ જે કાર્યો કર્યા હોય તે આપ અમને કહો અને ત્યાર પછી સ્વર્ગભોગો ભોગવો ત્યાર પછી ચોરે વિચાર્યું કે, શું આ સત્ય હશે ? કે મને ઓળખવા માટે અભયે આ પ્રપંચ રચ્યો હશે ? આ કેવી રીતે જાણવું ? એમ વિચારતાં તેણે કાંટો કાઢતા સાંભળેલું ભગવંતનું વચન યાદ આવ્યું. ‘વીર ભગવંતથી દેવસ્વરૂપ સાંભળ્યું છે. તેને જો મળતું આવે તો સત્ય કહીશ, નહિંતર વિપરીત કહીશ' એમ બુદ્ધિ કરીને તેણે તેઓને જોયા તો પૃથ્વીતલને સ્પર્શ કરતા, પરસેવાથી મલિન, કરમાયેલી પુષ્પમાળાવાળા અને આંખ મીંચતા દેખાયા. ચોરે સર્વ માયાજાળ જાણીને ઉત્તર વિચાર્યો. તેઓએ કહ્યું, ‘હે દેવ ! આપ કહો જાણવા માટે આ સર્વે ઉત્સુક બન્યા છે. રૌહિણેયે કહ્યું કે, મેં પૂર્વભવની અંદર સુપાત્રમાં દાન આપ્યાં છે અને જિનમંદિરો કરાવ્યા છે. તેમાં પ્રભુબિંબોની પ્રતિષ્ઠાઓ કરાવી છે અને તે બિંબોની અષ્ટપ્રકારી પૂજાઓ કરી છે, અનેક તીર્થયાત્રાઓ અને ગુરુ ભક્તિઓ પણ કરી છે. આ વગેરે સારાં ધર્મકૃત્યો મેં કર્યા છે.' એમ તે બોલતો હતો ત્યારે પહેરેગીરે કહ્યું કે, હવે દુષ્કૃત કાર્યો કર્યા હો, તે પણ કહો, રૌહિણેયે કહ્યું કે, નિરંતર સાધુ-સમાગમ હોવાથી મેં કોઈ દિવસ અશોભન કાર્ય તો કર્યું જ નથી. પ્રતિહારીએ કહ્યું. આખો જન્મ એક સ્વભાવવાળો જતો નથી માટે ચોરી, પરદારાગમન આદિ જે ખરાબ કાર્યો કર્યા હોય, તે કહી નાંખો, રૌહિણેયે કહ્યું કે, શું એવા વર્તનવાળા દેવલોક પામે ખરા ? શું આંધળો પર્વત પર ચડે ખરો ? ત્યાર પછી તેઓ અભય પાસે ગયા અને આ સર્વ હકીકત નિવેદન કરી. ? ત્યાર પછી અભયે શ્રેણિકને વિનંતી કરી કે, આવા ઉપાયો કરવા છતાં પણ ચોર જાણી શકાતો નથી, તે કદાચ ચોર હોય, તો પણ છોડી મૂકવો જોઈએ. કારણકે નીતિ ઉલ્લંઘન કરાય નહિ. રાજાના હુકમથી અભયે રૌહિણેયને છોડી દીધો. ‘ઠગવામાં પ્રવીણ હોય, તેવાથી કોઈ વખત હોંશિયાર પુરૂષો પણ ઠગાય છે ને ? ત્યાર પછી ચોર વિચાર કરવા લાગ્યો કે, મારા પિતાની આજ્ઞાને ધિક્કાર હો, કે જેણે મને લાંબા કાળથી ભગવંતના વચનામૃતથી વંચિત રાખ્યો. જો પ્રભુના વચનો મારા કાનમાં ન આવ્યા હોત તો હું વિવિધ પ્રકારના માર ખાઈને મૃત્યુ જ પામત, વગર ઈચ્છાએ પણ તે સમયે મેં ભગવંતનું વચન ગ્રહણ કર્યું. તો રોગીને જેમ ઔષધ તેમ મને જીવાડનારું થયું. અરેરે ! અદ્વૈતના વચનનો ત્યાગ કરીને અત્યાર સુધી ચોરની વાણીમાં મેં રિત કરી. ખરેખર આંબાનો ત્યાગ કરી કાગડો લીંબડામાં જેમ આનંદ માને તેમ મેં પણ પિતાના વચનમાં લાંબાકાળ સુધી આનંદ માન્યો. ઉપદેશમાંથી માત્ર એક દેશનું એટલું ફળ મળ્યું, તો પછી સમસ્ત પ્રકારે તેમના ઉપદેશનું સેવન કરવામાં આવે, તો કેટલો મહાન લાભ થાય ? એ પ્રમાણે મનથી શુભ ચિંતન કરતા ભગવંત પાસે જઈને તેમના ચરણકમળમાં નમસ્કાર કરીને રૌહિણેય વિનંતી કરી, ભયંકર આપત્તિઓ રૂપ જળચર પ્રાણીઓથી પરિપૂર્ણ એવા સંસાર - સમુદ્રમાં આપની યોજનગામિની વાણી મહાયાનપાત્રનું કાર્ય કરનારી થાય છે. અર્થાત્ તારનારી બને છે. પોતાને પ્રામાણિક પુરુષ માનતા એવા અનાર્ય પિતાએ મને આટલો કાળ તમારું વચન સાંભળવાનો નિષેધ કર્યો અને તેથી જગદ્ગુરુની વાણીથી હું વંચિત રહ્યો ત્રણ લોકના નાથ ! તેઓ ખરેખર ધન્ય છે, કે, જેઓ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy