SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ રતિને શરમાવનારી દેવદત્તા નામની ઉત્તમ ગણિકા હતી. કળા વાળાઓના જે ગુણ હોય, તેમાં તે નિષ્ણાત બની હતી. ચતુર એવી તેને રંજન કરનાર બીજો સમોવડીયો કોઈ પણ નહોતો તેથી કરી તેના ઘર પાસે મૂળદેવે તેને ક્ષોભ પમાડવા માટે પ્રાતઃકાળમાં સાક્ષાત્ દેવ-ગાંધર્વ તુંબરૂ માફક તેણે ગાવાનું શરૂ કર્યું. દેવદત્તાએ પણ સાંભળીને “આ મધુર સ્વર કોનો છે ?' એમ વિસ્મય પામીને બહાર તપાસ કરાવી. બહાર તપાસ કરીને આવેલી દાસીએ કહ્યું કે હે દેવી દેખાવમાં વામન પણ પૂર્ણ ગુણવાળો હોવાથી, આ વામન એવો કોઈક ગાયન ગાય છે ત્યાર પછી દેવદત્તાએ માધવી નામની કૂબડી દાસીને બોલાવવા માટે મોકલી, “ઘણે ભાગે વેશ્યાઓ કલાપ્રિય હોય છે' તેણે તેની પાસે જઈને કહ્યું કે, હે ભાગ્યશાળી કલાભંડાર ! મારી સ્વામીની તમને ગૌરવથી બોલાવે છે. મૂલદેવ તેને કહ્યું , કે કુન્શિકા ! હું નહિ આવીશ, કુટ્ટિનીને આધીન એવા વૈશ્યાના ઘરમાં સ્વાધીનતાવાળો કોણ પ્રવેશ કરે ? પાછી ફરતી તે દાસીને વિનોદ કરવાની ઈચ્છાથી કલા-કૌશલના યોગથી નીચે અફાળીને કમળના નાળ માફક તે કૂબડીને સારી સાધી બનાવી. નવીન શરીર મેળવીને આનંદ પામેલી તે દાસીએ દેવદત્તા પાસે પહોંચીને તેની ચેષ્ટા જણાવી. દેવે આપેલા વરદાન વડે જેમ તેના વડે પણ તે કૂબડી દાસીને સારી બનાવેલી દેખીને દેવદત્તા અત્યંત આશ્ચર્ય પામી. ત્યાર પછી દેવદત્તાએ કહ્યું કે, આવા ઉપકારીને તારી આંગળી છેદીને પણ તે ચતુરને લાવ. ત્યાર પછી સારી રીતે પ્રાર્થના કરીને મધુર અને ચતુર પુરૂષોચિત્ત મધુર વચનોથી પ્રાર્થના કરીને દાસીએ તે ધૂર્તરાજને વેશ્યાના ઘર તરફ ચલાવ્યો. તેણે બતાવેલ માર્ગે પ્રવેશ કરાવ્યો અને ત્યાર પછી રાધાને ત્યાં જેમ માધવ તેમ દેવદત્તાના સ્થાનમાં તેને બેસાડ્યો. કાન્તિ અને લાવણ્યથી શોભાયમાન તે વામનને દેખીને તેને ગુપ્ત દેવતા સરખા માનતી તેણે આસન પર બેસાડ્યો. ત્યાર પછી માંહોમાંહે તુલ્ય ચતુરાઈવાળા બંનેના હૃદયની એકતા સ્વરૂપ વાતચીતોવાળી સુંદર ગોષ્ઠી પ્રવર્તી. હવે ત્યાં આગળ પ્રવીણ બુદ્ધિવાળો એક વીણા વગાડનાર આવ્યો, એટલે દેવદત્તાએ તેની પાસે અતિકૌતુકથી વીણા વગડાવી. પ્રગટ ગ્રામ અને શ્રુતિ-સ્વરવાળી વીણા તે વગાડતો હતો, ત્યારે દેવદત્તા પણ મસ્તક ધૂણાવતી તેની પ્રશંસા કરવા લાગી. લગાર હાસ્ય કરતા મૂલદેવે પણ કહ્યું કે, ઉજ્જયિનીના લોકો ખરેખર બહુનિપુણ અને ગુણ-અવગુણના તફાવતને સમજનાર છે ! શંકાવાળી તેણે કહ્યું કે, શું આમાં કઈ ખામી છે ? “ચતુરોની ચતુર પ્રશંસામાં ઉપહાસની શંકા પ્રગટે છે.” તેણે કહ્યું કે, તમારા સરખાને શું ખામી છે, એમ કહેવું તે નવાઈની વાત છે. પરંતુ આ વીણા ગર્ભવાળી અને વળી વાંસ પણ શલ્યવાળો છે. કેવી રીતે જાણ્યું ? એમ પૂછાએલા તેણે વણા ગ્રહણ કરીને વાંસમાંથી પત્થરનો ટુકડો ખેંચીને કેશ બતાવ્યો. તે વીણાને બરાબર સરખી તૈયાર કરીને શ્રોતાના કાનમાં અમૃતના છાંટણા ફેંકતો હોય તેમ પોતે, વગાડવા લાગ્યો. ત્યારે દેવદત્તાએ તેને કહ્યું, “હે કલાનિધિ ! તમો સામાન્ય નથી, નરરૂપ પામેલા તમો સાક્ષાત સરસ્વતી છો’ વીણાવાળો તેના પગમાં પડીને કહેવા લાગ્યો, હું સ્વામિ ! હું આપની પાસે વીણા વગાડવાનું શિખીશ, માટે મારા પર કૃપા કરો. મૂલદેવે કહ્યું, હું બરાબર જાણતો નથી, પરંતુ જેઓ સારી રીતે વીણાવાદન જાણે છે, તેમને જાણું છું ત્યારે દેવદત્તાએ તેને પૂછ્યું કે, “તેઓનું નામ શું છે ? અને ક્યાં રહે છે ?” તેણે કહ્યું. પૂર્વમાં પાટિલપુત્ર પત્તન છે. તેમાં મહાગુણવાળા વિક્રમસેન નામના કલાચાર્ય છે. હંમેશા તેમની પાસે રહેનારો મૂળદેવ નામનો તેમનો સેવક છું. આ સમયે વિશ્વભૂતિ નામના નાટ્યાચાર્ય આવ્યા ત્યારે દેવદત્તાએ તેને કહ્યું કે, સાક્ષાત આ ભરત જ છે. મૂલદેવે પણ કહ્યું. બરાબર આ એવા જ હશે. તમારા સરખીને તેણે કળાઓ ભણાવી જણાય છે. ત્યાર પછી વિશ્વભૂતિએ ભરત-નાટ્ય વિષયક વાતો ચલાવી ત્યારે તેને તે ઘમંડી જણાયો. માત્ર બાહ્ય અર્થ જાણનારા તેવા જ પ્રકારના હોય છે. મૂલદેવે આ ‘પોતાને પોતે વિદ્વાન માને છે, પરંતુ તાંબા ઉપર સુવર્ણરસ ઢોળ્યો હોય, તેના સરખા તેને હું
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy