________________
દ્વિતીય પ્રકાશ, ગ્લો.૬૭-૭૨
૧૩૫
અર્થ : ચોર ચોરીના યોગે શલ્યવાળા પુરુષની જેમ દિવસે કે રાત્રિમાં અને સ્વપ્નમાં કે જાગૃત. અવસ્થામાં ક્યાંય શાંતિ પામતો નથી || ૭૦ ||
ટીકાર્ય : ચોર રાતે કે દિવસે, સ્વપ્નમાં કે જાગતામાં પણ શલ્યવાળા માફક ક્યાંય પણ ચોરીના કારણે શાંતિ અનુભવી શકતો નથી. જે ૭૦ / ચોરી કરનારને એકલી શાંતિ જ નહીં પરંતુ બંધુવર્ગ પણ તેનો ત્યાગ કરે છે– १२७ मित्रपुत्रकलत्राणि भ्रातरः पितरोऽपि हि ।
संसजन्ति क्षणमपि, न म्लेच्छैरिव तस्करैः ॥ ७१ ॥ અર્થઃ મિત્ર, પુરુષ, સ્ત્રી, ભાઈઓ અને પિતા ચોરોની સાથે સ્વેચ્છની માફક એક ક્ષણ પણ સંબંધ કરતો નથી. | ૭૧ ||
ટીકાર્ય મિત્રો, પુત્ર, પત્નીઓ ભાઈઓ, પિતા, કાકા વગેરે સગા વ્હાલાઓ પણ મ્લેચ્છોના સંસર્ગ માફક ક્ષણવાર પણ તેના સંસર્ગને કરતા નથી. કહ્યું છે કે, બ્રહ્મહત્યા, મદિરાપાન, ચોરી, ગુરૂપત્ની સાથે સંભોગ અને આવા પાપકર્મ કરનારા સાથે સંસર્ગ કરવો-આ પાંચ મહાપાપો કહેલાં છે અથવા રાજદંડના ભયથી કહેવું છે કે – “ચોરી કરનાર અને કરાવનાર, સલાહ આપનાર, રહસ્ય જાણનાર, ચોરીનો માલ ખરીદ કરનાર, કરાવનાર, સ્થાન આપનાર, ભોજન આપનાર આમ સાત પ્રકારના ચોર કહેલા છે. ચોરી કરવામાં પ્રવર્તમાના દોષો અને નિવૃત્ત થયેલાના ગુણો, દરેકના દૃષ્ટાંતથી સમજાવે છે– || ૭૧ |
१२८ संबन्ध्यपि निगृह्येत, चौर्यान्मण्डिकवन्नृपैः ।
चौरोऽपि त्यक्तचौर्यं स्यात् स्वर्गभाग् रौहिणेयवत् ॥ ७२ ॥ અર્થ : ચોરી કરવાથી સંબધી પણ મંડિકકુમારની જેમ રાજા વડે પકડાય છે તથા ચોરને પણ ચોરીનો ત્યાગ કરે તો રૌહિણીયા ચોરની જેમ સ્વર્ગને પામે છે. / ૭૨ //
ટીકાર્થ : ચોરી કરવાથી સંબંધી હોય તો પણ રાજા વડે મંડિક માફક પકડાય છે અને ચોર છતાં ચોરીનો ત્યાગ કરનાર રોહિણીયાની માફક સ્વર્ગસુખ ભોગવનાર થાય છે. બંનેના સંપ્રદાયથી આવેલા દૃષ્ટાંતો આ પ્રમાણે જાણવાં – મૂલદેવ અને મંડિક ચોરની કથા :
સમુદ્રના જળ માફક જેનો મધ્ય પ્રદેશ જાણી શકાતો નથી, એવું ગૌડદેશમાં પાટલિપુત્ર નામનું પત્તન હતું. ત્યાં અનેક કલાઓના આશ્રયસ્થાન, સાહસિક બુદ્ધિના મૂલ, સમાન, મૂલદેવ નામનો રાજપુત્ર હતો. ધૂર્તવિદ્યા-શિરોમણિ, કૃપણો અને અનાથોનો બંધુ, કૂટ ચેષ્ટા કરનારમાં કૃષ્ણ સરખો, રૂપ અને લાવણ્યમાં કામદેવ સમાને, તે ચોર સાથે ચોર, સાધુ સાથે સાધુ, વાકો સાથે વાંકો, સરળ સાથે સરળ, ગામડીયા સાથે ગામડીયો, ચતુર સાથે ચતુર, જાર સાથે જાર, ભટ સાથે ભટ, જુગારી સાથે જુગારી, વાતોડીયા સાથે વાતોડીયો, સ્ફટિકરત્ન માફક તરત જ બીજાના સ્વરૂપને પકડી લેતો હતો. ત્યાં આગળ આશ્ચર્યકારી કુતૂહલોથી લોકને વિસ્મય પમાડતો તે મહાબુદ્ધિશાળી વિદ્યાધરની માફક ઈચ્છા પ્રમાણે ફરતો હતો. જુગાર રમવાના વ્યસનના આસક્તિદોષથી પિતાથી અપમાન પામેલો તે દેવતાઈ નગરની શોભા જિતનારી ઉજ્જયિની નગરીમાં ગયો. ગુટિકાના પ્રયોગથી તે કૂબડો અને વામન બનીને નગર-લોકોને આશ્ચર્ય પમાડતો કલાઓથી ત્યાં તે ખ્યાતિ પામ્યો. તે નગરીમાં રૂપ, લાવણ્ય અને કલા-વિજ્ઞાનની કુશળતા વડે