SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ખોવાઈ ગયું હોય અને માલિકને તેની ખબર ન હોય, અનામત-થાપણ સાચવવા મૂકી હોય, જમીનમાં દાટેલું હોય, આ વગેરે પારકી માલિકીની ચીજવસ્તુઓ વગેરે આપેલી ગ્રહણ કરવી, તે રૂપ ચોરી બુદ્ધિશાળી ગમે તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આપત્તિવાળા હોય તો પણ ન કરે. | ૬૬ || હવે ચોરી કરનારની નિંદા કરે છે– १२३ अयं लोकः परलोको-धर्मो धैर्यं धृतिर्मतिः । मुष्णता परकीयं स्वं, मुषितं सर्वमप्यदः ॥६७ ॥ અર્થ: પારકા ધનની ચોરી કરનારો આ લોક, પરલોક, ધર્મ, ધૈર્ય, સ્વસ્થતા અને બુદ્ધિ આ સર્વ વસ્તુને ગુમાવે છે. ૬૭ || ટીકાર્થ : પારકા ધનની ચોરી કરનારે પોતાનું સર્વ ગુમાવ્યું, કેવી રીતે ? પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલ આ લોકનો જન્મ જન્માંતરમાં પુણ્ય, ધૈર્ય, આપત્તિમાં સહનશીલતા, સ્વસ્થતા, કાર્યાકાર્યનો વિવેક આ રૂપ ભાવધન ગુમાવ્યું. / ૬૭ || હિંસા કરનાર કરતાં પણ ચોરી કરનારના ઘણા દોષો કહે છે– १२४ एकस्यैकं क्षणं दुःखं मार्यमाणस्य जायते । સપુત્રપૌત્રી પુન-વક્નીવ હૃતે ને ૫ ૬૮ છે અર્થ : જે એક જીવને મારવામાં આવે છે, તેને તો એક ક્ષણનું જ દુઃખ થાય છે, પરંતુ જેનું ધન લૂંટવામાં આવે છે, તેના પુત્ર-પૌત્રાદિ સઘળા કુટુંબોને દુઃખ થાય છે. | ૬૮ || ટીકાર્થ : જેની હિંસા કરવામાં આવે છે, તેને બહુ લાંબો કાળ નહિ, પણ એક ક્ષણનું દુઃખ થાય છે, પરંતુ જેનું ધન હરણ કરવામાં આવે છે, તેને તેના પુત્રો, પૌત્રો અને આખા કુટુંબને જિંદગી સુધી તે દુ:ખનો ઘા રૂઝતો નથી. તે ૬૮ || ચોરીના ફળને વિસ્તારથી કહે છે– १२५ चौर्यपापद्रुमस्येह, वधबन्धादिकं फलम् । जायते परलोके तु, फलं नरकवेदना ॥६९ ॥ અર્થ ઃ ચોરી રૂપ પાપવૃક્ષનું આ લોકમાં ફળ વધ-બંધ આદિ પ્રાપ્ત થાય છે અને પરલોકમાં નરકની વેદના રૂપ ફળ પ્રાપ્ત થાય છે. તે ૬૯ // ટીકાર્થ : ચોરી રૂ૫ પાપવૃક્ષનું ફળ આ લોકમાં વધ, બન્ધનાદિક છે અને આવતા જન્મમાં નરકમાં વેદનારૂપ ફળ મળે છે. તે ૬૯ છે. હવે કદાચિત ભાગ્યયોગે કે રાજા આદિકના પ્રમાદથી ન પકડાય, તો પણ મનમાં પકડાઈ જવાની બીક, અસ્વસ્થતા, અપકીર્તિ આદિ આ લોકના માઠાં ફળ બતાવે છે– १२६ दिवसे वा रजन्यां वा, स्वप्ने वा जागरेऽपि वा । सशल्य इव चौर्येण, नैति स्वास्थ्यं नरः क्वचित् ॥ ७० ॥
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy