SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૫૧-૫૫ ૧૨૫ કહેવાય, અસ્પષ્ટ બોલવાપણું. મૂંગાપણું, મુખરોગવાળો કે બીજી જીભવાળો થાય, આ સર્વે અસત્ય વચન બોલવાનાં ફળ જાણીને શાસ્ત્રબલથી અસત્યનું સ્વરૂપ સમજીને શ્રાવક મોટાં અસત્યો બોલવાનો ત્યાગ કરે. કહ્યું છે કે, “અસત્ય વચન બોલનાર મૂંગા, જડબુદ્ધિવાળા, અંગ-વિકલ બોબડા કે જેનું બોલેલું કોઈને ન ગમે તેવા, દુર્ગંધ નીકળતા મુખવાળા થાય છે. '' || ૫૩ | કન્યાદિ સંબંધી અસત્ય જે આગળ કહેવાના છીએ, તે કહે છે— ११० कन्यागो भूम्यनीकानि, न्यासापहरणं तथा 1 कूटसाक्ष्यं च पञ्चेति, स्थूलासत्यान्यकीर्त्तयन् ॥ ५४ ॥ અર્થ : અસત્ય પાંચ પ્રકારના છે : (૧) કન્યા-અસત્ય (૨) ગાય-અસત્ય, (૩) ભૂમિ અસત્ય (૪) થાપણને છુપાવવી અને (૫) ખોટી સાક્ષી ભરવી. આ પાંચ સ્થૂલ અસત્ય કહ્યાં છે. II ૫૪ II ટીકાર્થ : ૧. કન્યા-વિષયક, ૨. ગાય-વિષયક, ૩. ભૂમિ વિષયક, ૪. થાપણ પાછી ન આપવા વિષયક, ૫. ખોટી સાક્ષી પૂરવી, આ પાંચને જિનેશ્વરોએ પાંચ મોટા અસત્યો કહેલાં છે. ૧. કન્યા સંબંધી અસત્ય તે કહેવાય કે, સારી કન્યાને ખરાબ કહેવી, ખરાબને સારી, (જુદીને) જુદી નહિ તેને જુદી કન્યા કહેવી, તે વિષયમાં વિપરીત કહેવું. કન્યા શબ્દથી સર્વ કુમારાદિ બે પગવાળા મનુષ્યો સંબંધી સમજી લેવું. ૨. ગાય સંબંધી અસત્ય તે કહેવાય કે, અલ્પ દૂધ આપનારીને બહુ દૂધ આપનારી. બહુ દૂધ આપનારી માટે અલ્પ દૂધ આપનારી-એમ વિપરીત કથન કરવું. ઉપલક્ષણથી ચાર પગવાળા સર્વ માટે સમજી લેવું. ૩ ભૂમિ સંબંધી અસત્ય તે કહેવાય કે, પારકી જમીનને પણ પોતાની કહેવી અગર વિપરીત કહેવું. આ બાકીના વૃક્ષાદિ પદાર્થો સંબંધી પણ ઉપલક્ષણથી સમજી લેવું. કોઈ શંકા કરે કે, બે પગવાળા, ચાર પગવાલાં કે અપદ એમ કેમ ગ્રહણ ન કર્યાં ? જવાબ આપે છે કે, કન્યાલીકાદિક લોકમાં અતિનિંદાપાત્ર તરીકે પ્રસિદ્ધ છે. ૪ રક્ષણ માટે બીજાને સોંપવું તે ન્યાસ. સુવર્ણ આદિ અનામત રાખી મૂકવા માટે આપવા, તે થાપણ રાખ્યા પછી વિપરીત બોલવું. તે મોટો મૃષાવાદ ૫. આપણને પ્રામાણિક ગણી સ્થાપન કર્યા હોય પરંતુ લાંચ-રૂશ્વત કે ઈર્ષ્યા-અદેખાઈથી ખોટી સાક્ષી પૂરવી. જેમ કે, ‘હું’ આમાં સાક્ષી છું' પારકાના પાપનું સમર્થન કરવારૂપ લક્ષણવિશેષ આશ્રીને પૂર્વથી આ જુદું જણાવેલું છે. આ પાંચે કિલષ્ટ આશયથી ઉત્પન્ન થનારાં હોવાથી સ્થૂલ અસત્યો સમજવાં. ॥ ૫૪ ॥ આ પાંચ મોટાં અસત્યોનો વિશેષણ દ્વારા હેતુ સ્થાપીને તેનો પ્રતિષેધ બતાવે છે— १११ सर्वलोकविरूद्धं य-द्यद्विश्वसितघातकम् I यद्विपक्षश्च पुण्यस्य, न वदेत्तदसूनृतम् " ક " અર્થ : જે સર્વ લોકથી વિરુદ્ધ છે, વિશ્વાસનો ઘાત કરનારું છે અને પુણ્યનો શત્રુ છે, તેવા અસત્યને બોલવું નહિ || ૫૫ || ટીકાર્થ : કન્યા, ગાય, ભૂમિ-વિષયક અસત્યો સર્વ લોકમાં વિરુદ્ધ હોવાથી ન બોલવાં. વિશ્વાસનો ઘાત કરનાર હોવાથી થાપણ માટે અસત્ય ન બોલવું. પુણ્ય ધર્મનો વિપક્ષ અધર્મ, પ્રમાણભૂત ગણીને ભરોસો રાખીને સત્ય કહેવા માટે વિવાદીઓ વડે પ્રાર્થના કરાય, તે રૂપ ધર્મ અને ધર્મનો વિપક્ષ અધર્મ હોવાથી ખોટી સાક્ષી ન પૂરે || ૫૫ || અસત્યના ફળો બતાવતાં તેનો પરિહાર કરવા માટે ઉપદેશ આપે છે—
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy