________________
૧ ૨૪
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ १०७ अहिंसा दुःखदावाग्नि-प्रावृषेण्यघनावली ।
भवभ्रमिरुगा ना-महिंसा परमौषधी ॥ ५१ ॥ અર્થ : અહિંસા માતાની જેમ સર્વ જીવોનું હિત કરનારી છે, ખરેખર અહિંસા જ સંસારરૂપી મરૂભૂમિમાં અમૃતની નીક તુલ્ય છે . ૫૦ |
વળી - અહિંસા દુ:ખરૂપી દાવાનલને બુઝવવા માટે વર્ષાઋતુના મેઘ સમાન છે તથા ભવભ્રમણના રોગથી પીડાતાં આત્માઓને આદર્શ ઔષધ તુલ્ય અહિંસા જ છે. | ૫૧ ||
ટીકાર્થ : અહિંસા એ માતાની જેમ સર્વ જીવોની હિત કરનારી છે અહિંસા એ ખરેખર સંસારરૂપી મરભૂમિમાં અમૃતની નીક છે. અહિંસા એ દુ:ખદાવાગ્નિને ઓલવનાર મેઘ-પંક્તિ છે, અને અહિંસા એ ભવભ્રમણરૂપી ચક્રના રોગથી પીડિતોને પરમૌષધિ સમાન છે. | ૫૦-૫૧ | અહિંસાવ્રતના ફળને બતાવે છે– १०८ दीर्घमायुः परं रूप-मारोग्यं श्लाघनीयता ।।
अहिंसायाः फलं सर्वं, किमन्यत् कामदैव सा ॥ ५२ ॥ અર્થ : અહિંસા પાલન કરનારને લાંબા આયુષ્યની પ્રાપ્તિ, ઉત્તમરૂપ, નિરોગતા, પ્રશંસનીયતા વગેરે ફળો મળે છે. વધારે કેટલું કહીએ ? એ મનોરથ પૂર્ણ કરનાર છે. || પર //
ટીકાર્થ : અહિંસામાં તત્પર બનેલો નક્કી બીજાનું આયુષ્ય વધારતો જન્મ-જન્માંતરમાં લાંબુ આયુષ્ય ભોગવે છે, તેમજ પારકાના રૂપને નાશ નહિ કરતો તે ઉત્તમરૂપ પ્રાપ્ત કરે છે. અસ્વસ્થતાના કારણભૂત હિંસાનો ત્યાગ કરતો પરમ સ્વાથ્યરૂપ આરોગ્ય મેળવે છે અને સર્વ જીવોને અભયદાન આપનારો થવાથી તેમનાથી પોતાની પ્રશંસા પ્રાપ્ત કરે છે. આ સર્વ અહિંસાનું ફળ છે. તે અહિંસા જે જે પ્રકારની અભિલાષા થાય, તેને તેને પ્રાપ્ત કરાવે છે, ઉપલક્ષણથી ન ઈચ્છલ સ્વર્ગ અને મોક્ષ ફળ આપનાર થાય છે.
આ વિષયમાં શ્લોક જણાવે છે – “પર્વતોમાં મેરુ, દેવોમાં ઈન્દ્ર, મનુષ્યોમાં ચક્રવર્તી, જ્યોતિષમાં ચંદ્ર, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, ગ્રહોમાં સૂર્ય, જળાશયોમાં સમુદ્ર, અસુરો સુરો અને મર્યોના અધિપોમાં જિનપતિ, તેમ સર્વવ્રતોમાં અધિપતિનું સ્થાન અહિંસા પ્રાપ્ત કરે છે. વધારે કેટલું કહેવું ? | પર || આ પ્રમાણે વિસ્તારથી અહિંસાવ્રત કહ્યું.
હવે સત્યવ્રતનો અવસર હોવાથી તેને કહે છે. જૂઠની વિરતિ વગર તે વ્રત પ્રાપ્ત થઈ શકતું નથી. તેનું ફળ બતાવ્યા વગર જૂઠથી વિરમવાનું શક્ય નથી, માટે ખોટા વચનનું ફળ બતાવીને તેની વિરતિને બતાવે છે–
१०९ मन्मनत्त्वं काहलत्वं मूकत्वं मुखरोगिताम् ।
वीक्ष्याऽसत्यफलं कन्या-लीकाद्यसत्यमुत्सृजेत् ॥ ५३ ॥ અર્થ : બોબડાપણું અસ્પષ્ટ બોલવાપણું, મૂંગાપણું અને મુખના રોગો અસત્યના ફળ કહ્યાં છે, એમ જોઈ-જાણીને કન્યા-અલીક આદિ અસત્યનો ત્યાગ કરવો // પ૩ ||
ટિીકાર્થ : બીજો સાંભળનાર ન સમજી શકે તેવા વચન બોલવાના યોગે તે પુરૂષ પણ મન્સન બોબડો