SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ११२ असत्यतो लघीयस्त्व-मसत्याद्वचनीयता । अधोगतिरसत्याच्च, तदसत्यं परित्यजेत् ॥ ५६ ॥ અર્થ : અસત્યથી લઘુતા થાય છે, અસત્યથી નિંદાનો દોષ ઉત્પન્ન થાય છે અને અધોગતિ પણ અસત્યથી થાય છે, માટે અસત્યનો ત્યાગ કરવો // પ૬ // ટીકાર્થ : અસત્ય બોલવાથી આ લોકમાં અપકીર્તિ, હલકાઈ અને આવતા ભવમાં દુર્ગતિ થાય છે, માટે અસત્ય બોલવાનો ત્યાગ કરવો // પદ // કિલષ્ટ આશય પૂર્વક અસત્ય બોલવાનો ભલે નિષેધ હોય, પરંતુ પ્રમાદથી બોલી જવાય તો શી હરકત ? એ સંબંધમાં કહે છે ११३ असत्यवचनं प्राज्ञः, प्रमादेनापि नो वदेत् । श्रेयांसि येन भज्यन्ते, वात्ययेव महाद्रुमाः ॥ ५७ ॥ અર્થ : જેમ પવનથી મોટા વૃક્ષો ભાંગી જાય છે, તેમ અસત્ય વચનથી સર્વ કલ્યાણ નાશ પામે છે, તેથી બુદ્ધિશાળી પુરૂષે પ્રમાદથી પણ અસત્ય ન બોલવું. | પ૭ || ટીકાર્થ : કિલષ્ટ આશય પૂર્વકના અસત્ય વચનની વાત બાજુ પર રાખો, પરંતુ અજ્ઞાન સંશયાદિક પ્રમાદથી પણ અસત્ય ન બોલવું. પ્રમાદથી બોલાએલા અસત્ય વચનથી મહાવાયરાથી જેમ મહાવૃક્ષો તેમ શ્રેય કાર્યો મૂળ સાથે ઉખડી વિનાશ પામે છે. મહર્ષિઓએ કહેલું છે કે – અતીત, વર્તમાન અને ભવિષ્યકાળમાં થયેલા જે અર્થને ન જાણે, તેને “આ એમ જ છે' એમ ન બોલે અતીત, વર્તમાન અને ભવિષ્યકાળમાં થયેલા આ પદાર્થમાં શંકા થાય, તેને “આ એમ જ છે” એમ કથન ન કરે. અતીત, વર્તમાન અને ભવિષ્યકાળમાં થયેલા જે પદાર્થમાં નિઃશકપણું થયું હોય ત્યાં “આ આમ છે' એમ નિર્દેશ કરે.આ અસત્ય ચાર પ્રકારનું ભૂતનો અપલાપ કરી પદાર્થને છૂપાવવો, (દશ. ૯૮,૯,૧૦) ન હોય તેવો પદાર્થ ઉભો કરવો, અર્થાન્તર અને ગર્તા, ભૂતનિન્દવ આ પ્રમાણે – “આત્મા નથી, પુણ્ય-પાપ, પરલોકાદિ નથી” અભૂતોભાવન જેમ કે, આત્મા સર્વગત છે, અથવા શ્યામક જાતિના તંદુલ સરખો આત્મા છે. અર્થાન્તર એટલે બળદને ઘોડો વગેરે કહેવા અને ગઈ ત્રણ પ્રકારની એક પાપવાળા વ્યાપાર પ્રવર્તાવનારી જેમ કે, “ખેતર ખેડો' વગેરે બીજી અપ્રિયા. કાણાને કાણો કહેવા રૂપ. ત્રીજી આક્રોશ કરવા સ્વરૂપ. જેમ કે, “અરે કુલટાપુત્ર !” વગેરે // પ૭ || અસત્ય વચન અતિપરિહાર કરવા યોગ્ય છે, એમ બતાવતા વળી આ લોકના દોષોને બતાવે છે ११४ असत्यवचनाद्वैर-विषादाप्रत्ययादयः __ प्रादुःषन्ति न के दोषाः कुपथ्याद् व्याधयो यथा ॥ ५८ ॥ અર્થ : એક અસત્ય વચનથી વૈર, વિષાદ, અવિશ્વાસ આદિ ક્યા દોષો ઉત્પન્ન નથી થતા ? અર્થાત જેમ કુપથ્થના સેવનથી અનેક વ્યાધિઓ પેદા થાય છે, તેમ અસત્ય વચનથી બીજા અનેક દોષો ઉપસ્થિત થાય છે. || ૫૮ || ટીકાર્થ : અસત્ય વચન બોલવાથી વૈર, વિરોધ, પશ્ચાત્તાપ, અવિશ્વાસ, રાજ્યાદિકમાં અમાન્ય વગેરે કુપથ્ય ભોજનથી જેમ વ્યાધિઓ થાય છે, તેની માફક ઉપર કહેલા દોષો ઉત્પન્ન થાય છે. // પ૮
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy