SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૭ ૯૩ *4*44 બહેનના પુત્રનું નામ કૃતવીર્ય પાડ્યું. પિતા ઋષિ હોવા છતાં પણ જળમાં જેમ વડવાનલ તેમ ક્ષાત્ર તેજ બતાવતો જમદગ્નિનો પુત્ર રામ ક્રમે કરી વૃદ્ધિ પામવા લાગ્યો. ત્યાં કોઈક દિવસે કોઈ વિદ્યાધર આવ્યો, અતિસાર નામના વ્યાધિપીડાથી તે આકાશગામિની વિદ્યા ભૂલી ગયો. રામે ભાઈ માફક ઔષધ આદિથી તેની સારવાર કરી એટલે સેવા કરનાર રામને તેણે પરશુ સંબંધી પારશવી નામની વિદ્યા આપી. શરવનની અંદર જઈ તેણે તે વિદ્યાની સાધના કરી, ત્યાર પછી રામ પરશુરામ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. કોઈક સમયે બહેનને મળવાની ઉત્કંઠાવાળી રેણુકા પતિને પૂછીને હસ્તિનાપુરે ગઈ. ‘પ્રેમીઓને કંઈપણ દૂર નથી.' આ મારી સાળી છે, એમ ચપળ નેત્રવાળી રેણુકાને લાલન કરતા અનંતવીર્યે તેની સાથે કામક્રીડા કરી. કારણ કે ‘કામ એ નિરંકુશ છે.' અહલ્યા સાથે જેમ ઈન્દ્રે તેમ ઋષિપત્ની સાથે તેણે ઈચ્છા પ્રમાણે સંભોગ-સુખની સંપત્તિનો અનુભવ કર્યો. બૃહસ્પતિને મમતા પત્નીથી જેમ તથ્ય થયો, તેમ અનંતવીર્યથી રેણુકાને પુત્ર જન્મ્યો. મુનિ રેણુકાને તે પુત્ર સાથે લઈ આવ્યો ‘સ્ત્રીમાં પ્રેમાસક્ત બનેલો માણસ ઘણે ભાગે દોષ દેખતો નથી.' અકાળે ફળેલી વેલડી માફક પુત્ર સહિત રેણુકાને ક્રોધ પામેલા પરશુરામે પરશુવડે છેદી નાંખી. આ હકીકત તેની બહેને અનંતવીર્યને કહી એટલે પવન જેમ અગ્નિને તેમ તેના કોપને ઉત્તેજિત કર્યો. તે પછી અતિપરાક્રમી બાહુવીર્યવાળા અનંતવીર્ય રાજાએ જમદગ્નિના આશ્રમે જઈ મત્ત હાથીની જેમ તેના આશ્રમને વેરવિખેર કરી ભાંગી નાખ્યો. તાપસોને ત્રાસ પમાડી તેની ગાયો વગેરે કબજે કરી કેસરી માફક ધીમે ધીમે ચાલતો પાછો આવ્યો. ત્રાસ પામતા તપસ્વીઓના કોલાહલવાળા યુદ્ધને સાંભળી અને તે વાત જાણીને ક્રોધ પામેલો સાક્ષાત્ યમરાજા સરખો પરશુરામ દોડયો. અનેક સુભટોના યુદ્ધ જોવા માટે કુતૂહલવાળા જમદગ્નિ પુત્ર પરશુરામે ભયંકર પશુ વડે કાષ્ઠની માફક તે (અનંતવીર્ય)ના ટૂકડા કરી નાખ્યા. તેની પ્રજાના આગેવાનોએ મહાપરાક્રમી કૃતવીર્યને રાજ્યગાદીએ બેસાડ્યો. તે હજુ નાની વયનો હતો, માતાની પાસેથી પિતાના મૃત્યુની હકીકત સાંભળી આજ્ઞા પામેલા સર્પની માફક તેણે જમદગ્નિને મારી નાખ્યો. પિતાના વધથી ક્રોધ પામેલા પરશુરામે તરત હસ્તિનાપુર જઈ કૃતવીર્યને મારી નાખ્યો. ‘યમરાજાને શું દૂર હોય ?' ત્યાર પછી પરશુરામ જાતે રાજ્યગાદી પર બેસી ગયો. ‘રાજ્ય એ પરાક્રમાધીન છે, તેમાં પરંપરાગત ક્રમ પ્રમાણ નથી.' પરશુરામે કબજે કરેલી નગરીથી કૃતવીર્યની ગર્ભિણી રાણી વાઘવાળા વનથી હરણી ભાગે તેમ ભાગીને તાપસોના આશ્રમમાં ગઈ. કૃપાભંડાર એવા તાપસોએ નિધાનની માફક તેને ભોંયરામાં રાખી ક્રૂર પરશુરામથી તેનું રક્ષણ કર્યું. તેને ચૌદ મહાસ્વપ્રોથી સૂચિત પુત્ર જન્મ્યો, તે સુખથી ભૂમિને ગ્રહણ કરતો હોવાથી તેનું ‘સુભૂમ’ એવું નામ પાડ્યું. જ્યાં જ્યાં ક્ષત્રિયો હતા. ત્યાં ત્યાં સાક્ષાત્ કોપાગ્નિમૂર્તિસ્વરૂપ હોય તેમ પરશુરામનો પરશુ સળગવા લાગ્યો. કોઈક વખત પરશુરામ તે આશ્રમમાં ગયો, જ્યાં ધૂમ જેમ અગ્નિને તેમ ક્ષત્રિયને સૂચવનાર પર્શ ત્યારે સળગવા લાગ્યો. ત્યારે તેણે તાપસોને પૂછ્યું કે અહિં કોઈ ક્ષત્રિયો છે કે શું ? ત્યારે તેઓએ કહ્યું કે, અમે ક્ષત્રિયો જ તાપસ થયા છીએ. પરશુરામે પણ ક્રોધથી દાવાનલ જેમ પર્વત-ટેકરીને ઘાસ રહિત બનાવે, તેમ પૃથ્વીને સાત વખત નિઃક્ષત્રિય બનાવી. વિનાશ પામેલા ક્ષત્રિયોની દાઢાઓથી પરશુરામે પૂર્ણ થયેલી ઈચ્છાવાળા યમરાજાના પૂર્ણપાત્રની શોભાને ધારણ કરતાં થાલને પૂર્ણ કર્યો. કોઈક સમયે તેણે નિમિત્તિયાઓને પૂછ્યું કે, મારો વધ કોનાથી થશે ? વૈર ઉભું કરનારાઓને હંમેશાં બીજા શત્રુથી મૃત્યુ થવાની શંકા હોય છે.' ત્યારે તેઓએ કહ્યું કે, આ દાઢાઓ જ્યારે ખીર બની જશે અને આ સિંહાસન પર બેઠેલો જે તેનું ભક્ષણ કરશે, તે તારો ભાવીમાં વધ કરનાર થશે. હવે રામે એક એવી દાનશાળા કરાવી કે જેમાં કોઈપણ આવી છૂટથી દાન ગ્રહણ કરી શકે. આગળ સિંહાસન સ્થાપન
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy