________________
૯૪
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ કરાવી થાળને ગોઠવ્યો. હવે આશ્રમમાં પ્રતિદિવસ તાપસો વડે લાલન પાલન કરાતો સુભૂમ આંગણામાં રોપેલા વૃક્ષની માફક અદ્ભુત વૃદ્ધિ પામ્યો.
મેઘનાદ નામના વિદ્યારે કોઈ વખત નિમિત્તિયાને પૂછયું કે, “આ મારી પદ્મશ્રીકન્યા કોને આપવી?' ત્યારે તેઓએ શ્રેષ્ઠ ખભાવાળા સુભૂમ વરને બતાવ્યો, તેને કન્યા આપીને ત્યાર પછી તેનો સેવક બની સાથે રહ્યો હતો. કૂવાના દેડકા માફક બીજે સ્થળે ન જવાવાળા સુભૂમે માતાને પૂછયું કે, “શું આટલો જ માત્ર લોક છે કે અધિક છે ?' માતાએ કહ્યું કે, હે વત્સ ! લોક તો છેડા વગરનો છે. લોકના મધ્ય ભાગમાં માખીના પગલા જેટલો આ આશ્રમ છે. આ લોકમાં પ્રસિદ્ધ હસ્તિનાપુર નામનું નગર છે, અને ત્યાં મહાપરાક્રમી કૃતવીર્ય નામના રાજા તારા પિતા હતા. તારા પિતાને હણીને પરશુરામ પોતાની મેળે રાજ્ય ઉપર ચડી બેઠો, અને આ પૃથ્વીને તેણે ક્ષત્રિય વગરની બનાવી છે. તેના ભયથી આપણે અહીં રહેલા છીએ. તરત જ મંગલગ્રહ માફક બાળતો વૈરી પર ક્રોધ પામેલો સુલૂમ હસ્તિનાપુર ગયો. ક્ષત્રિય તેજ ખરેખર દુર્ધર હોય છે. સિંહ માફક તે દાનશાળામાં ગયો અને સિંહાસન પર બેઠો. દાઢાઓ ક્ષીર સ્વરૂપ બની ગઈ અને પરાક્રમી સુભૂમ તે ખાઈ ગયો. યુદ્ધ માટે ઉભા થયેલા જે બ્રાહ્મણો ત્યાં રક્ષકો હતા, તેઓને વાઘ જેમ હરણોને તેમ મેઘનાદે હણી નાખ્યા. જેની દાઢો અને કેશો સ્કુરાયમાન થયા છે, એવો દાંતથી હોઠ કરડતો પરશુરામ ક્રોધથી જાણે કાળપાશથી ખેંચાએલો હોય તેમ ત્યાં આવ્યો. પરશુરામે રોષથી તે સુભૂમ તરફ નીચે પરશુ છોડી ત્યારે તેજ ક્ષણે જળમાં અગ્નિની જેમ તે ઓલવાઈ ગઈ. તે વખતે બીજું કોઈ શસ્ત્ર ન હોવાથી સુભૂમે પણ દાઢવાળો થાળ ઉંચકયો એટલે તે તત્કાલ ચક્ર બની ગયો. પુણ્યસંપત્તિથી શું અસાધ્ય છે ?' પછી તે આઠમા ચક્રવર્તીએ તેજસ્વી એવા તે ચક્રથી કમળને છેદે તેમ પરશુરામનું મસ્તક છેદી નાખ્યું. જેમ પરશુરામે પૃથ્વીને સાત વખત ક્ષત્રિય વગરની કરી, તેમ સુભૂમે પૃથ્વીને એકવીશ વખત બ્રાહ્મણ વગરની બનાવી, સુભૂમે હણેલા રાજાઓ, હાથીઓ, ઘોડાઓ, પાયદળોના સમૂહના લોહી વડે નવી નદીઓ વહેવરાવતાં નવીન સેનાને વહન કરતા તેણે પ્રમથ પૂર્વદિશા સાધી. અનેક સુભટોનાં છેદી નાખેલાં મસ્તકોથી પૃથ્વીને શોભાયમાન બનાવનાર એવા તેણે જાણે બીજો દક્ષિણદિશાપતિ હોય તેમ દક્ષિણદિશામાં પણ જ્ય મેળવ્યો. સુભટોનાં હાડકાંઓ વડે કરી જાણે છીપો અને શંખો ચારે બાજુ પથરાઈ ગયા હોય તેવા સમુદ્રના કિનારાવાળી પશ્ચિમ દિશામાં પણ તેણે જય મેળવ્યો. લીલા માત્રમાં વૈતાઢ્યગુફાને ઉઘાડનાર મેરુ સરખા પરાક્રમવાળા તેણે મ્લેચ્છોને જીતવા માટે ભરતના ઉત્તરાખંડમાં પ્રવેશ કર્યો, એ પ્રમાણે ચારે દિશામાં ભ્રમણ કરતા, ઘર જેમ ચણાને તેમ સુભટો તથા પૃથ્વીને દલન કરતા તેણે છ ખંડોને સાધ્યા. હંમેશાં જીવોની હત્યા કરતો રૌદ્રધ્યાન-અગ્નિથી સતત અંતરાત્માને બાળકો સુભૂમ ચક્રવર્તી કાલ-પરિણામને આધીન બની સાતમી નારકભૂમિમાં ગયો.
ઈતિ સુભમ ચક્રવર્તીની કથા બ્રહ્મદત્ત ચક્રવર્તીની કથા
પહેલાં સાકેત નામના નગરમાં ચંદ્રાવતસંકનો પુત્ર ચંદ્ર સરખી મનોહર આકૃતિવાળો મુનિચંદ્ર નામનો પુત્ર હતો. ભારથી જેમ ભારવાળો કંટાળે, તેમ કામભોગથી કંટાળેલા તેણે સાગરચંદ્ર મુનિ પાસે જઈ દીક્ષા અંગીકાર કરી. જગતને પૂજ્ય એવી પ્રવ્રજ્યાનું પાલન કરતો કોઈક સમયે દેશાન્તરમાં વિહાર કરવા માટે તે ગુરૂની સાથે ચાલ્યો. ભિક્ષાનિમિત્તે માર્ગના ગામમાં તેણે પ્રવેશ કર્યો, પરંતુ ટોળાથી વિખૂટા પડેલ હરિણ માફક સાથથી છૂટો પડેલો અટવીમાં ભમવા લાગ્યો. ત્યાં આગળ ભૂખ-તૃષાથી પરેશાન થયેલો તે