SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૭૦ પ્રીતિ ન થાય ? જે લોકોને વલ્લભ ન થાય, તે માત્ર પોતાને નહિ પણ પોતાનું ધર્માનુષ્ઠાન પણ બીજા વડે દુષિત કરતો બીજાને બોધિલાભથી ભ્રષ્ટ કરવાના કારણભૂત બને છે. (૩૦) લજ્જાવાળો :~ લજ્જા એટલે શ૨મ. લજ્જાવાળો પ્રાણનો નાશ થાય તો પણ અંગીકાર કરેલનો ત્યાગ કરતો નથી. કહ્યું છે કે, લજ્જા એ ગુણ-સમૂહને જન્મ આપનારી અત્યંત શુદ્ધ હૃદયવાળી આર્યા માતા સરખી છે. અનેક ગુણોને જન્મ આપનારી એવી લજ્જાને પામેલા, સત્ય સિદ્ધાંતને વળગી રહેવાના વ્યસનવાળા સત્ત્વશાળી મહાપુરૂષો સુખ અને પ્રાણોનો પણ ત્યાગ કરે છે, પરંતુ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કરતા નથી. : (૩૧) દયાવાળો દુ:ખી જીવોના દુઃખ દૂર કરવાની અભિલાષાવાળો, ધર્મનું મૂળ દયા માનેલી છે, માટે અવશ્ય દયા કરે, (પ્રશમ. ૧૬૮) કહ્યું છે કે “જેમ પોતાના પ્રાણો પોતાને પ્રિય છે, તેવી રીતે દરેક ભૂતોને પણ પોતાના પ્રાણો તેટલા જ પ્રિય છે. માટે મનુષ્ય આત્માની ઉપમાથી દરેક જીવોની દયા કરવી જોઈએ. - (૩૨) સૌમ્ય :– અક્રૂર આકારવાળો - ક્રૂર એ દરેકને ઉદ્વેગ કરાવનાર થાય છે. 1 (૩૩) પરોપકાર કરવામાં તત્પર :- ૫૨ ઉ૫કા૨ ક૨વા માટે શૂરવીર. પરોપકાર કરનાર માણસ સર્વના નેત્રમાં અમૃતાંજન સરખો છે. (૩૪) અંતરંગ શત્રુ-પરિહાર પરાયણ :– અંતરંગ છ શત્રુઓનો પરિહાર કરવા તત્પર બનેલો હોય. તેમાં અયુક્તિથી અયોગ્ય રીતે કરેલા કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ શિષ્ટ ગૃહસ્થોને માટે અતરંગ છ શત્રુઓનો વર્ગ કહેલો છે. તેમાં કામ તે કહેવાય. જે બીજાની માલિકીની અગર-વગર પરણેલી સ્ત્રીની ઈચ્છા કરવી. પોતાનું કે સામાનું નુકશાન વિચાર્યા વગર ક્રોધ કરવો તે ક્રોધ, દાન દેવા યોગ્યને વિષે પોતાનું ધન ન આપવું અને નિષ્કારણ પારકું ધન ગ્રહણ કરવું તે લોભ. યુક્તિ-પૂર્વક કોઈએ શિખામણ આપી તો પણ ખોટો આગ્રહ રાખી ન સ્વીકારવી તે માન, કુલ, બલ, ઐશ્વર્ય, રૂપ, વિદ્યા વગેરે વડે અહંકા૨ ક૨વો, અથવા બીજાનો તિરસ્કાર કરવો, તે મદ, વગર કારણે બીજાને દુઃખ ઉત્પન્ન કરીને તથા જુગાર, શિકાર વગેરે અનર્થકારી કાર્યો કરીને મનનો પ્રમોદ કરવો તે હર્ષ નુકશાન કરનારા હોવાથી ત્યાગ કરવા લાયક છે. કહ્યું છે કે (૧) કામથી બ્રાહ્મણની કન્યાને બલાત્કારથી સત્તાવાર દાંડક્ય નામનો ભોજ બંધુઓ અને રાષ્ટ્ર સાથે વિનાશ પામ્યો હતો. વૈદેહ કરાલ પણ (૨) ક્રોધથી બ્રાહ્મણો પર વિક્રમ કરનાર જન્મેજય અને ભૃગુઓ પર વિક્રમ દર્શાવનાર તાલજય વિનાશ પામ્યો (૩) લોભથી ચારે વર્ણોને અભ્યાહાર કરાવનાર ઐલ (પુરુરવા) અને સૌવીર (દેશનો) અજબિંદુ વિનાશ પામ્યો. (૪) માનથી પરસ્ત્રીને ન આપતાં રાવણ અને દુર્યોધન રાજ્યથી ભ્રષ્ટ થયા. (૫) મદથી અંભોદભવ અને ભૂતાવમાની હૈહય (કાર્તર્વીય) અર્જુન વિનાશ પામ્યો. (૫) હર્ષથી અગસ્ત્યને પ્રાપ્ત કરતાં વાતાપિ અને દ્વૈપાયને ન પ્રાપ્ત કરતાં વોદૃષ્ટિ સંઘ વિનાશ પામ્યો’ (૩૫) ઈન્દ્રિય-સમુદાયને વશ કરનાર :– વશ કરવી અર્થાત્ જેણે ઈન્દ્રિયો પાસે સ્વચ્છંદપણાનો ત્યાગ કરાવ્યો છે. અત્યંત આસક્તિના ત્યાગ કરવાપૂર્વક સ્પર્શનાદિ ઈન્દ્રિયોના વિકારને રોકનાર ઈન્દ્રિયોનો જય ક૨વો તે પુરુષોને મહાસંપત્તિ માટે થાય છે. કહ્યું છે કે, ઈન્દ્રિયોનો અસંયમ એ આપત્તિનો માર્ગ છે અને તેનો જય કરવો તે સંપત્તિનો માર્ગ છે. ઈષ્ટ લાગે, તે માર્ગે જાવ. આ ઈન્દ્રિયો છે તે જ સર્વ છે. સ્વર્ગ અને નરક તે બંને પણ તે જ છે, જો વશ કરે તો સ્વર્ગ મળે છે અને છૂટી મૂકે નરક મળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy