SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ, ગ્લો.પ૬ ૬૯ ઝેર સરખું આચરણ કરે છે. એટલે ગુણવાન અતિથિ સાધુભગવંતોને ભક્તિથી અને દીન, દુઃખી અનાથ, પાંગળાને અનુકંપાથી આપવું તે ઉચિત રીતિ. (૨૦) અભિનિવેશથી રહિત – નીતિમાર્ગમાં અજ્ઞાત બીજાનો પરાભવ કરવાના પરિણામવાળો કાર્યનો આરંભ કરે, તે તુચ્છ માણસને અભિનિવેશ હોય તે માટે કહે છે– “અહંકાર નીચપુરુષોને નિષ્ફળતા, અનીતિ, દુર્ગુણો અને દુષ્કર કાર્યારંભ વડે ખેદ પમાડે છે. ઉલટા પ્રવાહમાં તરવાનો વ્યસની જળચર જંતુ વડે હેરાનગતિ પામે છે, તેની માફક અભિમાની પોતાના જ દુર્ગણથી પરેશાન થાય છે. માટે અભિનિવેશ-કદાગ્રહથી રહિત બનવું. કદાગ્રહથી રહિતપણું પ્રપંચથી નીચોમાં પણ કોઈક વખતે સંભવે છે માટે “હંમેશા' એમ જણાવ્યું. (૨૧) ગુણ-પક્ષપાત કરનાર – સૌજન્ય, દાક્ષિણ્ય, ઔદાર્ય, ધૈર્ય, તથા આવનારને પ્રિય શબ્દથી પધારો એમ પ્રથમ બોલવવા વગેરે; તથા સ્વ- પર ઉપકાર કરનાર આત્મ-ધર્મ સ્વરૂપ ગુણો વિષે પક્ષપાત એટલે બહુમાન તેની પ્રશંસા, સહાયક બનવું વગેરે અનુકુલ પ્રવૃત્તિ ગુણોના પક્ષ કરનાર જીવો અવંધ્ય પુણ્યબીજ વાવવા વડે નક્કી પરલોકમાં ગુણ સમુદાયની સંપત્તિ મેળવનાર થાય છે. (૨૨) પ્રતિષિદ્ધ દેશ-કાળ ચર્યા-પરિહાર - જે દેશ અને કાળમાં જે આચાર નિષેધ કરેલ હોય, તેને છોડતા તે પ્રમાણે વર્તે તો ચોર, ધાડપાડુ આદિથી નક્કી ઉપદ્રવ પામે છે. (૨૩) બલાબલનો જાણકાર – પોતાની અને બીજાની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સ્વરૂપ જે શક્તિ તેને જાણતો, તેવી જ રીતે નિર્બળતાને બલાબલનો વિચાર કરીને સર્વ કાર્યનો આરંભ કરવો, નહિતર પરિણામ વિપરીત આવે. કહ્યું છે કે – “છતી શક્તિમાં સહન કરનારાઓને શક્તિ પ્રમાણે સ્થાનમાં સહન કરવાથી તેની વૃદ્ધિ અને કસરત કરવાથી શરીર વૃદ્ધિ પામે છે. પરંતુ બલ વગરનો કાર્યારંભ કરે, તો સંપત્તિઓનો ક્ષય કરનાર બને છે” (૨૪) વૃત્તસ્થાનો અને જ્ઞાનવૃદ્ધોનો પૂજક - વૃત્ત અનાચારનો પરિહાર અને સારા આચારોનું પાલન તેમાં રહેલા તે વૃત્તUો. ત્યાગ કરવા યોગ્ય, આદરવા યોગ્ય વસ્તુનો નિર્ણય તે રૂપ જ્ઞાન, તેથી મોટા, જે વૃત્તો સદાચારી હોય, તેમ જ, જેઓ જ્ઞાનવૃદ્ધો હોય, તેઓની પૂજા કરનાર પૂજા તે કહેવાય કે સેવા કરવી, બે હાથની અંજલિ કરવી. આસન આપવું, ઉભા થવું, વૃત્તસ્થોની અને જ્ઞાનવૃદ્ધોની પૂજા વગેરે કરવાથી નક્કી કલ્પવૃક્ષ માફક તેમના સદોપદેશાદિ ફળની પ્રાપ્તિ થાય છે. (૨૫) પોષ્યનો પોષક – માતા-પિતા, પત્ની પુત્ર-પુત્રી, વગેરેને યોગ-ક્ષેમ કરવા રૂપ પોષણ કરવું. (૨૬) દીર્ઘદર્શી :- ભાવી દીર્ઘકાલ સંબંધી લાભ-અલાભનો વિચાર કરનાર (૨૭) વિશેષજ્ઞ – વસ્તુ, અવસ્તુ, કૃત્ય-અકૃત્ય સ્વ-પર વચ્ચેનો ફરક જાણનાર અને તેનો નિશ્ચય કરનાર. બે વચ્ચેનો તફાવત ન સમજનાર પુરુષ અને પશુમાં તફાવત નથી. અથવા ખાસ કરીને આત્માના જ ગુણો અને દોષો જાણનાર એ વિશેષજ્ઞ ગણાય. કહ્યું છે કે “મનુષ્ય હંમેશા પોતાનું ચારિત્ર તપાસવું જોઈએ કે, મારું આચરણ શું પશુ સરખું છે ? કે સત્પરૂષો સરખું છે ? (૨૮) કૃતજ્ઞ – પારકાએ કરેલ ઉપકારને જાણનારો, કૃતજ્ઞ માણસ તેને ભૂલી ન જાય, એવી રીતે ઉપકારી તરફથી જે કલ્યાણનો લાભ થાય, તેનું બહુમાન કરે, કૃતધ્વને તો બદલો વાળવાનો હોય જ નહિ, કહ્યું છે કે, “કૃતઘ્ન બદલો વાળવાનો ન હોય (૨૯) લોક-વલ્લભ – વિનયાદિક ગુણો વડે વિશિષ્ટ લોકને પ્રિય બનેલો હોય. ગુણવાન પ્રત્યેકોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy