________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
(૧૮) અબાધિત ત્રણ વર્ગ સાધનાર :- ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગ કહેવાય. જેથી અભ્યદય અને મોક્ષની સિદ્ધિ થાય તે ધર્મ. જેનાથી, સર્વ પ્રયોજન સિદ્ધ થાય તે અર્થ. અભિમાનથી ઉત્પન્ન થતા રસ સાથે ભળેલી સર્વ ઈન્દ્રિય-સુખ વિષયક પ્રીતિ, તે કામ આ ત્રણે વર્ગ એકબીજાને પરસ્પર હરકત ન આવે તેવી રીતે ત્રણે વર્ગ સાધવા પણ એક એક સાધવા, એમ નહિ. કહ્યું છે કે– “જે કોઈને પણ ત્રણ વર્ગની સાધના કર્યા વગરના શૂન્ય દિવસો આવે અને જાય છે, તે લુહારની ધમણ માફક શ્વાસ લેવા છતાં પણ જીવતો નથી. તેમાં ધર્મ અને અર્થના ઉપઘાત કરીને અતાત્વિક વિષય-સુખમાં લુબ્ધ બનેલા વનણાથી સમાન કોણ આપત્તિના સ્થાનને નથી પામતા ? જેને વિષય-ભોગમાં અત્યંત-આસક્તિ હોય છે, તેને ધન, ધર્મ કે શરીર નથી. ધર્મથી જ કામનો અતિક્રમ થાય તો ઉપાર્જન કરેલ ધન બીજાઓ ભોગવે. સિંહ હાથીનો વધ કરીને જેમ માત્ર પાપાધિકારી બને છે, તેમ પોતે માત્ર પાપનો અધિકારી બને છે અર્થ અને કામનું ઉલ્લંઘન કરીને-ધર્મ, અને સેવા સાધુઓનો જ ધર્મ કહી શકાય. ગૃહસ્થોનો ધર્મ ન હોય, ધર્મને હરકત આવે તેમ અર્થ, કામ ન સેવવા, વાવવાના બીજનું ભોજન કરનાર ખેડૂતના કુટુંબ માફક અધાર્મિક ભાવી કંઈ પણ કલ્યાણ થતું નથી. ખરેખર સુખી તે કહેવાય છે કે, આવતા ભવના સુખને બાધા ન પહોંચે તેમ આ લોકના સુખનો અનુભવ એવી રીતે અર્થ ઉપાર્જન કરવામાં બાધા કરીને ધર્મ અને કામ બન્નેનું સેવન કરનાર દેવું વધારે છે. કામને હરકત પહોચે તેમ ધર્મ અને અર્થનું સેવન કરનારને ગૃહસ્થપણું ટકતું નથી. એવી રીતે તાત્વિક, મૂલહર અને કદર્યને વિષે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેમાં એકબીજાને હરકત આવવી તે સુલભ છે તે આ પ્રમાણે–
તાત્વિક તે કહેવાય કે જે કંઈ પણ વિચાર કર્યા વગર ઉપાર્જન કરેલ ધનને ફાવે તેમ ખરચી નાંખે, મૂલહર તે કહેવાય કે જે પિતા, દાદા કે પૂર્વજોએ ઉપાર્જન કરેલ ધન અન્યાયથી ભક્ષણ કરી પુરું કરે, કદર્ય-કંજૂસ તે કહેવાય કે જે નોકરો અને પોતે અનેક પીડા સહન કરી ધન એકઠું કરે, પરંતુ કયાંય પણ ખર્ચે નહિ. તેમાં ધન નાશ પામવાથી ધર્મ અને કામનો વિનાશ થવાથી તાત્વિક અને મૂલહર બંનેનું કલ્યાણ થતું નથી. કંજૂસ-લોભીનો અર્થ-સંગ્રહ રાજા, પિત્રાઈઓ કે ચોરો માટે તે નિધિ બને છે. પરંતુ તે ધન ધર્મ અને કામના હેતભૂત બની શકતું નથી. આમ કહીને ગૃહસ્થ ત્રણ વર્ષની બાધા કરવી તે અનુચિત છે– એમ પ્રતિપાદન કર્યું. હવે કદાચ દૈવયોગે તેમાં બાધા ઉભી થવાનો વખત આવે તો ઉત્તરોત્તરની બાધામાં પૂર્વ પૂર્વની બાધાનું રક્ષણ કરવું. તે આ પ્રમાણે કામની બાધામાં ધર્મ અને અર્થની બાધાનું રક્ષણ કરવું તે બેની હાજરીમાં કામ સુખેથી ઉત્પન્ન કરી શકાય છે. કામ અને અર્થની બાધામાં ધર્મનું રક્ષણ કરવું. કારણકે અર્થ અને કામનો હેતુ હોય તો ધર્મ છે. કહ્યું છે કે- “ખપ્પર માત્રથી આજીવિકા કરતો હતો અને જો ધર્મ સીદાતો ન હોય તો હું મહા ધનાઢય છું – એમ સમજવું' સાધુઓ હંમેશા ધર્મ-ધનવાળા હોય છે.
(૧૯) અતિથિ આદિનો પૂજક :– સતત પ્રવૃત્તિમાં સુંદર એકાગ્રતા યુક્ત અનુષ્ઠાન કરવાપણાથી તિથિ દિનનો જેને વિભાગ નથી તે અતિથિ, કહેલું છે કે – “તિથિ અને પર્વોના ઉત્સવોનો જે મહાત્માએ ત્યાગ કર્યો છે. તેને અતિથિ જાણવા અને તે સિવાય બાકીનાને અભ્યાગત પરોણા જાણવા” સાધુ ભગવંતો સુંદર આચારમાં તલ્લીન તેમજ સમગ્ર લોકમાં પ્રશંસા કરવા યોગ્ય હોય છે. “દી ધાતુ ક્ષય થવાના અર્થમાં હોવાથી જેની ધર્મ, અર્થ અને કામની આરાધના કરવાની સમગ્ર શક્તિ ક્ષીણ થઈ છે, તેવા દીન, જણાવેલી વ્યાખ્યાવાળા અતિથિ સાધુ તેઓને ઉચિત રીતિએ અન્ન-પાનાદિ સત્કારભક્તિ પૂર્વક આપવા કહ્યું છે કે, “એક બાજુ એક માત્ર ઔચિત્ય અને બીજી બાજુ કરોડો ગુણો. ઔચિત્ય-રહિત ગુણ-સમુદાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org