________________
૬૭
પ્રથમ પ્રકાશ, શ્લો.૫૬
(૧૩) સંપત્તિ અનુસાર વેષ રાખનાર :- વસ્ત્ર, અલંકાર આદિનો ભોગવટો ધન, વય, અવસ્થા, દેશ, કાળ, જાતિ આદિના અનુસાર કરવો. વૈભવ અનુસાર વેષ ન ધારણ કરનાર લોકોમાં હાંસીપાત્ર થાય છે. તેની તુચ્છતા, તેણે અન્યાય કર્યો હશે એવી સંભાવના થાય વગેરે દોષો છે અથવા ખર્ચ આવક પ્રમાણે વેષ, વૈભવ અનુસાર કરતો, એવો બીજો અર્થ કરવો આવક થતી હોવા છતાં જે કંજુસાઈથી ખર્ચે નહિ. વૈભવ હોવા છતાં ખરાબ વસ્ત્ર પહેરતો હોય તે લોકોમાં નિંદાપાત્ર બની ધર્મમાં પણ અધિકારી ન બને.
(૧૪) બુદ્ધિના આઠ ગુણવાળો - સુશ્રુષા આદિ બુદ્ધિના આઠ ગુણવાળો હોય. તે ગુણો આ પ્રમાણે–૧. શાસ્ત્ર સાંભળવવાની અભિલાષા. ૨. શ્રવણ કરવું. ૩. શ્રવણ કરી ગ્રહણ કરવું. ૪. ભૂલી ન જતાં તેને ધારણ કરી રાખવું. ૫. જાણેલા અર્થના આધારે બીજા અર્થનો તર્ક કરવો. ૬. અપોહ એટલે ઉક્તિ અને યુક્તિથી વિરુદ્ધ અર્થવાળા હિંસાદિક આત્માને નુકશાન કરનારની સંભાવનાથી પાછા હઠવું. અથવા ઊહ-સામાન્યજ્ઞાન અને અપોહ વિશેષજ્ઞાન, ૭. અર્થ-વિજ્ઞાન એટલે ઊહાપોહના યોગથી મોહ અને સંદેહ દૂર થાય તેથી સમ્યજ્ઞાન પ્રગટ થાય. ૮. તત્ત્વ જ્ઞાન એટલે ઊહ-અપોહના વિશેષ પ્રકારના જ્ઞાનથી વિશુદ્ધિવાળું નિશ્ચયજ્ઞાન– આ આમ જ છે. એવો જ નિશ્ચય શુશ્રુષાદિ ગુણો વડે જેણે બુદ્ધિપ્રકર્ષ પ્રાપ્ત કર્યો હોય, તેવો પુરૂષ કદાપિ અકલ્યાણ ન પામે, આ આઠ બુદ્ધિગુણો યથાસંભવ દેખવા.
(૧૫) દરરોજ ધર્મ શ્રવણ કરનાર :- અભ્યદય અને મોક્ષના કારણ સ્વરૂપ ધર્મને હંમેશા શ્રવણ કરવામાં તત્પર, ધર્મનું શ્રવણ કરનાર મનની અશાંતિ દૂર કરી આનંદનો અનુભવ કરે છે. કહ્યું છે કે, ધર્મ-વ્યાખ્યાન શ્રવણ, ઉપયોગી સુભાષિત, એ કંટાળેલાના ખેદને દૂર કરે છે. તપેલાને ઠંડો કરે છે. મૂઢને બોધ પમાડે છે. અવ્યવસ્થિત ચંચળને સ્થિર કરે છે” દરરોજ ધર્મ શ્રવણ કરવાથી ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિમાં સહાયભૂત થાય છે. બુદ્ધિના ગુણોમાં જણાવેલ માત્ર શ્રવણથી આનો ભેદ છે.
(૧૬) અજીર્ણમાં ભોજન ત્યાગ કરનાર - પહેલા ભોજન કર્યું હોય તે પચ્યું ન હોય, ત્યારે નવા ભોજનનો ત્યાગ કરે એવા સ્વભાવવાળો. સર્વ રોગોનું મૂળ હોય તો અજીર્ણ અને તેમાં ભોજન કરે તો તેની વૃદ્ધિ કરી ગણાય. રોગ અજીર્ણથી થવાવાળા છે' એમ વૈદકમાં કહેલું છે. અજીર્ણ તેના ચિન્ડથી જાણી શકાય છે. મલ અને વાછૂટની ગંધ વધારે દુર્ગધવાળી હોય. વિષ્ટાનો ભેદ, શરીર ભારે લાગે ભોજનની અરુચિ, ખાટા અને ખરાબ ઓડકાર આવે-અજીર્ણના આ છ પ્રગટ ચિહ્નો છે.
(૧૭) નિયમિત કાળે પથ્ય ભોજન કરનાર :- ભૂખ લાગે ત્યારે આહાર લેનાર આસક્તિ રહિતપણે જઠરાગ્નિ અનુસાર પ્રમાણસર ભોજન કરે. વધારે પ્રમાણમાં ભોજન કરવાથી ઉલટી કે ઝાડા અને કદાચ મરણ પણ થઈ જાય, તેથી તે ઠીક ગણાતું નથી. જે પ્રમાણોપેત ખાય, તેણે ઘણું ખાધું, વગર ભૂખમાં અમૃત ખાય તો પણ ઝેરરૂપ થાય તથા સુધાકાલ વીતી ગયા પછી ખાય તો અન્ન ઉપર દ્વેષ અને શરીરમાં પીડા થાય. અગ્નિ ઓલવાઈ ગયા પછી ઇંધણા શું કામ લાગે ?
આહાર-પાણી પણ પોતાના શરીરને માફક આવે તેવા જ સુખી થવા માટે ગ્રહણ કરવા યોગ્ય છે અને તે સાત્વિક કહેવાય. આવા પ્રકારના સામ્ય-લક્ષણથી જીંદગી સુધી માપસર કરેલું ભોજન વિષ હોય તો પણ હિતકારી બને છે. અતિસાત્વિક પણ પથ્યનું જ સેવન કરે. નહિ કે સામ્ય-માફક હોય તો પણ અપથ્ય-અહિતકારી ન સેવન કરે. ‘બળવાનને સર્વપથ્ય છે.” એમ માની કાલકુટ ન ખાય. વિજતંત્રને જાણનારો સારી રીતે નિષ્ણાત થયો હોય તો પણ કદાચિત વિષથી મૃત્યુ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org