________________
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ દાસી, નપુંસક, તાલાચર, શ્રમણ, બ્રાહ્મણ, ચાંડાલ, જાળ નાંખનાર, શિકાર કરનાર, ગારૂડી, અંત્યજ (હરિજન), ભીલ, માછીમાર વગેરેનો પાડોશ ન કરવો (ઓ. નિ. ૭૬૭)
(2) સદાચારી સાથે સોબત - આ લોક અને પરલોકમાં હિતકારી પ્રવૃત્તિ કરનાર સાથે સોબત કરવી. પરંતુ ખલ, ઠગારા, જાર, ભાટ સૈનિક, ભાંડ-ભવાયા, નટ આદિની સાથે સોબત કરવાથી શીલ હોય તે પણ વિનાશ પામે છે. કહ્યું છે કે – “જો સજ્જન પુરૂષોનો સમાગમ કરીશ, તો તારો ભવિષ્યકાળ સુધરી જશે અને જો દુર્જન સાથે સોબત કરીશ, તો તારૂં પતન થશે, સંગ એ સર્વપ્રકારે ત્યાગ કરવા લાયક છે, પરંતુ તે ત્યાગ કરવા સમર્થ ન બની શકે તો સજ્જન સાથે કરજે, કારણકે સંગનું ઔષધ સંતપુરૂષો છે.”
(૯) માતા-પિતાનો પૂજક - ત્રણે સંધ્યા સમયે માતા-પિતાને પ્રણામ કરી પૂજા કરનાર, તેમજ તેમને પરલોકના હિતકારી ધર્માનુષ્ઠાનમાં જોડનાર, તથા દરેક કાર્યમાં તેમની આજ્ઞાથી પ્રવૃત્તિ કરનાર, સારા વર્ણ અને ગંધવાળા પુષ્પ, ફળાદિક તેમને આપ્યા પછી પોતે વાપરનાર તથા તેમને જમાડી જમનાર હોય. તેમ ન કરે તો અનુચિત ગણાય. માતા વધારે પૂજનીય હોવાથી પિતા-માતા એમ ન કહેતા “માતાપિતા” એમ કહીને માતાને પ્રથમ સ્થાપન કરેલ છે. મનુસ્મૃતિમાં કહ્યું છે – દશ ઉપાધ્યાય બરાબર એક આચાર્ય, સો આચાર્ય બરાબર એક પિતા, હજાર પિતા બરાબર એક માતા, તે ગૌરવથી વધી જાય છે.” (મનુ ૨/૧૪૫).
(૧૦) ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ – પોતાના કે શત્રુરાજાનો ભય હોય, દુકાળ, મરકી રોગ લોકોનો વિરોધ થવાથી સ્થાન, ગામ, નગર અશાંતિવાળું બની ગયું હોય, તો તેવા ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરનાર, તેવા સ્થાનનો ત્યાગ ન કરે તો પહેલા ઉપાર્જન કરેલ ધર્મ, અર્થ અને કામ વિનાશ પામે છે અને નવીન ઉપાર્જન ન કરવાથી બંને લોક બગડે છે.
(૧૧) નિંદનીય કાર્યમાં ન પ્રવર્તનાર - દેશ જાતિ, કુલની અપેક્ષાએ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ના કરનાર, દેશ-ગહિત જેમ કે સૌવીરદેશમાં ખેતી અને લાટદેશમાં મદિરા પાન ખરાબ ગણાય. જાતિની અપેક્ષાએ જેમ બ્રાહ્મણ સુરાપાન કરે. તલ, લવણ આદિનો વેપાર કરે. કુલની અપેક્ષા જેમ ચૌલુક્ય વંશમાં મદિરા પાનરૂપ નિંદનીય કાર્ય કરનાર બીજા સારાં ધાર્મિક કાર્યો કરે, તો પણ લોકોમાં હાંસીપાત્ર બને છે, તથા–
(૧૨) આવક અનુસાર ખર્ચ કરનાર :- પોષણ કરવા યોગ્ય આશ્રિતોનું ભરણ-પોષણ પોતાનો ભોગવટો, દેવતા અને અતિથિના પૂજન-સત્કારમાં દ્રવ્યનો ખર્ચ કરવો તે વ્યય, ખેતી, પશુપાલન, વેપાર, ખર્ચ, નોકરી, વગેરેથી જે દ્રવ્ય-પ્રાપ્તિ થાય. તેને અનુરૂપ ખર્ચ પકરવો. કહ્યું છે કે– “વેપારાદિકમાં જે કમાણી થાય તેને અનુસારે દાન કરવું, ઉચિત ભોગવવું અને ઉચિત રકમ બચાવીને અનામતરૂપ નિધિ કરે. કેટલાકો કમાણીના અનુસારે ચોથો ભાગ વ્યય કરવા કહે છે (પંચ સૂ.૨) તે આ પ્રમાણે – “આવકમાંથી ચોથો ભાગ ભંડારમાં, ચોથો ભાગ વ્યાજ કે વેપારમાં, ચોથો ભાગ ધર્મ અને ઉપભોગમાં અને ચોથો ભાગ ભરણ-પોષણ કરવા યોગ્યના પોષણમાં વહેંચી નાંખે.” વળી કેટલાક કહે છે કે, “આવક થઈ હોય તેમાંથી અર્ધ ઉપરાંત ધર્મમાં વાપરવું. બાકી વધેલાથી પ્રયત્નપૂર્વક તુચ્છ એવા આલોકના કાર્યમાં વાપરે. આવકથી જો અનુચિત રીતે ખર્ચ વધારે કરવામાં આવે, તો રોગ જેમ શરીરને દુર્બળ બનાવે છે. તેમ સમગ્ર વૈભવ પણ બધા વ્યવહાર માટે પુરુષને અસમર્થ બનાવે છે. કહેવું છે કે- “આવક અને ખર્ચનો હિસાબ ગણ્યા વગર જે કુબેરની માફક મોટો ખર્ચ રાખે છે, તે અહીં ટૂંકા કાળમાં ખરેખર ભીખ માંગનાર થાય છે” તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org