________________
પ્રથમ પ્રકાશ, શ્લો.પ૬
૬૫
રાક્ષસ વિવાહ. ૮. સૂતેલી કે પ્રમત્તદશામાં કન્યાને ગ્રહણ કરવી તે પિશાચવિવાહ. આ પાછળના ચારે અધાર્મિક વિવાહ છે. જો વર અને કન્યા બંને પરસ્પર રાજીખુશી હોય તો, અધાર્મિક વિવાહ પણ ધાર્મિક બની જાય છે. શુદ્ધ સ્ત્રીના લાભ-ફળવાળો વિવાહ છે. અશુદ્ધ ભાર્યાદિના યોગમાં નરક જ મળે છે. વધુનું રક્ષણ કરનાર, સુંદર પુત્રોની સંતતિ, અખંડ ચિત્તની શાંતિ, ઘરના કાર્યોની સંભાળ કરે, ઉત્તમકુળના આચારની વિશુદ્ધતા જાળવે, દેવ, ગુરુ અતિથિ, બાંધવો, સગા-વ્હાલા, મિત્રો આદિનો રૂડી રીતે સત્કાર કરે. આ શુદ્ધ કલત્રના ફળો છે. વધુને રક્ષણ કરવાના ઉપાયો જણાવે છે–૧ ઘરના કાર્યોમાં જોડી દેવી. ૨. પ્રમાણોપેત ધન સોંપવું. ૩. સ્વતંત્રતા ન આપવી. ૪. માતા તુલ્ય સ્ત્રીલોક વચ્ચે રાખવી.
(૪) પાપભીરૂ - દેખાતાં અને ન દેખાતાં નુકશાન કરનાર પાપકાર્યો, તેથી ડરનાર, તેમાં ચોરી પરદારી (જારી), જુગાર રમવો વગેરે આ લોકમાં પણ દેખીતા નુકસાન કરનાર સકલ લોકમાં પ્રસિદ્ધ પાપો છે. વળી, અનેક દુન્યવી વિડંબના પમાડનાર પ્રત્યક્ષ કારણો છે. મદ્યપાન કરવું, માંસાહાર કરવો વગેરેથી નરકમાં જવું પડે છે અને ત્યાંની પારાવાર વેદના ભોગવવાની શાસ્ત્રમાં પણ કહેલ છે. એ પરોક્ષ નુકશાનના કારણો સમજવાં.
(૫) પ્રસિદ્ધ દેશાચાર પાળવા – તથા પ્રકારના બીજા શિષ્ટપુરુષોને માન્ય અને ઘણા કાળથી રૂઢીથી ચાલ્યા આવતા દેશના ભોજન, કપડાં પહેરવા વગેરે વિવિધ ક્રિયાત્મક સમગ્ર જ્ઞાતિ મંડળનો રીત-રિવાજ સમ્યન્ રીતે આચરતો હોય. તે દેશ કે જ્ઞાતિના આચારનું ઉલ્લંઘન કરવાથી તે દેશ કે જ્ઞાતિના લોકોનો વિરોધ થવાથી અકલ્યાણ પ્રાપ્ત થાય.
(૬) ન અવર્ણવાદી – કોઈનો પણ અવર્ણવાદ ન બોલવો , પછી ભલેને જધન્ય મધ્યમ કે ઉત્તમ હોય. પારકા (બીજાના) અવર્ણવાદ–નિંદા કરવામાં ઘણાં દોષો છેઃ- પારકાની નિંદા અને પોતાની પ્રશંસા કરવાથી નીચગોત્ર બંધાય છે – જે દરેક ભવમાં ઉદય આવે છે અને કરોડો ભવે પણ તે નીચગોત્ર છૂટી શકતું નથી. (પ્રથમ. ૧૦૦) આ પ્રમાણે સકલ લોક સંબંધી અવર્ણવાદ નુકશાન કરે છે, તો પછી રાજા પ્રધાન, પુરોહિત વગેરે ઘણા લોકોને માન્ય એવા આગેવાન પુરુષના અવર્ણવાદનો વિશેષ પ્રકારે ત્યાગ કરવો. રાજાદિકનો અર્વણવાદ કરવાથી ધન અને પ્રાણોનો નાશ થાય છે.
(૭) રહેઠાણ સ્થાન કેવું હોવું જોઈએ ? :- અનેક પ્રવેશ અને નિર્ગમન દ્વારોથી રહિત ઘર હોય. મકાનમાં વધારે જવા આવવાના દરવાજા હોય તો, આપણી જાણ બહાર દુષ્ટ લોકો આવી, સ્ત્રી, ધન વગેરેનો વિનાશ કરે. અનેક કારનો નિષેધ કહીને વિધિ જણાવે છે કે, ગૃહસ્થ નિયમિત ઓછા દ્વારવાળા સુરક્ષિત ઘરવાળા બનવું, તેવા પ્રકારનું ઘર પણ યોગ્ય સ્થાનમાં વસાવવું, પણ અસ્થાનમાં વસાવવું નહિ. જે સ્થાનમાં હાડકાં વગેરે શલ્ય હોય તેવા સ્થાનથી રહિત તેમજ ઘણી ધ્રો, ઘા, પ્રવાલ, છોડવા, પ્રશસ્ત વનસ્પતિ ઉગતી હોય. સારા વર્ણ એ ગંધયુક્ત મટોડોવાળી હોય તથા જ્યાં સ્વાદવાળું પાણી નીકળતું હોય. નિધાનવાળી જગ્યાને સારા સ્થાનમાં ગણી છે. સ્થાનના ગુણ-દોષો શકુન સ્વપ્ન અને તે વિષયનાં શાસ્ત્રો વગેરે નિમિત્તના બલથી જાણી શકાય છે. સ્થાનને વિશેષ પ્રકારે વર્ણવે છે. અતિપ્રગટ કે અતિગુપ્ત ન હોય. બહુ પ્રગટ હોય તો, આસપાસ નજીકમાં બીજા ઘર ન હોવાથી ચારે બાજુ ખુલ્લું હોવાથી ચોર વગેરે ઉપદ્રવ કરે. બહુગુપ્ત હોય તો ચારે બાજુ બીજા ઘરોથી ઘેરાઈ જાય તો, પોતાના ઘરની શોભા ન દેખાય. આગ લાગે તો મુશ્કેલથી બહાર નીકળાય. સ્થાન કેવું હોય ? સારા વર્તાવવાળા પાડોશીનો જ્યાં વાસ હોય. ખરાબ આચારવાળા પાડોશી હોય તો તેનો વાર્તાલાપ સાંભળી તેની ચેષ્ટાઓ દેખી ગુણવાળાઓના પણ ગુણોની હાનિ થાય. શાસ્ત્રમાં ખરાબ પડોશીયો આ પ્રમાણે જણાવેલ છેઃ- વેશ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org