________________
६४
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પાંચેય ઈન્દ્રિયોને કાબુમાં રાખનારો હોય તે આત્મા જ ગૃહસ્થધર્મને આદરવા માટે યોગ્ય રહ્યો છે. / ૪૭ થી પ૬ ||
ટીકાર્થઃ (૧) ન્યાયસંપન્ન-વૈભવ – સ્વામિદ્રોહ, મિત્રદોહ, વિશ્વાસુનો વિશ્વાસઘાત તથા ચોરી વગેરે નિંદનીય અપાયોનો ત્યાગ કરી ધન ઉપાર્જન કરવાના કારણભૂત, પોતપોતાના વર્ણને બંધ બેસતા સદાચાર અને ન્યાયથી ઉપાર્જન કરેલ વૈભવવાળો, આ લોકમાં હિતકારી બને છે. કોઈને શંકા ન થાય તે રીતે પોતાના શરીરથી તેના ફળને ભોગવનાર બને છે અને મિત્રો તથા સ્વજનોમાં પણ યથાયોગ્ય વહેંચણી કરી શકે છે. કહેવું છે કે – “પોતાના કર્મ અને બલથી ગર્વિત ધીર પુરુષો દરેક સ્થળે પવિત્ર અને નિઃશંક હોય છે, ખરાબ કાર્ય કરનાર અને પોતાના આત્માને કુકર્મથી મલિન કરનાર પાપીઓ દરેક સ્થાનમાં શંકાવાળા હોય છે.” પરલોકના હિત માટે સાત ક્ષેત્રરૂપ સત્પાત્રમાં પોતાના ન્યાયવાળા ધનનો વિનિયોગ કરવાથી તથા દીન, અનાથાદિકને અનુકંપાથી આપવાથી, અન્યાયથી એકઠા કરેલ ધનથી તો બંને લોકોનું અહિત જ થાય છે. લોક-વિરુદ્ધ કાર્ય કરનારાઓને આ લોકમાં વધ, બંધન, અપકીર્તિ અને પરલોકમાં તેવા પાપથી નરકાદિક દુર્ગતિમાં ગમન કરવું પડે છે. જો કે કોઈકને પાપાનુબંધી પુણ્ય કર્મના યોગે આ લોકમાં વિપત્તિ ન દેખાય, તો પણ ભાવી કાળ કે ભવમાં તે નક્કી વિપત્તિ પામવાનો જ. કહ્યું છે કે – “અર્થમાં રાગાન્ધ બનેલો પ્રાણી પાપ કરીને કોઈ વખત ફળ પ્રાપ્ત કરે છે, પરંતુ કાંટામાં પરોવેલ માંસ માફક તેનો નાશ કર્યા વગર તે પાપનો અંત આવતો નથી.” માટે ન્યાય જ પરમાર્થથી ધન ઉપાર્જન કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જે માટે કહ્યું છે કે – “હવાડા તરફ જેમ દેડકાઓ, પૂર્ણ સરોવર તરફ પક્ષીઓ જાય, તેમ શુભકર્મવાળા તરફ સર્વ સંપત્તિઓ વશ થઈને ચાલી આવે છે.” ગૃહસ્થોને વૈભવ એ પ્રધાન કારણ હોવાથી પ્રથમ ન્યાયસંપન્નવૈભવ નામનો ગુણ જણાવ્યો. તથા
(૨) શિષ્ટાચાર-પ્રશંસક – વ્રત-તપ કરનાર જ્ઞાનવૃદ્ધની સેવા કરતાં પ્રાપ્ત કરેલ વિશુદ્ધ શિખામણવાળો શિષ્ટ પુષવિશેષ, તેનું સુંદર વર્તન-જેમ કે :-“લોકના અપવાદથી ડરનારો, દીન દુ:ખીના ઉદ્ધાર કરવામાં આદરવાળી, કરેલા ગુણનો જાણનાર, સારા દાક્ષિણ્ય ગુણવાળો” (યોગબિન્દુ ૧૨૬) આ સર્વને સદાચારવાળા કહેલા છે. તેની પ્રશંસા કરનાર. જેમ કે - “આપત્તિ-સમયે ઉત્તમ સ્થાનને ન છોડવું. મહાપુરુષોને અનુસરવું. દરેકને પ્રિય અને પ્રામાણિક વૃત્તિથી જીવન-નિર્વાહ કરવો, પ્રાણોના ત્યાગ પ્રસંગે પણ નિંદનીય કાર્ય ન કરવું. દર્જન પાસે કદાપિ પ્રાર્થના ન કરવી, મિત્રો પાસે લગાર પણ ધન ન માંગવું. દુ:ખે કરી નિર્વાહ કરી શકાય તેવા પ્રકારનું અસિધારા પર ચાલવા સરખું આ વ્રત સજ્જન પુરુષોને કોણે શીખવ્યું હશે ?” તથા
(૩) સમાન કુલ અને શીલવાળા સાથે વિવાહ – પિતા, દાદા આદિ પૂર્વ પુરુષોના વંશ તે કુલ અને મઘ માંસ-રાત્રિભોજનાદિના ત્યાગરૂપ શીલ-રૂપ સરખા આચાર તે સમાન કુલ-શીલ કહેવાય. તેવા પ્રકારના એક પુરૂષથી થએલ વંશ તેમાં જન્મેલા એક ગોત્રવાળા કહેવાય, તેથી ભિન્ન અન્ય ગોત્રવાળા સાથે વિવાહ કરવો. અગ્નિ દેવતાદિકની સાક્ષીએ પાણિગ્રહણ કરવું. તે વિવાહ કહેવાય. લોકમાં તે આઠ પ્રકારનો કહેલો છે. ૧. વસ્ત્રાભૂષણથી શણગાર સજાવટ કરી કન્યાદાન કરવું તે બ્રાહ્ય નામનો વિવાહ. ૨. વૈભવનો વિનિયોગ કરી કન્યાદાન થાય, તે પ્રજાપત્ય ૩. ગાય, બળદના દાનપૂર્વકના આર્ય, ૪ યજ્ઞ કરવા માટે યજ્ઞક્રિયા કરાવનારને દક્ષિણામાં કન્યાદાન અપાય તે દૈવ. આ ચાર ધર્મે વિવાહ કહેવાય. ૫. માતા-પિતા કે ભાઈઓની રજા સિવાય પરસ્પરના અનુરાગથી માહોમાંહે સંબંધ કરવો તે ગાંધર્વવિવાહ. ૬. શરતથી બંધનમાં આવી કન્યાપ્રદાન કરવું તે આસુરવિવાહ૭. બળાત્કારે કન્યા ગ્રહણ કરવી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org