SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ નિયમ, સ્વચ્છંદ—ચેષ્ટાનો ત્યાગ તે બીજા પ્રકારની કાયગુપ્તિ ॥ ૪૪ ॥ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું આગમપ્રસિદ્ધ માતાપણું બતાવે છે— ४५ एताश्चारित्रगात्रस्य, जननात्परिपालनात् । संशोधनाच्च साधूनां मातरोऽष्टौ प्रकीर्तिताः ॥ ४५ I અર્થ : આ ઉપર્યુક્ત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ચારિત્રરૂપ શરીરને ઉત્પન્ન કરનાર, પાલ કરનાર અને સમ્યગ્ રીતે શુદ્ધકરનાર હોવાથી તે આઠેયને પ્રવચનમાતાની ઉપમા આપી છે. ॥ ૪૫ | ટીકાર્થ : આ સમિતિ તથા ગુપ્તિઓને શાસ્ત્રમાં આઠ માતાઓ કહેલી છે. માતાપણાના હેતુ જણાવતા કહે છે કે, સાધુઓને ચારિત્ર એ જ શરીર છે. તે ચારિત્ર-શરીરને જન્મ આપનાર હોવાથ ચારિત્ર-શરીરનો જન્મ થયા પછી સર્વ ઉપદ્રવોનું નિવારણ કરી પાલન કરનાર હોવાથી તેમજ પોષ કરી ચારિત્ર-શરીરને વધારનાર હોવાથી ચારિત્રગાત્ર અતિચારથી માલિન થાય તો તેને સાફ રાખી નિર્મ કરનાર હોવાથી આ અષ્ટ પ્રવચનમાતાઓ છે ॥ ૪૫ ॥ ચારિત્રની વ્યાખ્યા કરી ઉપસંહાર કરે છે - ४६ सर्वात्मना यतीन्द्राणा - मेतच्चारित्रमीरितम् યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ 1 यतिधर्मानुरक्तानां, देशतः स्यादगारिणाम् ॥ ४६ 11 અર્થ : સર્વ સાવધયોગની વિરતિ સ્વરૂપ ઉપર વર્ણવેલ ચારિત્ર, તે ઉત્તમ મુનિવરોને કહેલું છે અને યતિધર્મ તરફ અત્યંત અનુરાગવાળા ગૃહસ્થોને દેશથી દેશવિરતિ ચારિત્ર હોય છે. II ૪૬ II ટીકાર્થ : સર્વવિરતિ અને દેશવિરતિ એમ બે પ્રકારવાળું ચારિત્ર છે. સર્વ સાવધ વ્યાપારનો સર્વપ્રકા ત્યાગ કરવો. તે સર્વવિરતિ ચારિત્ર મૂળગુણ અને ઉત્તરગુણ સહિત ઉત્તમ સાધુ ભગવંતોને હોય છે દેશચારિત્રના અધિકારી કોણ ગણાય ? તે જણાવતા કહે છે કે, ગૃહસ્થોને દેશ ચારિત્ર હોય છે. ગૃહસ્થ કેવા હોય ? સંઘણયાદિ દોષથી સર્વવિરતિ ન કરી શકતા હોવા છતાં સર્વવિરતિ ચારિત્રમાં અત્યં અનુરાગવાળા હોય છે. કહ્યું છે કે - દેશવિરતિ–પરિણામવાળો શ્રાવક સર્વવિરતિની અભિલાષાવાળો જ હોય. યતિધર્મના અનુરાગ વગરના ગૃહસ્થ શ્રાવકોને કદાચ શ્રાવકના વ્રતો હોય, તો પણ તેનું શ્રાવકપ બરાબર નથી. ॥ ૪૬ || દેશવિરતિ ચારિત્રમાં જેવા પ્રકારનો ગૃહસ્થ ધર્માધિકારી બની શકે તે બતાવવા માટે તાહિ કહીને પ્રસ્તાવના કરે છે– ४७ न्यायसम्पन्नविभवः १ शिष्टाचारप्रशंसक : २ 1 कृतोद्वाहोऽन्यगोत्रजै: ३ II ४७ II कुलशीलसमैः सार्द्धं पापभीरु : ४ प्रसिद्धं च देशाचारं समाचरन्५ । अवर्णवादी न क्वापि राजादिषु विशेषतः ६ ॥ ४८ 11 ४९ अनतिव्यक्तगुप्ते च, स्थाने सुप्रातिवेश्मिके । अनेकनिर्गमद्वारविवर्जितनिकेतनः ७ ॥ ૪૧ ॥ ४८ Jain Education International For Private & Personal Use Only 7 www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy