________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૪૦-૪૪ કે, “સમિતિવાળો નક્કી ગુપ્તિવાળો છે. ગુપ્તિવાળો સમિતિ વિષે ભજનાવાળો છે. કુશલ વાણીને બોલતો વાગુપ્તિવાળો એ ભાષા સમિતિવાળો પણ છે. (બુ. ક. મા. ૪૪૫૧) ૪૨ | કાયગુપ્તિ બે પ્રકારની છે. એક ચેષ્ટા વિનાની અને બીજી નિયમિત ચેષ્ટાવાળી, તેમાં પહેલી જણાવે છે. ४३ उपसर्गप्रसङ्गेऽपि कायोत्सर्गजुषो मुनेः ।
स्थिरीभावः शरीरस्य, कायगुप्तिर्निगद्यते ॥.. ४३ ॥ અર્થ : કાર્યોત્સર્ગવાળો મુનિ ઉપસર્ગના પ્રસંગમાં પણ શરીરની નિશ્ચલતા રાખે, તે કાયગુપ્તિ કહેવાય. || ૪૩ //
ટીકાર્થ : દેવતાઓએ, મનુષ્યોએ અને તિર્યંચોએ કરેલા ઉપદ્રવો તેમજ ઉપલક્ષણથી સુધા, તૃષા વગેરે પરિષહોના પ્રસંગમાં અપિ શબ્દથી તેના અભાવના પ્રસંગમાં પણ મુનિની કાયાનો ત્યાગ, કાયાની નિરપેક્ષતા સ્વરૂપ કાયોત્સર્ગ તેની નિશ્ચલતા અથવા યોગ-નિરોધ કરે ત્યારે સર્વથા શરીરચેષ્ટાનો ત્યાગ, તે કાયગુપ્તિ || ૪૩ . બીજી કાયગુપ્તિ કહે છે– ४४ शयनाऽऽसननिक्षेपाऽऽदानचक्रमणेषु यः ।
સ્થાનેy ચેષ્ટનિયમ:, ચિતિંતુ સાડા ૪૪ . અર્થ : સુવું, બેસવું, મૂકવું, લેવું, ચાલવું આ કાર્યોમાં ચેષ્ટામાં નિયમિત બનવું. સ્વચ્છંદવૃત્તિનો ત્યાગ કરવો, તે બીજા પ્રકારની કામગુપ્તિ છે. તે ૪૪ ||
ટીકાર્ય : આગમમાં કહેલો નિદ્રાકાળ રાત્રે જ છે. સાધુને મુખ્યતાએ દિવસે શયન કરવાનું ન હોય. માંદગી, વિહારનો થાક, વૃદ્ધપણું આદિ કારણ સિવાય તેમાં પણ રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થયા પછી ગુરુને પૂછીને પ્રમાણવાળી જગ્યામાં નજર કરી ભૂમિને પુંજીને સંથારો અને ઉત્તરપટ્ટો ખોલીને તથા પાથરીને ઉપરની કાયાને મુખવસ્ત્રિકાથી અને પગ સહિત નીચેની કાયાને રજોહરણથી પ્રાર્થના કરીને સંથારો કરવા માટે ગુરુની રજા લઈને નમસ્કારમંત્ર અને “કરેમિ ભંતે’ સામાયિકસૂત્રનું પઠન કરીને, ડાબા હાથનું ઓશીકું કરી, પગ સંકોચી અથવા કૂકડી માફક આકાશમાં પસારેલ જંઘાવાળો, પ્રાર્થના કરેલી ભૂમિ પર સ્થાપન કરેલ ચરણવાળો, વળી ફરી સંકોચ કરવાના સમયે રજોહરણની દશિયોથી પ્રાર્થના કરનારો પડખા ફેરવતી વખતે મુખવસ્ત્રિકાથી કાયાને પ્રમાર્જતો, અતિ તીવ્ર નિદ્રા ન કરતો શયન કરે. પ્રમાણયુક્ત વસતિ, તે ત્રણ હાથ પ્રમાણવાળા ભૂમિપ્રદેશમાં દરેક સાધુને પોતાના પાત્રાદિક ઉપકરણો
જ્યાં રહેવાનું થાય અને સકલ અવકાશ તેમાં પુરાઈ જાય. આસન એટલે જે સ્થાનમાં બેસવાની ઈચ્છા કરે, તેને ચક્ષુથી નિરીક્ષણ કરી. રજોહરણથી પ્રાર્થના કરી બહારનું રજોહરણ સંબંધી નિશીથિયું. પાથરી બેસે બેઠા પછી પણ પગ લાંબા કરવા કે સંકોચવા હોય તો આગળ કહ્યા પ્રમાણે નિરીક્ષણ પ્રમાર્જના કરે. ચોમાસાના કાળમાં સાદડી, દર્ભાસન, પાટ વગરે ઉપર કહેલી સમાચારીથી બેસે દાંડા વગેરે ઉપકરણના વિષયમાં પણ નજર કરવી અને પ્રમાર્જના કરવી. જરૂરી કાર્ય માટે સાધુને બહાર ગમન કરવું હોય તો, આગળ ધુંસરા-પ્રમાણ પ્રદેશમાં દષ્ટિ સ્થાપન કરવી. અપ્રમત્તપણે ત્રસ અને સ્થાવર જીવોનું રક્ષણ કરતાં ઉતાવળ વગર ધીમી ગતિથી ચાલવું પ્રશસ્ત છે. કાઉસ્સગ્ન કરીને ઊભા રહેવાના કે ટેકો દઈને બેસવાના સ્થાને પહેલા નજરથી પડિલહેણા અને દંડાસણથી પ્રાર્થના કરેલી હોવી જોઈએ. આ સર્વેમાં ચેષ્ટાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org