SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ૧૪ ચૂર્ણપિંડ – નેત્રમાં અંજન કરવું. અદૃશ્ય થવું એવા ફળવાળુ ચૂર્ણ. ૧૫ યોગપિંડ – સૌભાગ્ય-દુર્ભાગ્ય કરનારા. પગે લેપ લગાડી વિસ્મય પમાડવો. ૧૬ મૂલકર્મપિંડ – ગર્ભ-સ્તંભન, ગર્ભાદાન, પ્રસૃતિ, સ્નેપનક્રિયા, મૂળ ખવડાવવા કે બાંધવા, રક્ષા દોરા બાંધવા વગેરે કાર્યો ભિક્ષા મેળવવા માટે કરે. ગૃહસ્થ અને સાધુ બન્નેથી થનારા દશ એષણાદોષો આ પ્રમાણેઃ— (૧) શંકિત (૨) પ્રક્ષિત (૩) નિક્ષિપ્ત (૪) પિહિત (૫) સંહત (૬) દાયક, (૭) ઉન્મિશ્ર (૮) અપરિણત, (૯) લિપ્ત (૧૦) છર્દિત એ પ્રમાણે એષણાદોષો દશ છે. (પિ. નં. ૫૨૦) યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૧ શંકિત – આધાકર્મ વગેરે દોષોની શંકાથી કલુષિત થઈ જે આહારાદિક ગ્રહણ કરે. જે દોષની શંકા કરે તે દોષ લાગે. ૨ પ્રક્ષિત – પૃથ્વી, પાણી, વનસ્પતિ, સચિત્ત કે મધ, મદિરા આદિ ખરાબ અચિત્ત પદાર્થો લાગેલા કે ખરડાએલા એવા આહાર અન્નાદિ. ૩ નિક્ષિપ્ત – પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ કે ત્રસત જીવો વિષે જે અચિત્ત અન્ય વગેરે સ્થાપન કરેલ હોય. ૪ પિહિત – સચિત્ત ફળાદિથી ઢાંકેલા. ૫ સંહત દાન આપવાના પાત્રમાંથી નકામું, બળેલું, અયોગ્ય હોય એવું તથા સચિત્ત પૃથ્વી પાણી કે અગ્નિમાં નાંખેલી એવી કડછી વગેરેથી ભોજન વહોરાવે તે - ૬ દાયક બાળક, અતિવૃદ્ધ, નપુંસક, ધ્રુજતો, તાવવાળો અંધ, અહંકારી, ગાંડો, હાથ-પગ છેદાએલ હોય, કેડથી જકડાયેલ, પાદુકા પર ચડેલો, ખાંડતો દળતો, ભુંજતો, કાતરતો, પિંજતો વીંજતો, ભોજન કરતો છ જીવનિકાયની વિરાધના કરતો હોય, તેવા દાતાર સાધુને દાન આપવા માટે નિષેધ કરેલ છે. નજીકમાં પ્રકૃતિ થવાની હોય તે સ્ત્રી, બાળક ઉંચકેલ સ્ત્રી, બાળક ધવાતી સ્ત્રી. આ દરેક પાસેથી ભિક્ષા વગેરે ગ્રહણ કરવું સાધુને કલ્પે નહિ. ૭ ઉન્મિશ્ર આપવા યોગ્ય દ્રવ્ય ખાંડ સાકર વગરે સચિત્ત ધાન્યના દાણાઓથી ભળેલા હોય તે ૮ અપરણિત · આપવા લાયક અચિત્તપણે ન પરિણમેલ હોય, ૯ લિપ્ત – ચરબી વગેરેથી ખરડાયેલા હોય તે પાત્રથી વસ્તુ આપે. ૧૦ છર્દિત – ઘી વગેરે નીચે ઢોળતા આપે. ઘી દૂધ વગેરે નીચે વેરતો હોય.તેવી રીતે આપતા ત્યાં રહેલા કે બીજા આવનારા સર્વ જંતુઓની મધુબિન્દુના ઉદાહરણથી વિરાધના થવાનો સંભવ છે. Jain Education International આવી રીતે ઉદ્ગમ ઉત્પાદન અને એષણાના દોષોનો સરવાળો કરતા બેતાલીશની કુલ સંખ્યા થાય છે, તે દોષોથી અદૂષિત અશન, ખાદ્ય, સ્વાઘ ભેદવાળા અને ઉપલક્ષણથી સૌવીર આદિ પાણી, તથા રજોહરણ, મુખવસ્તિકા, ચોલપટ્ટક, પાત્રા વગેરે સ્થવિકલ્પીને યોગ્ય ચૌદ પ્રકારની ઔઘિક ઉપધિ, જિનકલ્પીને યોગ્ય બાર પ્રકારની ઉપધિ, સાધ્વીને યોગ્ય પચ્ચીશ પ્રકારની અને ઔપગ્રહિક સંથારો, પાટપાટિયાં, પાટલા, ચર્મ, દંડ, દંડાસણ વગેરે ઉપલક્ષણવાળી ગ્રહણ કરાય છે. રજોહરણ આદિ ઔઘોગિક ઉપકરણ. કુંડી, પાટ-પાટલા, શૈય્યા આદિ ઔપગ્રહિક. ઉપકરણ વગર શિયાળા અને ઉનાળામાં તથા વર્ષાકાળમાં વરસાદ આદિથી જળમય ભૂમિમાં મહાવ્રતનું રક્ષણ કરવું અશક્ય છે. આ સર્વે કહેલા દોષ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy