________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૩૯
૫૯
વગરના નિર્દોષ વિશુદ્ધ અન્નાદિક મુનિઓ ગ્રહણ કરે, તેના માટે શોધ કરે તે એષણા. આગમમાં કહેલી વિધિથી અન્નાદિકનું અન્વેષણ કરવું. તેને વિષે સમ્યક્ પ્રકારના ઉપયોગપૂર્વક જયણાથી પ્રવર્તવું. તે એષણા-સમિતિ આ ગવેષણારૂપ એષણા. ઉપલક્ષણથી ગ્રાસૈષણા પણ સમજી તેના પાંચ દોષ વર્લ્ડવા
૧ સંયોજન, ૨ પ્રમાણાતિરિક્તતા, ૩ અંગાર, ૪ ધૂમ્ર, ૫. કારણાભાવ, તેમાં સ્વાદ-રસ ધરાવવાના લોભથી ગોચરીમાં રાબડી, ઓસામણાદિ પદાર્થમાં ખાંડ, ઘી વગેરે બીજા પદાર્થો ઉપાશ્રયમાં કે બહાર ભેગા કરવા તે. ૧ સંયોજન દોષ. ધૃતિ, બળ સંયમ તથા મન, વચન અને કાયાના યોગોને હરકત ન આવે તેટલો આહાર ગ્રહણ કરવો. તે આહારનું પ્રમાણ ગણાય. વધારે પ્રમાણમાં આહાર કરવામાં આવે તો ઉલટી, વ્યાધિ કે મૃત્યુ માટે થાય. માટે પ્રમાણ કરતાં વધારે આહાર ન લેવો. લે તો ૨. પ્રમાણાતિરિક્તતા દોષ. સ્વાદવાળું ભોજન કે તે દેનારની પ્રશંસા કરતો ભોજન કરે તો રાગરૂપી અગ્નિ વડે ચારિત્રરૂપ ઈંધણાના અંગારા કરનાર હોવાથી ૩ અંગાર દોષ. આહારની નિંદા કરતો વળી ચારિત્ર ઈંધનને બાળતો ધુમાડાવાળું ચારિત્ર કરતો ૪ ધૂમ્ર દોષ ઉત્પન્ન કરે છે. આટલા કારણે સાધુને ભોજન કરવાનું હોય : ક્ષુધાવેદના સહન કરી શકે નહિ. ભૂખ્યો વૈયાવચ્ચ કરી શકે નહિ. ઈર્યાસમિતિ વિશુદ્ધ પાલન કરવા માટે પ્રેક્ષા-ઉત્પ્રેક્ષા સંયમનું પાલન કરી શકાય નહિ. ક્ષુધાથી પીડા પામેલાનો પ્રબલ જઠરાગ્નિના ઉદયથી પ્રાણહરણ થવાની શંકા થાય. આર્ત રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાનમાં સ્થિરતા લાવવા માટે, આ સર્વ ભોજન ક૨વાના કારણો છે. આ કારણો સિવાય ભોજન કરનારને ૫ કારણાભાવ દોષ લાગે છે. કહ્યું છે કે ઃ -
-
ઉત્પાદન, ઉદ્ગમ, એષણા, ધૂમ્ર, અંગાર, પ્રમાણ, કારણાભાવ, સંયોજના દોષોથી રહિત પિંડને શોધતા મુનિઓને એષણાસમિતિ કહેલી છે ॥ ૩૮ ॥
આદાન-નિક્ષેપ સમિતિ કહે છે—
३९ आसानादीनि संवीक्ष्य, प्रतिलिख्य च यत्नतः I
गृह्णीयानिक्षिपेद्वायत्सादानसमितिः
स्मृता 11 ३९ II અર્થ : આસન વગેરે નજરથી જોઈ અને રજોહરણથી પુંજીને યત્નપૂર્વક જયણાથી લેવા-મૂકવાં તે આદાન-સમિતિ કહેલી છે. ॥ ૩૯ ||
ટીકાર્થ : બેસવાની ભૂમિ કે પાટ, આદિશબ્દથી વસ્ત્ર, પાત્ર, પાટિયા, દાંડા વગેરે ગ્રહણ કરવા. તે સર્વે આંખથી નજર કરી જોતા જીવ-જંતુ ન દેખાય, તો પણ રજોહરણથી પ્રયત્નપૂર્વક જયણા અને ઉપયોગથી પ્રમાર્જના કરવી જોઈએ.એ પ્રમાણે કરવામાં ન આવે તો સમ્યક્ પ્રતિલેખના ન થાય. કહ્યું છે કે : – પડિલેહણા કરતો માંહેમાંહે વાતો કરે, કથા કે દેશની કથા કરે, પચ્ચક્ખાણ આપે, પોતે વાચના આપે કે લે, તો તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એમ છએ કાયની વિરાધના કરનાર પડિલેહણમાં પ્રમાદ કરનાર કહેલો છે (ઓઘ. નિ. ૨૭૩-૨૭૪) માટે જે કંઈ લે કે મૂકે ત્યારે પ્રથમ દૃષ્ટિથી નજર કરે. પછી ઓઘાથી પ્રમાર્જના કરીને ગ્રહણ કરે તે સ્થાપન કરે, તે આદાન-નિક્ષેપ સમિતિ, ભીમ અને ભીમસેન એ ન્યાયથી ‘આદાન’ એવા ટૂંકા શબ્દનો પ્રયોગ કર્યો છે. II ૩૯ || ઉત્સર્ગસમિતિ કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org