________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૩૮
પ૭ ૧૨ ઉભિન્ન – બરણી કે તેવા ભાજનમાંથી ઘી વગેરે દાન માટે કાઢવા. તેના પરની માટી ખોદી દૂર કરવી.
૧૩ માલાપહત – જે માળીયા કે શીકા ઉપરથી અગર ભોંયરામાંથી લાવી સાધુને આપે. ૧૪ આદ્ય – પારકી વસ્તુ બળાત્કારે છીનવી શેઠ, રાજા કે ચોરને આપે.
૧૫ અનિકૃષ્ટ – ઘણા એકઠા મળીને ઉજાણી કે મંડળના જમણમાંથી બીજાની મરજી ન હોય અને તેમાંથી એક સભ્ય આપે.
૧૬ અધ્યવપૂરક – પોતાના માટે ખેતરમાં ધાન્ય વાવતો હોય, પણ સાધુ ભગવંતો પધારવાના છે. તેમના માટે પણ ફરી ધાન્યાદિ વાવે.
ઉત્પાદનના દોષો પણ સોળ છે અને તે સાધુથી થવા સંભવિત છે. તે આ પ્રમાણે – (૧) ધાત્રીપિંડ (૨) દૂતપિંડ (૩) નિમિત્તપિંડ (૪) આજીવ (૫) વનપક, (૬) ચિકિત્સા, (૭) ક્રોધ, (૮) માન, (૯) માયા, (૧૦) લોભ, (૧૧) પૂર્વ-પશ્ચાત સંસ્તવ (૧૨) વિદ્યા, (૧૩) મંત્ર, (૧૪) ચૂર્ણ (૧૫) યોગ અને (૧૬) મૂળકર્મ દોષ. (પિ. નિ. ૪૦૮-૪૦૯)
૧ ધાત્રીપિંડ – બાળકને ધવરાવવું કે દૂધ પાવું સ્નાન કરાવવુ. વસ્ત્ર-આભૂષણ પહેરાવી શોભા કરવી, રમાડવું. ખોળામાં બેસાડવું. આ કાર્યો કરનારી ધાવમાતાઓ પાંચ પ્રકારની હોય છે. ભિક્ષા મેળવવા માટે બાળકને માટે મુનિ આ કાર્યો કરે, તો ધાત્રીપિંડ નામનો દોષ લાગે.
૨ દૂતીપિંડ – ભિક્ષા માટે એકબીજાના સંદેશા લઈ જાય.
૩ નિમિત્તપિંડ – ભૂત, ભાવી અને વર્તમાનકાળમાં વેપારાદિ કાર્યમાં લાભ-નુકશાન જણાવનાર નિમિત્તનું કથન કરે. (દરેકમાં ભિક્ષા માટે સમજી લેવું.)
૪ આજીવપિંડ – ભિક્ષા મેળવવા માટે જાતિ, કુલ, ગુણ, કર્મ, શિલ્પ, કળા આદિ પોતાના તેવા ગુણોને આગળ કરતો હોય.
પ વનીપકપિંડ – શ્રમણ, બ્રાહ્મણ, ક્ષપ, અતિથિ, શ્વાન વગેરેનાં ભક્તની આગળ કે ભક્તની પાસે જઈ પિંડ માટે પોતે દર્શન આપે.
૬ ચિકિત્સાપિંડ – વૈદ્ય બની ઉલટી જુલાબ, બસ્તિકર્મ વગેરે કરાવીને ઔષધાદિકની પ્રેરણા આપે. ૭ ક્રોધપિંડ – વિદ્યા તપ પ્રભાવ જણાવવા, રાજા તરફથી થતી પૂજા કહેવી. ક્રોધના ફળ બતાવવા
૮ માનપિંડ – લબ્ધિ, પ્રશંસા ન પચાવી શકે તેવો છીછરો – અગંભીર, બીજાએ વખાણકર્યો કે વખોડ્યો હોય, તો પણ ગૃહસ્થ પાસે અભિમાન કરે.
૯ માયાપિંડ – ભિક્ષા મેળવવા માટે જુદા જુદા વેષ-પલટા કે ભાષા-પલટા કરે. ૧૦ લોભપિંડ – અંતિલાલચ કે લોભથી ભિક્ષા માટે રખડે.
૧૧ પૂર્વપશ્ચાત્ સંસ્તવપિંડ – પૂર્વ પરિચયવાળા માતા-પિતા વગેરે અને પાછળથી થએલા પરિચયવાળા સાસુ-સસરા વિગેરે ભિક્ષા માટે એને અનુરૂપ ઓળખાણ કરે.
૧૨ વિદ્યાપિંડ – સ્ત્રીદેવતાથી અધિષ્ઠિત આધીન મંત્ર, જપ, હોમાદિથી સાધી શકાય તે વિદ્યા. ૧૩ મંત્રપિડ – પાઠ માત્રથી સિદ્ધ થનારા પુરુષદેવતા અધિષ્ઠાયકવાળો મંત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org