SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવવિભક્તિ ૯૪૧ અધ્યયન-૩૬ : ટિપ્પણ ૨૨-૨૫ ૨૨. સમૂચ્છિક મનુષ્ય સંમુછમાં મનુયા) ગર્ભ અને ઉપપાત વિના ક્યાંય પણ ઉત્પન્ન થનારા, ચારે બાજુએથી પુદ્ગલો ગ્રહણ કરી શરીરની રચના કરનારા જીવો સમ્મર્શિમ કે સમૂર્ઝનજ કહેવાય છે. જે જીવો મનુષ્યના મળ, મૂત્ર, શ્લેષ્મ વગેરેમાં ઉત્પન્ન થાય છે, તેમને ઉપચારથી સમ્મઈિમ મનુષ્ય કહેવામાં આવે છે. ૨૩. (શ્લોક ૧૮૬) પ્રસ્તુત શ્લોકમાં ત્રણ પ્રકારના ગર્ભજ મનુષ્યોનો નિર્દેશ છે – ૧. કર્મભૂમિક–જયાં અસિ, મષિ, કૃષિ, પશુપાલન, શિલ્પકર્મ, વાણિજ્ય વગેરે કર્મો વડે આજીવિકા મેળવવામાં આવે છે, તે ભૂમિને કર્મભૂમિ કહેવામાં આવે છે. અઢી દ્વીપમાં તેવી ભૂમિઓ પંદર છે-પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ. આ જ ભૂમિઓના મનુષ્યો મોક્ષની સાધના કરી શકે છે. ૨. અકર્મભૂમિ-જ્યાં મનુષ્ય યુગલરૂપે (એક છોકરી એક છોકરો) ઉત્પન્ન થાય છે અને જયાં જીવનની આવશ્યકતાઓ કલ્પવૃક્ષો વડે પૂરી પાડવામાં આવે છે, તે ભૂમિને અકર્મભૂમિ કહેવામાં આવે છે. અહીંના સ્ત્રી-પુરુષો પોતાની પ્રકૃતિભદ્રતા તથા મંદકષાયના કારણે મૃત્યુ પછી દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અકર્મભૂમિઓ ત્રીસ છે – પાંચ હૈમવત, પાંચ હરિવર્ષ, પાંચ રમકવર્ષ, પાંચ હૈરણ્યવત, પાંચ દેવમુરુ તથા પાંચ ઉત્તરકુરુ. ૩. અન્તર્કંપજ–લવણસમુદ્રની ત્રણસો યોજન અંદર હિમવના પાયામાં ૨૮ અંતર્દાપો તથા શિખરીના પાયામાં ૨૮ અંતર્દીપો રહેલા છે. આ પ્રમાણે કુલ પ૬ અંતર્લીપો છે.૧ ગાથા ૧૯૭માં સૂત્રકાર માત્ર ૨૮ અંતર્લીપોનો ઉલ્લેખ કરે છે. આ હિમવતના પાયામાં રહેલા અંતર્લીપોનું જ કથન છે. તે દ્વીપોમાં એકોક, યકર્ણ, ગજકર્ણ વગેરે યુગલધર્મી મનુષ્યો રહે છે. તેમનાં શરીરમાન આદિ આ પ્રમાણે છે– 'अंतरदीवेसु णरा धणुसय अद्भुसिया सया मुइया । पालंति मिहुणभावं, पल्लस्स असंखभागाऊ ।' 'चउसट्ठी पिट्ठकरंडयाण मणुयाण तेसिमाहारो । भत्तस्स चउत्थस्स अउणसीइदिणाण पालणया ।' (વૃત્તિ , પત્ર ૭૦૦) २४. वणचारिणो આ દેવતાઓની એક જાતિ છે. તેમનું બીજું નામ વાણવ્યંતર, વ્યંતર પણ છે. તે આઠ પ્રકારના છે. તેઓ વિચિત્ર પ્રકારના ઉપવનો તથા ગિરિકંદરાઓ, વૃક્ષો પર રહે છે. તેઓ વિશેષ કુતૂહલપ્રિય અને ક્રીડારસિક હોય છે. તેઓ ઉર્ધ્વ, અધો અને તિર્યકુ – ત્રણે લોકોનો સ્પર્શ કરે છે. તથા સ્વતંત્રરૂપે કે બીજાઓ વડે નિયુક્ત થઈને અનિયત ગતિએ સંચરણ કરે છે. તેઓ મનુષ્યોની એક સેવકની માફક સેવા કરે છે.? ૨૫. (અખાઈ સનિ મુvi) સંલેખનાનો અર્થ છે – કૃશ કરવું. જૈન પરંપરામાં અનશન પહેલાં કરવામાં આવતી વિશેષ તપસ્યાને સંલેખના કહેવામાં આવે છે. તેની બધી વિધિ ગાથા ૨૫૦થી ર૫૫ સુધીમાં વર્ણવાયેલી છે. ૧. નવી વૃત્તિ, પૃ. ૩૩ : નિ યોગનાતન નવUT ૨. ડાયાળિ રૂદ્દ ! ૨૦૭૫ जलधिजलमध्यमधिलंध्य हिमवच्छिखरिपादप्रतिष्ठिता ૩. વૃવૃત્તિ, પત્ર ૭૦૨I एकोरुकाद्याः षट्पञ्चाशदन्तीपा भवन्ति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy