SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણ-વિધિ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૮ પાંચ સંસ્થાન રહિત. સંસ્થાન આ છે – (૧) દીર્ધ-હસ્ય, (૨) વૃત્ત, (૩) ત્ર્યમ્ર, (૪) ચતુરસ અને (પ) પરિમંડલ. પાંચ વર્ણ રહિત. વર્ણ આ પ્રમાણે છે– (૬) કૃષ્ણ, (૭) નીલ, (૮) લોહિત, (૯) હારિદ્ર અને (૧૦) શુક્લ. બે ગંધ રહિત. ગંધ આ છે – (૧૧) સુરભિ ગંધ અને (૧૨) દુરભિગંધ પાંચ રસ રહિત. રસ આ છે – (૧૩) તિક્ત, (૧૪) ટુક, (૧૫) કષાય, (૧૬) આમ્લ અને (૧૭) મધુર. આઠ સ્પર્શ રહિત. સ્પર્શ આ છે – (૧૮) કર્કશ, (૧૯) મૃદુ, (૨૦) લઘુ, (૨૧) ગુરુ, (૨૨) શીત, (૨૩) ઉષ્ણ, (૨૪) સ્નિગ્ધ અને (૨૫) રુલ. (૨૬) અકાય, (૨૭) અરુહ અને (૨૮) અસંગ. ત્રણ વેદ રહિત. વેદ આ છે – (૨૯) સીવેદ, (૩૦) પુરુષવેદ અને (૩૧) નપુંસકવેદ. શાન્ત્યાચાર્યે બન્ને પ્રકાર માન્ય કર્યા છે. ૩૮. બત્રીસ યોગ-સંગ્રહો...માં (ગોળેવુ) મન, વચન અને કાયાના વ્યાપારને ‘યોગ’ કહે છે. અહીં પ્રશસ્ત યોગો જ ગ્રહણ કરવામાં આવ્યા છે. યોગ-સંગ્રહનો અર્થ છે. ‘પ્રશસ્ત યોગોનું એકત્રીકરણ'. તે બન્નીશ છે ૮૧૯ – Jain Education International (૧) આલોચના – શિષ્ય દ્વારા ગુરુપાસે પોતાના દોષ અંગે નિવેદન (૨) શિષ્ય દ્વારા આલોચિત દોષો પ્રગટ ન કરવા. (૩) આપત્તિમાં દૃઢ-ધર્મિતા. (૪) અનિશ્રિતોપધાન – બીજાની સહાયતા વિના જ તપઃકર્મ કરવું. (૫) શિક્ષા – શાસ્ત્રોનું પઠન-પાઠન. (૬) નિષ્પતિકર્મતા – શરીરની સારસંભાળ ન લેવી. (૭) અજ્ઞાનતા – પોતાની તપશ્ચર્યા વગેરેને ગુપ્ત રાખવી. (૮) અલોભતા. (૯) તિતિક્ષા - પરીષહ આદિ પર વિજય. (૧૦) આર્જવ – ઋજુભાવ. (૧૧) શુચિ -- સત્ય અને સંયમ. (૧૨) સમ્યક્ દૃષ્ટિ – સમ્યગ્-દર્શનની શુદ્ધિ. (૧૩) સમાધિ – ચિત્ત-સ્વાસ્થ્ય. (૧૪) આચારોપગત – માયા-રહિત થવું. (૧૫) વિનયોપગત - માન-રહિત થવું. (૧૬) ધૃતિમતિ – અદીનતા. (૧૭) સંવેગ – મોક્ષની અભિલાષા. (૧૮) પ્રણિધિ – માયાશલ્ય રહિત થવું. ૧૯. વૃવૃત્તિ, પત્ર ૬૭ । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy