SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરજ્જયણાણિ ૮૦૮ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૨૦-૨૨ (૩) હિંસા-દંડ- આણે મને માર્યો હતો, મારે છે, મારશે – એવી ધારણાથી હિંસા કરવી. (૪) અકસ્માત-દંડ – એકને મારવાની પ્રવૃત્તિ કરતાં અકસ્માતે બીજાની હિંસા કરી નાખવી. (૫) દૃષ્ટિ-વિપર્યાસ-દંડ – મતિ-ભ્રમથી થનારી હિંસા અથવા મિત્ર વગેરેને અમિત્ર-બુદ્ધિથી મારવા. (૬) મૃષાવાદ-પ્રત્યય – સ્વ, પર કે ઉભયને માટે મૃષાવાદથી થતી હિંસા. (૭) અદત્તાદાન-પ્રત્યય-સ્વ, પર કે ઉભયને માટે અદત્તાદાનથી થતી હિંસા. (૮) આધ્યાત્મિક – બાહ્ય નિમિત્ત વિના, મનમાં સ્વતઃ ઉત્પન્ન થનારી હિંસા. (૯) માન-પ્રત્યય – જાતિ વગેરેના ભેદને કારણે થનારી હિંસા. (૧૦) મિત્ર-ષ-પ્રત્યય – માતા-પિતા કે દાસ-દાસીના નાના અપરાધમાં પણ મોટી સજા કરવી. (૧૧) માયા-પ્રત્યય – માયાથી થનારી હિંસા. (૧૨) લોભ-પ્રત્યય – લોભથી થનારી હિંસા. (૧૩) ઐયંપથિક – માત્ર યોગ(મન, વચન, અને કાયાની પ્રવૃત્તિ) વડે થનાર કર્મબંધન. વિશેષ વિવરણ માટે જુઓ – સૂયગડો, રાર; સમવાઓ, સમવાય ૧૩. ૨૦. ચૌદ જીવ સમુદાયો.....માં (મૂળ ) પ્રાણીઓના સમૂહ ૧૪ છે. જેવા કે – સૂક્ષ્મ એકેન્દ્રિય -અપર્યાપ્ત -પર્યાપ્ત બાદર એકેન્દ્રિય -અપર્યાપ્ત -પર્યાપ્ત દ્વીન્દ્રિય -અપર્યાપ્ત -પર્યાપ્ત ત્રીન્દ્રિય -અપર્યાપ્ત -પર્યાપ્ત ૯,૧૦ ચતુરિન્દ્રિય -અપર્યાપ્ત -પર્યાપ્ત ૧૧,૧૨ અંજ્ઞી પંચેન્દ્રિય -અપર્યાપ્ત -પર્યાપ્ત ૧૩, ૧૪ સંજ્ઞી પંચેન્દ્રિય -અપર્યાપ્ત -પર્યાપ્ત જુઓ – સમવાઓ, સમવાય ૧૪, ૨૧. પંદર પરમાધાર્મિક દેવો.....માં (પરમાણમાણુ) સંપૂર્ણ રીતે જે અધાર્મિક છે, તેમને ‘પરમાધાર્મિક' કહેવામાં આવે છે. આ જ કારણે દેવોની એક જાતિનું નામ પણ આ જ પડી ગયું છે. પરમાધાર્મિક દેવો ૧૫ છે. જુઓ– ૧૯૪૭નું ટિપ્પણ. ૨૨. ગાથા-ષોડશક (સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કન્ધના સોળ અધ્યયનો)....માં (ફ્રાસોત્સા૬િ) સૂત્રકૃતાંગના બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે. સોળમા અધ્યયનનું નામ જાથા' છે. જેનું સોળમું અધ્યયન ગાથા હોય તેને પથા-પોર' કહેવામાં આવે છે. આ પ્રથમ શ્રુતસ્કંધનું વાચક છે. જુઓ- ૩૧૧દનું ટિપ્પણ, સમવાઓ, સમવાય ૧૬, १. बृहद्वत्ति, पत्र ६१४ : गाथाध्ययनं षोडशं येषु तानि गाथाषोडशकानि। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy