SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાયણાણિ ७८४ અધ્યયન-૩૦ઃ શ્લોક ટિપ્પણ ૧૧-૧૨ પ્રસ્તુત અધ્યયનમાં સંસીનતાની પરિભાષા માત્ર વિવિક્ત-શયનાસનના રૂપમાં કરવામાં આવી છે, તે આશ્ચર્યનો વિષય છે. હોઈ શકે કે સૂત્રકાર એને જ મહત્ત્વ આપવા માંગતા હોય. તત્ત્વાર્થસૂત્ર વગેરે ઉત્તરવર્તી ગ્રંથોમાં આનું જ અનુસરણ છે.૧ વિવિક્ત-શયનાસનનો અર્થ મૂળપાઠમાં સ્પષ્ટ છે. મૂલારાધના અનુસાર શબ્દ, રસ, ગંધ અને સ્પર્શ દ્વારા ચિત્ત-વિક્ષેપ નથી થતો, સ્વાધ્યાય અને ધ્યાનમાં વ્યાઘાત નથી થતો, તે વિવિક્ત-શચ્યા છે. જયાં સ્ત્રી-પુરુષ અને નપુંસક ન હોય, તે વિવિક્ત-શપ્યા છે. ભલે પછી તેના બારણાં ખુલ્લા હોય કે બંધ, તેનું આંગણું સમ હોય કે વિષમ, તે ગામની બહારના ભાગમાં હોય કે મધ્યમભાગમાં, શીત હોય કે ઉષ્ણ. વિવિક્ત-શવ્યાના કેટલાક પ્રકાર આ છે-શૂન્ય-ગૃહ, ગિરિ-ગુફા, વૃક્ષ-મૂળ, આગંતુક આગાર(વિશ્રામ-ગૃહ), દેવમંદિર, અકૃત્રિમ શિલાગૃહ અને કૂટગૃહ. વિવિક્ત-શધ્યામાં રહેવાથી આટલા દોષોથી સ્વાભાવિકપણે જ બચી જવાય છે– (૧) કલહ, (૨) બોલ (શબ્દ બહુલતા), (૩) ઝંઝા (સંક્લેશ), (૪) વ્યામોહ, (૫) સાંકર્ય (અસંયમીઓ સાથે ભળવાનું), (૬) મમત્વ અને (૭) ધ્યાન અને સ્વાધ્યાયનો વ્યાધાત. ૧૧. (શ્લોક ૩૧). પ્રાયશ્ચિત્ત આત્યંતર તપનો પહેલો પ્રકાર છે. તેના દશ ભેદ છે – (૧) આલોચના યોગ્ય – ગુરુ સમક્ષ પોતાના દોષોનું નિવેદન કરવું. (૨) પ્રતિક્રમણ યોગ્ય – કરેલાં પાપોમાંથી નિવૃત્ત થવા માટે પણ મૈ તુવૃતમ્' ‘મારા બધાં પાપો નિષ્ફળ થાઓ – એમ કહેવું, કાયોત્સર્ગ વગેરે કરવું તથા ભવિષ્યમાં પાપ-કાર્યોથી દૂર રહેવા માટે સાવધાન રહેવું. (૩) તદુભય-યોગ્ય – પાપમાંથી નિવૃત્ત થવા માટે આલોચના અને પ્રતિક્રમણ – બન્ને કરવાં. (૪) વિવેક-યોગ્ય – આવેલા અશુદ્ધ-આહાર વગેરેનો ઉત્સર્ગ કરવો. (૫) વ્યુત્સર્ગ-યોગ્ય – ચોવીશ તીર્થકરોની સ્તુતિ સહિત કાયોત્સર્ગ કરવો. (૬) તપ-યોગ્ય – ઉપવાસ, છટ્ટ વગેરે કરવાં. (૭) છેદ-યોગ્ય — પાપ-નિવૃત્તિ માટે સંયમ-કાળને છેદ કરી ઓછો કરી દેવો. (૮) મૂલ-યોગ્ય – ફરી વ્રતોમાં આરોપિત કરવું – નવી દીક્ષા લેવી. (૯) અનવસ્થાપના-યોગ્ય – તપસ્યાપૂર્વક નવી દીક્ષા લેવી. (૧૦) પારાંચિક-યોગ્ય – ભર્સના તથા અવહેલનાપૂર્વક નવી દીક્ષા લેવી. ૧૨. (શ્લોક ૩૨) વિનય આત્યંતર-તપનો બીજો પ્રકાર છે. પ્રસ્તુત શ્લોકમાં તેના પ્રકારોનો નિર્દેશ નથી. સ્થાનાંગ (૭૧૩૭), ભગવતી (૨૫૫૮૨) અને ઔષપાતિક (સૂત્ર ૪૦)માં વિનયના સાત ભેદ બતાવવામાં આવ્યા છે – (૧) જ્ઞાન-વિનય – જ્ઞાન પ્રત્યે ભક્તિ, બહુમાન વગેરે કરવું. (૨) દર્શન-વિનય – ગુરુની શુશ્રુષા કરવી, આશાતના ન કરવી. तत्त्वार्थ, सूत्र ९१९ : अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासनकायक्लेशा बाह्यं તપ: | ૨. ૩. મૂનારાધના, રૂાર૨૮-૨૧, ૨૧, ૨૨ | (ક) ટાઇ, ૨૦૧ ૭રૂ I (ખ) મવડું, ર, વદ્દ ! (ગ) ગોવા, રૂ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy