________________
વિનયકૃત
અધ્યયન-૧: શ્લોક ૪ ટિ ૯
જે મુનિ ગુના ઇંગિત અને આકારને સારી રીતે સમજી નથી શકતો, તે અસંબદ્ધ હોય છે.
આ શ્લોક પૂર્વવર્તી શ્લોકનો પ્રતિપક્ષી છે. વૃત્તિમાં પ્રત્યનીકતાને સમજાવવા માટે “કૂલવાલક શ્રમણની કથા આપવામાં આવી છે. તે આ રીતે છે–
એક આચાર્ય હતા. તેમનો શિષ્ય અત્યંત અવિનયી હતો. આચાર્ય કોઈ કોઈ વાર તેને ઠપકો આપતા અને તે આચાર્ય તરફ દ્વેષભાવ રાખતો હતો. એક વાર આચાર્ય તેને સાથે લઈને સિદ્ધશૈલની વંદના કરવા ગયાં. તેઓ વંદન કરી પર્વત પરથી નીચે ઊતરી રહ્યા હતા. આચાર્ય આગળ હતા, શિષ્ય પાછળ-પાછળ આવી રહ્યો હતો. શિષ્યના મનમાં દ્વેષ ઊભરાયો અને તેણે આચાર્યને મારવા માટે એક શિલાખંડ નીચે ગબડાવ્યો. આચાર્યે જોયું. તેમણે પગ પહોળા કરી દીધા. શિલાખંડ બે પગની વચ્ચેથી પસાર થઈને નીચે જતો રહ્યો. નહીં તો તેઓ મરી જાત. શિષ્યની આ હલકટતા જોઈ કોપાયમાન થઈ તેમણે શાપ આપ્યો- “હે દુષ્ટ ! તારો વિનાશ સ્ત્રીને કારણે થશે.” શિષ્ય સાંભળ્યું. આચાર્યનું વચન મિથ્યા થાય તે દષ્ટિએ તે તાપસીના એક આશ્રમમાં રહેવા લાગ્યો. બાજુમાં જ એક નદી હતી. તે નદીના કિનારે આતાપના લેવા લાગ્યો. જયારે કોઈ સાર્થવાહ ત્યાંથી પસાર થતો ત્યારે તેને આહાર મળી રહેતો. નદીના કાંઠા પર આતાપના લેવાના પ્રભાવથી નદીએ પોતાનો પ્રવાહ બદલી નાખ્યો. તેનું નામ પડી ગયું-ફૂલવાલય અર્થાત્ કૂળ(કાંઠા)ને વળાંક આપનારો.
મહારાજા શ્રેણિકનો પુત્ર કોણિક વૈશાલી નગરીને પોતાને અધીન કરવા ઇચ્છતો હતો. પણ તે તેમ કરી શક્યો નહિ, કારણકે ત્યાં મુનિસુવ્રત સ્વામીનો એક સ્તુપ હતો. કોણિક હતાશ થઈ ગયો. એક વાર દેવવાણી થઈ–‘જો શ્રમણ કૂલવાલક ગણિકાને વશ થઈ જાય તો વૈશાલી નગરીને અધીન કરી શકાય.” કોણિકે ગણિકાઓને બોલાવી. એક ગણિકાએ આ કાર્ય પાર પાડવાનું માથે લીધું. તેણે કપટશ્રાવિકાનું રૂપ ધારણ કર્યું. સાથે સાથે તે કૂલવાલકની પાસે ગઈ અને વંદના કરીને બોલી–મારો પતિ મૃત્યુ પામ્યો છે. હું તીર્થાટન કરવા નીકળી છું. આપની વાત સાંભળી અને હું અહીં આવી પહોંચી. આપ કૃપા કરી મારા હાથથી દાન સ્વીકારો.' તે દિવસે મુનિને પારણું હતું. શ્રાવિકાએ ઔષધિ-મિશ્રિત લાડવા વહોરાવ્યા. મુનિને ઝાડા થઈ ગયા. ઔષધિના પ્રયોગથી મુનિ સ્વસ્થ બન્યા. અનુરાગ વધ્યો. શ્રાવિકા પ્રતિદિન મુનિને ઉબટન કરી આપતી. મુનિનું મન વિચલિત થઈ ગયું. તે મુનિને લઈ કોણિક પાસે આવી. તેની પાસેથી બધી જાણકારી મેળવી કોણિકે મુનિસુવ્રતનો સ્તૂપ ધ્વસ્ત કરી દીધો અને વૈશાલી નગરી પર અધિકાર મેળવ્યો."
८. (जहा सुणी पूइकण्णी निक्कसिज्जइ सव्वसो)
‘પૂતિ’ શબ્દના બે અર્થ છે-(૧) કાનમાં જયારે કૃમિ પેદા થાય છે ત્યારે તેમાંથી દુર્ગધ નીકળવા લાગે છે. (૨) જ્યારે કાનમાં પરુ થઈ જાય છે ત્યારે ભયંકર દુર્ગધ આવવા લાગે છે. આનું તાત્પર્ય એ છે કે–તે કૂતરી જેના શરીરના બધા અવયવો સડી ગયા હોય-ગળી ગયા હોય.
આવી કૂતરીને બધી જગ્યાએથી હાંકી કાઢવામાં આવે છે. આ રીતે અવિનીત સર્વત્ર તિરસ્કારને પાત્ર બને છે. તેને ક્યાંય પણ સન્માન મળતું નથી. આચાર્ય ભિક્ષુએ આ શ્લોકના મંતવ્યને સરસ રીતે અભિવ્યક્ત કર્યું છે –
कु ह्या कानारी कूतरी, तिणरे झरै कीड़ा राध लोही रे । सगले ठाम स्यूं काढे हुड् हुड् करे, घर में आवण न दे कोई रे ॥
धिग धिग अविनीत आतमा।
૧. સુવવધા, પત્ર ૨ २. बृहद्वृत्ति, पत्र ४५ : पूति:-परिपाकतः कुथितगन्धौ
कृमिकुलाकुलत्वाद् उपलक्षमणमेतत्, तथाविधौ कर्णी श्रुती
यस्याः, पक्काक्तं वा पूतिस्तद्व्याप्तौ कौँ यस्याः सा पूति
कर्णा, सकलावयवकुत्सोपलक्षणं चैतत् । ૩. વિનીત વિનીત શ્રી વપરું, ઢાત્ર ૨ શા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org