SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ અધ્યયન-૧ : શ્લોક ૩ટિ ૪-૮ ૪. શુશ્રુષા કરે છે (વાયાપ) ચૂર્ણિમાં આનો અર્થ ‘શુશ્રુષા કરનાર' અને ટીકામાં આનો અર્થ ‘સીપ રહેનાર’’–જ્યાં બેસીને ગુરુની નજરે પડે તથા તેમનો સાદ સાંભળી શકે, ત્યાં રહેનાર અર્થાત “આદેશના ભયથી દૂર ન બેસનાર કરવામાં આવ્યો છે. ઉપરાંત, નિર્દેશ, આજ્ઞા અને વિનય આ બધાને એકાર્થક પણ માનવામાં આવ્યાં છે.? પ. ઇગિત અને આકારને (શિયા). ઇંગિત અને આકાર–આ બંને શબ્દ શરીરની ચેષ્ટાઓના વાચક છે. કોઈ કાર્યની પ્રવૃત્તિ અને નિવૃત્તિને માટે મસ્તક વગેરેને થોડું હલાવવું તે ઇગિત છે. આ ચેષ્ટા સૂક્ષ્મ હોય છે. તેને નિપુણ મતિવાળા લોકો જ સમજી શકે છે. આકારને સ્થળ બુદ્ધિવાળા લોકો પણ પકડી શકે છે. આસનને શિથિલ કરતાં જોઈને સહેજે જ જાણી શકાય છે કે તેઓ પ્રસ્થાન કરવા ઇચ્છે છે. એ જ રીતે દિશાઓ તરફ જોવું, બગાસું ખાવું અને ચાદર ઓઢવી-આ બધા પ્રસ્થાનની સૂચના આપનારા ‘આકાર” છે. ઇગિત અને આકાર પર્યાયવાચી પણ માનવામાં આવ્યા છે." ૬. જાણે છે (સંપન્ને) ચૂર્ણિ અને સુખબોધામાં આનો અર્થ ‘યુક્ત અને બ્રહવૃત્તિમાં ‘સંપ્રશ' (જાણનાર) તથા ‘યુક્ત—બંને અર્થ આપવામાં આવ્યા છે. અહી બૃહવૃત્તિનો સંપ્રજ્ઞ અર્થ અધિક યોગ્ય જણાય છે." ૭. ગુરુની શુશ્રુષા નથી કરતો (અનુવવા વારા) અવિનીત શિયનું મન ગુરુની ઉપાસનામાં ચોંટતું નથી. તે ગુરુ સાથે માનસિક અંતર રાખીને રહે છે. તેના મનમાં સદા એ ભાવ બની રહે છે કે જો હું ગુરની ઉપાસના કરીશ તો ગુરુને ઠપકો દેવાનો વધુ મોકો મળશે. તે એ સત્યને ભૂલી જાય છે કે ગુરુના ઠપકામાં પણ વ્યક્તિનો વિકાસ અને હિત છુપાયેલાં છે. નીતિનો આ પ્રસિદ્ધ શ્લોક એ તથ્યને પ્રતિધ્વનિત કરે છે त्रीभिर्गुरूणां परुषाक्षराभिः, प्रताडिता: यान्ति नरा: महत्त्वम् । अलब्धशाणोत्कषणा नृपाणां, न जात् मौलौ मणयो वसन्ति ।। ૮. ( સંવૃદ્ધ) જે ગુરુની આજ્ઞાથી પ્રતિકૂળ વર્તન કરે છે, ગુરુના કથનનો પ્રતિવાદ કરે છે અને જે સદા ગુરુના દોષો જતો રહે છે, તે પ્રત્યેનીક કહેવાય છે. १. उत्तराध्ययन चूर्णि, पृ०२६ : उपपतनमुपपातः शुश्रूषा करणमित्यर्थः । २. बृहद्वृत्ति, पत्र ४४ : उप-समीपे पतनं-स्थानमुपपात: दुगवचनविषयदेशावस्थानं तत्कारकः तदनुष्ठाता, न तु गुर्वादेशादिभीत्या तद्व्यवहितदेशस्थायीति यावत् । 3. व्यवहारभाष्य, ४ । ३५४: उववाओ निद्देसो आणा विणओ य हॉति एगट्ठा। ४. बृहद्वृत्ति, पत्र ४४ : इंगितं-निपुणमतिगम्यं प्रवृत्ति निवृत्तिसूचकमीषद्धूशिरःकम्पादि, आकार: स्थूलधीसंवेद्यः प्रस्थानादि भावाभिव्यंजको दिगवलोकनादिः आह च"अवलोयणं दिसाणं, वियं भणं साडयस्स संठवणं । THUTઢત્નીવાર, કૃત IT$ $ '' ५.( क ) अभिधानप्पदीपिका, ७६४ : आकारो इंगितं इंगो (g) એજન, ૧૮૬: વિધારે વોરને વત્તા, સાડીને fપવા ६.(क) उत्तराध्ययन चूर्णि, पृष्ठ २७: संपन्नवान् संपन्नः । | (g) મુવીઘા , પત્ર ? : સમ્પન્ન: યુt: / (ग) बृहद्वत्ति, पत्र ४४ : सम्यक् प्रकर्षण जानाति इंगिताकार सम्प्रज्ञः, यद्वा-इंगिताकाराभ्यां गुरुगतभावपरिज्ञानमेव कारणे कार्योपचारादिङ्गिताकारशब्दोनोक्तं, तेन सम्पन्नो-युक्तः । For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy