________________
ઉત્તરયણાણિ
અધ્યયન ૧૯ : શ્લોક ૨૯ ટિ ૨૯
મનોમન તે ખૂબ પ્રસન્ન થઈ રહ્યો હતો કે આજ તેની મનોભાવના સફળ થશે. મુનિએ રત્ન-કંબલ કોશાને આપ્યો. પરંતુ કોશાએ મુનિનાં જોતાં જ કીચડથી ખરડાયેલાં પગ રત્ન-કંબલથી લૂછ્યાં અને તેને ખાળમાં ફેંકી દીધો. આ ઘટના મુનિ ફાટી આંખે જોતો રહી ગયો. તેના મન પર એક ગાઢ પ્રત્યાઘાત પડ્યો કે કેટલા કષ્ટો સહન કરી હું આ રત્ન-કંબલ લઈ આવ્યો અને આનો આવો દુરુપયોગ ! વાત કંઈ સમજાઈ નહિ. અંતે તેણે કોશાને પૂછી જ લીધું—‘ભદ્રે ! તેં આ શું કર્યું ? આ બહુમૂલ્ય કંબલનો શું આ જ ઉપયોગ હતો ?’ કોશાએ વ્યંગની ભાષામાં કહ્યું—‘સંયમ-રત્નથી વધારે રત્ન-કંબલ વળી કઈ અમૂલ્ય વસ્તુ છે ? આપે તો તુચ્છ કામ-ભોગો માટે સંયમ-રત્ન જેવી અણમોલ વસ્તુને પણ છોડી દીધી. તો પછી રત્ન-કંબલની કઈ વિસાત ?' કોશાના આ વચનોએ મુનિનાં અંતઃકરણને વીંધી નાખ્યું. ફરી તે સંયમમાં સ્થિર બની ગયો. તેને આચાર્યના તે મહા દુષ્કર કથનની યાદ આવી ગઈ કે જેને કારણે તેણે આ પ્રપંચ રચ્યો હતો. અંતે તે આચાર્ય પાસે આવ્યો અને કૃતદોષની આલોચના કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની ગયો.
આ પ્રસંગમાં આ ઉદાહરણ પણ મનનીય છે—
૪૮૬
એક સંન્યાસી ગામથી દૂર આશ્રમ બનાવી પોતાની સાધના કરી રહ્યા હતા. પ્રતિદિન ભક્તજનો તેમની પાસે આવતા અને પ્રવચન સાંભળી ચાલ્યા જતા. એક દિવસ મહાત્મા પોતાની શિષ્ય-મંડળી વચ્ચે વાચન કરતાં-કરતાં એક વાક્ય ઉપર આવીને અટકી ગયા. ગ્રંથમાં લખ્યું હતું—બ્રહ્મચર્યનું પાલન કરવું મહા દુષ્કર છે. વાક્ય વાંચતાં જ તેઓ ચોંક્યા અને પછી પોતાના ભક્તોને કહેવા લાગ્યા—દુષ્કરતા જેવી આમાં કઈ વાત છે ? આમાં ક્યાં ભૂખ્યા-તરસ્યા રહેવું પડે છે ? ખબર નથી કયા અજ્ઞાનીએ આવું મનઘડંત લખી નાખ્યું ? તત્કાળ તેમણે તે પંક્તિ કાપી નાખી.
કેટલાક દિવસો વીત્યા. અંધારી રાત અને વરસાદની ઋતુ હતી. એક નવયુવતી એકલી પોતાના ઘરે જઈ રહી હતી. સંયોગવશ તે અંધારું અને વરસાદને કારણે માર્ગની વચમાં જ અટકી ગઈ. આસપાસમાં આશ્રયનું કોઈ સ્થાન ન હતું. થોડે દૂર જ સંન્યાસીનો આશ્રમ હતો. તે ત્યાં પહોંચી. દરવાજો ખટખટાવ્યો. સંન્યાસીએ અંદરથી દરવાજો ખોલ્યો. યુવતીએ ગભરાતાંગભરાતાં સંન્યાસીને કહ્યું–‘હે મહાત્માજી ! હું એકલી છું અને ખરાબ મોસમને કારણે પોતાના ઘરે જઈ શકું તેમ નથી. રાત અહીં જ વિશ્રામ કરવા ઈચ્છું છું. આપ મને સ્થાન બતાવો.' સંન્યાસીએ તેને આશ્રમની અંદર બનાવેલા મંદિરનું સ્થાન બતાવ્યું. યુવતી ત્યાં ગઈ અને સુરક્ષાની દૃષ્ટિએ તેણે બારણાં બંધ કરી સાંકળ લગાવી દીધી.
ત્યાં સુધી સંન્યાસીના મનમાં કોઈ પણ વિકાર ભાવના ન હતી. જેમ-જેમ રાત વીતવા લાગી, તેમ-તેમ એકાએક તેમને કામભાવના સતાવવા લાગી. તેમણે મનોમન જ વિચાર્યું—આજ અલભ્ય અવસર આવ્યો છે અને તે નવયુવતી પણ એકલી છે. હવે મારી મનોકામના પૂરી થવામાં સમય નહિ લાગે. તેઓ પોતાની જાતને રોકી શક્યા નહિ. તત્કાળ તેઓ ઊઠ્યા અને યુવતી પાસે બારણાં ખોલાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. યુવતી પણ મનોમન સમજી ગઈ કે જરૂર દાળમાં કંઈ કાળું છે. લાગે છે કે હવે સંન્યાસીના મનમાં તે પવિત્ર ભાવના નથી રહી. નિશ્ચિતપણે તેઓ મારા શીલનો ભંગ ક૨વા ઈચ્છે છે. એમ વિચારી તેણે બારણાં ખોલવાનો ઈન્કાર કરી દીધો.
પોતાનો પ્રયત્ન નિષ્ફળ જતો જોઈ સંન્યાસીએ બીજો ઉપાય વિચારી કાઢ્યો. તે મંદિરની ઉપર ચડ્યા અને તેનો ગુંબજ તોડી અંદર ઘૂસવા લાગ્યા. સાંકડું કાણું અને સ્થૂળ શરીર. પરિણામ એ આવ્યું કે તેઓ વચ્ચે જ લટકી ગયા. ન તો તેઓ બહાર નીકળી શકતા હતા કે ન અંદર જઈ શકતા હતા. આ રસાકસીમાં તેમનું આખું શરીર છોલાઈને લોહીલુહાણ થઈ ગયું.
૧૯. ધન (ધા)
ધનમાં ચલ અને અચલ—–બંને પ્રકારની સંપત્તિનો સમાવેશ થાય છે. વિનિમય રૂપે રોકડ નાણાં દ્વારા જે લેણ-દેણ કરવામાં આવે છે તે ચલ સંપત્તિ કહેવાય છે. જમીન, મકાન, ખેતર, પશુ વગેરેને અચળ સંપત્તિ કહેવામાં આવે છે. મનુષ્યમાં ધનની અસીમ લાલસા હોય છે. તેને સંતોષ વિના સીમિત કરી શકાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org