________________
મૃગાપુત્રીય
૪૮૫
અધ્યયન ૧૯ : શ્લોક ૨૭-૨૮ ટિ ૧૭-૧૮
૧૭. દાતણ જેવડી વસ્તુ પણ (વંતસોદળમાફસ્સ)
વૃત્તિકારે ‘માÆ' પદમાં ‘મ’કારને અલાક્ષણિક માન્યો છે તથા ‘આ’નું સંસ્કૃત રૂપ ‘વિ’ કર્યું છે. અર્થની દૃષ્ટિએ ‘માત્ર’ શબ્દ અધિક યોગ્ય છે. ‘માયસ’–આનું ઉચ્ચારણ ‘માસ્સું’ પણ થઈ શકે છે. ‘વ’કારનું ‘’કારમાં પરિવર્તન થવું સહજ પ્રક્રિયા છે. તેનું સંસ્કૃત રૂપાંતર થશે-‘વન્તશોધનમાત્રસ્ય'.
૧૮. (શ્લોક ૨૮)
પ્રસ્તુત શ્લોકમાં બ્રહ્મચર્ય-વ્રતના સ્વીકારને અતિ દુષ્કર દર્શાવવામાં આવેલ છે. કામ-ભોગોના રસને જાણનારાઓ માટે અબ્રહ્મચર્યમાંથી અટકવું કેટલું દુષ્કર છે તે પ્રસંગમાં મુનિ સ્થૂલભદ્ર જેવાનું કોઈ વિરલ જ ઉદાહરણ મળે છે—
ચાતુર્માસનો પ્રારંભ થવાની તૈયારી હતી. સ્થૂલભદ્ર સહિત ચાર મુનિઓ આચાર્ય સંભૂતવિજય પાસે આવ્યા. સહુએ ગુરુચરણોમાં પોતાનું નિવેદન પ્રસ્તુત કર્યું. એકે કહ્યું–‘ગુરુદેવ ! હું સિંહની ગુફામાં ચાતુર્માસ ગાળવા ઈચ્છું છું.' બીજાએ સાપના રાફડા પર રહી સાધના કરવાની ઈચ્છા પ્રગટ કરી. ત્રીજાએ પનિહારીઓના પનઘટ પર અને ચોથા મુનિએ કોશા વેશ્યાની ચિત્રશાળામાં ચાતુર્માસ ગાળવાની અનુમતિ માગી. ગુરુએ બધાને અનુમતિ આપી.
ચાર માસ વીત્યા. બધા નિર્વિઘ્ન સાધના સંપન્ન કરી આચાર્ય પાસે આવ્યા. આચાર્યે પહેલા મુનિને ‘દુષ્કર કાર્ય કરનાર’ એવા સંબોધનથી સંબોધિત કર્યો. એવી જ રીતે બીજા અને ત્રીજા મુનિને માટે પણ એ જ સંબોધન પ્રયોજ્યું. પરંતુ સ્થૂલભદ્રને જોતાં જ આચાર્યે તેમને દુષ્કર-દુષ્કર, મહાદુષ્કર કરનાર કહીને સંબોધન કર્યું. ત્રણે મુનિઓને ગુરુનું આ કથન ઘણું ખટક્યું. તેઓ પોતાની વાત કહે તે પૂર્વે આચાર્યે તેમને સમજાવતાં કહ્યું—‘શિષ્યો ! સ્થૂલભદ્ર કોશા વેશ્યાની ચિત્રશાળામાં રહ્યા. બધી રીતે સુવિધાજનક અને ચિરપરિચિત સ્થાન, અનુકૂળ વાતાવરણ, પ્રતિદિન ષડ્રસ ભોજનનું આસેવન અને વળી કોશાના હાવભાવ. સર્વ કંઈ હોવા છતાં પણ ક્ષણભર માટે મનનું વિચલિત ન થવું, કામ-ભોગોના રસને જાણતા હોવા છતાં પણ બ્રહ્મચર્યવ્રતની કઠોર સાધના કરવી તે કેટલું મહાદુષ્કર કાર્ય છે ? આ તે જ કોશા છે જેની સાથે તે બાર વર્ષ સુધી રહ્યા હતા. ત્યાં રહીને તેણે માત્ર પોતાની સાધના જ નથી કરી, પરંતુ કોશા જેવી વેશ્યાને પણ એક સારી શ્રાવિકા બનાવી છે. આથી તેના માટે આ સંબોધન યથાર્થ છે.
તેમાંના એક મુનિએ ગુરુના વચનો પર અશ્રદ્ધા દર્શાવતાં કહ્યું–‘કોશાને ત્યાં રહેવું તે કયું મહા-દુષ્કર કાર્ય છે ? ત્યાં તો હર કોઈ વ્યક્તિ સાધના કરી શકે. આપ મને અનુજ્ઞા આપો, હું હવેનો ચાતુર્માસ ત્યાં જ વીતાવીશ.' આચાર્યશ્રી ઈચ્છતા ન હતા કે તે મુનિ દેખાદેખીથી આવું કરે. વારંવાર ગુરુના નિષેધ છતાં તેણે પોતાનો આગ્રહ ન છોડ્યો. અંતે તે જ થયું જે થવાનું હતું. ચાતુર્માસ વીતાવવા માટે તે કોશાને ત્યાં પહોંચી ગયો.
Jain Education International
કેટલાક દિવસો વીત્યા. ઈન્દ્રિય-વિષયોની સુલભતા. મનોજ્ઞ શબ્દ, મનોજ્ઞ રૂપ, મનોજ્ઞ રસ વગેરે પાંચેય વિષયોએ પોતાનો પ્રભાવ બતાવ્યો અને તેની કામ-વૃત્તિ જાગૃત થઈ ગઈ. હવે તે કોશાનો સહવાસ પામવા માટે આતુર હતો. અવસર જોઈ એક દિવસ પોતાની ભાવના કોશા સામે રજૂ કરી. કોશા તો પહેલેથી જ સતર્ક હતી. તે ઈચ્છતી ન હતી કે કોઈ મુનિ પોતાના કારણે સંયમ-ભ્રષ્ટ બને. મુનિને સન્માર્ગ પર લાવવા માટે તેણે એક ઉપાય વિચાર્યો. તેણે મુનિને કહ્યું–‘જો આપ મને મેળવવા ઈચ્છતા હો તો મારી એક શરત આપે પૂરી કરવી પડશે. નેપાળથી રત્ન-કંબલ લાવવો પડશે.' કામ-ભાવનાની અભીપ્સાએ મુનિને નેપાળ જવા માટે વિવશ કરી દીધો. વરસાદની મોસમ. માર્ગમાં રહેલી સેંકડો કઠણાઈઓ અને ચાતુર્માસ વચ્ચે વિહાર. જેમ-તેમ કરી અનેક કષ્ટો સહન કરી મુનિ નેપાળ પહોંચ્યો અને રત્ન-કંબલ લઈ ફરી પાછો આવી ગયો.
૧. વૃત્તવૃત્તિ, પત્ર ૪૬ : વંતસોળમાવિÆ ત્તિ, મોડનાક્ષ:િ,.... વનશોધનાપિ !
For Private & Personal Use Only
www.jainelibrary.org