________________
ઉત્તરઝયણાણિ
(૫) તમે વિનીત કેવી રીતે કહેવાઓ છો ?
સંજય મુનિએ આના ઉત્તરમાં કહ્યું–
(૧) મારું નામ સંજય છે.
(૨) મારું ગોત્ર ગૌતમ છે.
૪૫૦
(૩) હું મુક્તિ માટે માહણ બન્યો છું.
(૪) હું મારા આચાર્ય ગર્દભાલિના આદેશ અનુસાર સેવા કરું છું.
(૫) હું આચાર્યના ઉપદેશનું આસેવન કરું છું, એટલા માટે વિનીત કહેવાઉં છું.
અધ્યયન ૧૮ : શ્લોક૨૩ ટિ ૧
૨૨મા શ્લોકમાં નામ અને ગોત્રનો ઉત્તર સ્પષ્ટ શબ્દોમાં છે, બાકીના ત્રણ ઉત્તરો ‘માની મમાયરિયા, વિખ્ખાચરળવાર॥' આ બે ચરણોમાં સમાવી લેવામાં આવેલ છે.
૧૨. એકાંતવાદી તત્ત્વવેત્તા (મેયન્ને)
‘મેય’નો અર્થ છે—જ્ઞેય. મેયને જાણનાર મેયજ્ઞ કહેવાય છે. ક્ષત્રિયમુનિએ એકાંત ક્રિયાવાદી, અક્રિયાવાદી દાર્શનિકોના સિદ્ધાંતોની ચર્ચા કરીને મહાવીરના અનેકાંતવાદી દ્રષ્ટિકોણનો સંજય ઋષિને પરિચય કરાવ્યો.
૧૩. (શ્લોક ૨૩)
આ શ્લોકમાં ચાર વાદો—(૧) ક્રિયાવાદ (૨) અક્રિયાવાદ (૩) અજ્ઞાનવાદ અને (૪) વિનયવાદના વિષયમાં રાજર્ષિને પૂછવામાં આવ્યું છે. ભગવાન મહાવીરના સમસામયિક બધા વાદોનું આ વર્ગીકરણ છે. સૂત્રકૃતાંગમાં આને ‘ચાર સમવસરણ' કહેવામાં આવ્યું છે. આના ત્રણસો ત્રેસઠ ભેદ થાય છે.
૧૨-૧૩
(૧) ક્રિયાવાદ–ક્રિયાવાદીઓ આત્માનું અસ્તિત્વ માને છે પરંતુ તે વ્યાપક છે કે અવ્યાપક, કર્તા છે કે અકર્તા, ક્રિયાવાન છે કે અક્રિયાવાન, મૂર્ત છે કે અમૂર્તતેમાં તેમને પ્રતીતિ હોતી નથી.
(૨) અક્રિયાવાદ—જેઓ આત્માના અસ્તિત્વને માનતા નથી તેઓ અક્રિયાવાદી છે. બીજા શબ્દોમાં તેમને નાસ્તિક પણ કહી શકાય છે. કેટલાક અક્રિયાવાદીઓ આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, પરંતુ ‘આત્માનું શરીર સાથે એકત્વ છે કે અન્યત્વ તે કહી શકાતું નથી’—એવું માને છે. કેટલાક અક્રિયાવાદીઓ આત્માની ઉત્પત્તિ બાદ તરત જ તેનો પ્રલય માને છે.
૧. વૃત્તવૃત્તિ, પત્ર ૪૪૨-૪૪રૂ : વિદ્યાષવાપારાત્વાવ્ય तैस्तन्निवृत्तौ मुक्तिलक्षणं फलमुक्तं, ततस्तदर्थं मानोऽस्मि, यथा च तदुपदेशस्तथा गुरून् प्रतिचरामि,
(૩) અજ્ઞાનવાદ–જેઓ અજ્ઞાન વડે જ સિદ્ધિ માને છે તેઓ અજ્ઞાનવાદી છે. તેમની માન્યતા છે કે કેટલાક જગતને બ્રહ્માદિવિવર્તમય, કેટલાક પ્રકૃતિ-પુરુષાત્મક, કેટલાક ષડ્-દ્રવ્યાત્મક, કેટલાક - ચતુઃ-સત્યાત્મક, , કેટલાક વિજ્ઞાનમય, કેટલાક શૂન્યમય વગેરે વગેરે માને છે. એ જ રીતે આત્મા પણ નિત્ય, અનિત્ય વગેરે અનેક પ્રકારો વડે જાણી શકાય છે—આ બધાના જ્ઞાનનો શો અર્થ ? આ જ્ઞાન સ્વર્ગ-પ્રાપ્તિ માટે નિરુપયોગી છે, અકિંચિત્કર છે વગેરે વગેરે.
(૪) વિનયવાદ—જેઓ વિનય વડે જ મુક્તિ માને છે તેઓ વિનયવાદી છે. તેમની માન્યતા છે કે દેવ, દાનવ, રાજા, તપસ્વી, હાથી, ઘોડા, હરણ, ગાય, ભેંસ, શિયાળ વગેરેને નમસ્કાર કરવાથી ક્લેશનો નાશ થાય છે. વિનય વડે જ કલ્યાણ થાય છે, બીજી રીતે નહિ.
Jain Education International
ક્રિયાવાદીઓના ૧૮૦ ભેદ, અક્રિયાવાદીઓના ૮૪ ભેદ, વૈયિકોના ૩૨ ભેદ અને અજ્ઞાનીઓના ૬૭ ભેદ મળે છે.
तदुपदेशासेवनाच्च विनीतः । ૨. સૂયગડો, । ૨ ।o।
For Private & Personal Use Only
www.jainelibrary.org