________________
ઉત્તરઝયણાણિ
૪૧૮
અધ્યયન ૧૬ : સૂત્ર ૩ટિ ૪-૫
૪. (સંનવદુત્વે સંવરવહુન્ને સમાહિદુત્વે)
આમાં “વત’ શબ્દ ઉત્તર-પદમાં છે, જો કે તે પૂર્વ-પદમાં હોવો જોઈએ-વહુન્નસંગને’, ‘વદુતસંવર', “વહુનસમાદિ', વૃત્તિકારે આનું સમાધાન પ્રવૃતત્વાત’ કહીને કરી દીધું છે.' સંયમ, સંવર અને સમાધિનો અર્થ ચૂર્ણિ અને વૃત્તિઓમાં જુદા-જુદો છે–
બૃહદ્વૃત્તિ
સુખબોધા ૧. સંયમ–પૃથ્વીકાય વગેરેનો સંયમ આશ્રય-વિરમણ
સંયમ ૨. સંવર–પાંચ મહાવ્રત આશ્રવદ્વાર-નિરોધ
ઈન્દ્રિય-સંવરણ ૩. સમાધિ-જ્ઞાન વગેરે. ચિત્તની સ્થિરતા
ચિત્તની સ્વસ્થતા પ્રસ્તુત પ્રસંગમાં સંયમ અને સંવરનો સંબંધ ઈન્દ્રિયો સાથે છે. ઈન્દ્રિયોનો નિગ્રહ કરવો તે સંયમ અને તેમનો વિરોધ કરવો તે સંવર છે. સમાધિનો અર્થ છે–ચિત્તની સ્વસ્થતા અથવા એકાગ્રતા.
૫. (સૂત્ર ૩)
આ અધ્યયનમાં બ્રહ્મચર્યનાં સાધનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સાધન-શુદ્ધિ વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. જે બ્રહ્મચારી સાધનો પ્રત્યે ઉપેક્ષાભાવ રાખે છે તેમનું બ્રહ્મચર્ય નાશ પામે છે. તેના નાશની સંભાવનાઓ આ પ્રમાણે છે–
(૧) શંકા (૨) કાંક્ષા (૩) વિચિકિત્સા (૪) ભેદ (૫) ઉન્માદ (૬) દીર્ઘકાલીન રોગ અને આતંક (૭) ધર્મ-ભ્રંશ
(૧) શંકા-બ્રહ્મચર્યનું પાલન કરવામાં કોઈ લાભ છે કે નહિ ? તીર્થકરોએ અબ્રહ્મચર્યનો નિષેધ કર્યો છે કે નહિ ? અબ્રહ્મચર્યના સેવનમાં જે દોષ બતાવવામાં આવ્યા છે તે યથાર્થ છે કે નહિ?—આ રીતે અનેક સંશયો પેદા થાય છે.
(૨) કાંક્ષા-શંકા પછી ઉત્પન્ન થનારી અબ્રહ્મચર્યની અભિલાષા.
(૩) વિચિકિત્સા-ચિત્ત-વિપ્લવ. જ્યારે અભિલાષા તીવ્ર બની જાય છે ત્યારે મન સમૂળગા ધર્મ પ્રત્યે વિદ્રોહ કરવા માંડે છે; ધર્માચરણ પ્રત્યે અનેક સંદેહ ઊભા થાય છે. આ જ અવસ્થાનું નામ વિચિકિત્સા છે.
(૪) ભેદ–જ્યારે વિચિકિત્સાનો ભાવ પુષ્ટ બની જાય છે ત્યારે ચારિત્રનો ભેદ–વિનાશ થાય છે.
(૫, ૬) ઉન્માદ અને દીર્ઘકાલીન રોગ અને (આતંક)-કોઈ મનુષ્ય બ્રહ્મચારી ત્યારે રહી શકે છે જયારે તે બ્રહ્મચર્યમાં અબ્રહ્મચર્યની અપેક્ષાએ અધિક આનંદ માને છે. જો કોઈ હઠપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરે પરંતુ ઈન્દ્રિયો અને મનને આત્મવિશ રાખવામાં આનંદની અનુભૂતિ ન કરી શકે તો તે ઉન્માદ કે રોગ અને આતંકથી ઘેરાઈ જાય છે.
(૭) ધર્મ-ભ્રંશ—ઉપરોક્ત પૂર્વાવસ્થાઓમાંથી જે બચી શકતો નથી તે ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે બ્રહ્મચારી બ્રહ્મચર્યના વિઘાતક પરિબળોથી બચે, પહેલાં તો તેના મનમાં બ્રહ્મચર્ય પ્રતિ સંદેહ જ ઉત્પન્ન ન થવો જોઈએ. સંદેહ થવાથી આગળની અવસ્થાઓમાંથી બચવું મુશ્કેલ થઈ જાય છે. આ અવસ્થાઓ કોઈ એક વ્યક્તિને એક-બે અને કોઈને વધારે પણ થઈ જાય છે.
સરખાવો–દશવૈકાલિક, ૮૫૧, પર.
૧. સુવવધા, પત્ર ૨૦૧૫ ૨. આરાધ્યયન વૂળ, પૃ. ૨૪ /
૩. વૃત્તિ , પત્ર ૪૨૨-૪૨૩ ૫ ૪. યુવોથા, પત્ર ૨૨૧ I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org