________________
ટિપ્પણ
અધ્યયન ૧૬ : બ્રહ્મચર્ય-સમાધિ-સ્થાન
૧. આયુષ્યન્ ! (૩)
આયુષ્મનું શબ્દ શિષ્યને સંબોધવા માટે બહુ પ્રયોજાયો છે. પ્રશ્ન થાય છે કે જાતિ, કુળ વગેરેના આધારે પણ સંબોધન શબ્દ પ્રયોજી શકાય. તો પછી, આયુષ્ય સાથે જ તેનો પ્રયોગ કેમ? ચૂર્ણિકારનો મત છે કે બધા જ સંબોધનવાચી શબ્દોમાં આયુષ્યવાચી સંબોધન જ ચડિયાતું છે. જો આયુષ્ય હોય છે તો જ જાતિ વગેરે બીજી-બીજી બાબતો હોય છે. આયુષ્યના અભાવમાં તેમનું કોઈ મૂલ્ય નથી હોતું.'
ચૂર્ણિકારે વિભિન્ન પૃષ્ઠભૂમિઓમાં ‘આયુષ્મ” શબ્દની અર્થ-મીમાંસા પ્રસ્તુત કરી છે. તે આ પ્રમાણે છે–
૧. હે આયુખન–સુધર્મા સ્વામી પોતાના પ્રમુખ શિષ્ય જંબૂને સંબોધિત કરી કહે છે–જેવું મેં ભગવાન મહાવીર પાસે સાંભળ્યું છે તેવું હું કહું છું.' આનાથી શિષ્ય અને આચાર્યની વ્યવસ્થા જાણી શકાય છે.
૨. મેં ભગવાનના જીવન-કાળમાં આ પ્રમાણે સાંભળ્યું હતું–આનાથી બૌદ્ધદર્શન સંમત ક્ષણભંગુરવાદનું નિરસન થાય
૩. મેં ભગવાન સમીપે રહેતાં આમ સાંભળ્યું છે–આનાથી ગુરુકુળવાસમાં રહેવાની વાત સ્પષ્ટ થાય છે અને એ પ્રગટ થાય છે કે શિષ્ય સદા ગુરુકુળવાસમાં રહેવું જોઈએ.
૪. મેં ગુરુ (ભગવાન)ના ચરણોની સેવા કરતાં આમ સાંભળ્યું છે તાત્પર્ય એ છે કે મેં આ વાતો વિનય વડે પ્રાપ્ત કરી છે. આનાથી વિનયમૂલ ધર્મની વાત સ્પષ્ટ થાય છે.”
ચૂર્ણિકારે ભગવાન મહાવીર, સુધર્મા અને જંબૂનો જે ઉલ્લેખ કર્યો છે, તે વિમર્શનીય છે. આ અધ્યયનનો સંબંધ સ્થવિરો સાથે છે. એટલા માટે પ્રજ્ઞાપક આચાર્ય સ્થવિરો પાસેથી શ્રતપ્રજ્ઞપ્તિનો ઉલ્લેખ કરી રહ્યા છે. ૨. સ્થવિર (ગણધર) (૬િ)
પ્રાચીનકાળની ગણવ્યવસ્થામાં સાત પદોમાં એક પદ ‘વિર’નું રહેતું. સાતેય પદોનાં કાર્યો વહેંચાયેલાં હતાં. સ્થવિરોનું કાર્ય હતું–શ્રામણ્યમાં શિથિલ બનેલા સાધુઓને ફરી સંયમમાં સ્થિર કરવા. તેઓ અનેક સંપદાઓથી યુક્ત હતા. ચૂર્ણિકારે આ વાતનો સંકેત કર્યો છે.
શાન્તાચાર્યે સ્થવિરનો અર્થ ગણધર કર્યો છે. અગત્ય ચૂર્ણિમાં દશવૈકાલિક (૪૧)માં પ્રયુક્ત સ્થવિર’ શબ્દનો આ જ અર્થ છે. ૫ ગણધરના મુખ્યપણે બે અર્થ થાય છે–(૧) તીર્થકરના પ્રધાન શિષ્ય (૨) અનુપમ જ્ઞાન આદિના ધારક, પ્રસ્તુત પ્રકરણમાં ગણધરનું તાત્પર્ય ગૌતમ વગેરે નવ ગણધરો નથી. ૩. (રસ વંમરમાહિતી)
વિશેષ વિમર્શ માટે જુઓ–આ જ અધ્યયનનું આમુખ . १. उत्तराध्ययन चूर्णि, पृ. २४१ : सत्स्वप्यन्येषु जात्यादिषु 3. उत्तराध्ययन चूर्णि, पृ. २४१ : धर्मे स्थिरीकरणात् आमंत्रणेषु आयुरेव गरीयः, कुतः ? आयुषि सति
વિરા:....વિ–શ્વર્યાદિસપતૈિ: | सर्वाण्येव जात्यादीनि भवंति ।
૪. વૃત્તિ , પત્ર ૪૨૨ : વિ.-Trut. I ૨. એજન, પૃ. ૨૪૬ /
૫. સાર્વનિ : શેરો પુખT TUહો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org