________________
(૩૨)
૩૭, ૩૮
વાશિષ્ઠી દ્વારા પ્રાપ્ત ભોગોને ભોગવ્યા પછી મોક્ષ-પથના સ્વીકારનું સૂચન. પુરોહિત દ્વારા ભોગની અસારતાનું કથન, મુનિ-ધર્મનાં આચરણનો સંકલ્પ. ભોગ ન ભોગવવાથી પછી પશ્ચાત્તાપ. પુત્રોનું અનુગમન કેમ નહિ? રોહિત મત્સ્યની જેમ ધીર પુરુષ જ સંસાર-જાળને કાપવા સમર્થ. વાશિષ્ઠીની પણ પુત્ર અને પતિના અનુગમનની ઈચ્છા. પુરોહિત-પરિવારની પ્રવ્રજયા પછી રાજા દ્વારા ધન-સામગ્રી લેવાની ઈચ્છા. રાણી કમલાવતી તરફથી ફિટકાર. આખું જગત પણ ઈચ્છાપૂર્તિને માટે અસમર્થ. પદાર્થ-જગતની અત્રાણતા. ધર્મની ત્રાણતા. રાણી દ્વારા સ્નેહ-જાળને તોડીને મુનિ-ધર્મનાં આચરણની ઈચ્છા. રાગ-દ્વેષ યુક્ત પ્રાણીઓની સંસારમાં મૂઢતા. વિવેકી પુરુષો દ્વારા અપ્રતિબદ્ધ વિહાર. રાણી દ્વારા રાજાને ભૃગુ પુરોહિતની જેવા બનવાની પ્રેરણા. નિરામિષ બનવાનો સંકલ્પ. કામ-ભોગોથી સશક રહેવાનો ઉપદેશ. બંધન-મુક્ત હાથીની જેમ સ્વ-સ્થાનની પ્રાપ્તિનો ઉબોધ. રાજા અને રાણી દ્વારા વિપુલ રાજ્ય અને કામ-ભોગોનો ત્યાગ. તીર્થક્ર દ્વારા ઉપદિષ્ટ માર્ગમાં ઘોર પરાક્રમ. દુઃખોના અંતની શોધ. રાજા, રાણી, પુરોહિત, બ્રાહ્મણી, પુરોહિત-કુમારો દ્વારા દુઃખ-વિમુક્તિ.
૪૨,૪૩ ४४
પંદરમું અધ્યયન સભિક્ષુક (ભિક્ષુનાં લક્ષણોનું નિરૂપણ)
પૃ. ૩૮૭-૪૦૧ શ્લોક ૧
મુનિ-વ્રતનો સંકલ્પ. સ્નેહ-પરિચય-ત્યાગ-તપ વગેરેની વિગતો આપ્યા વિના ભિક્ષાની એષણા. રાત્રિભોજન કે રાત્રિ-વિહારનો ત્યાગ. વસ્તુ પ્રતિ અમૂછ-ભાવ. હર્ષ અને શોકમાં અનાકુળતા. પરીષહ-વિજય અને સમભાવની સાધના. સત્કાર, પૂજા અને પ્રશંસા પ્રતિ ઉપેક્ષા-ભાવના. સ્ત્રી-પુરુષની સંગતિનો ત્યાગ. વિદ્યાઓ દ્વારા આજીવિકા મેળવવાનો નિષેધ. મંત્ર, મૂળ વગેરે દ્વારા ચિકિત્સાનો નિષેધ, ગૃહસ્થોની પ્રશંસાનો નિષેધ. ઇહલૌકિક ફળ-પ્રાપ્તિ માટે પરિચયનો નિષેધ. ગૃહસ્થ દ્વારા વસ્તુ ન અપાતાં પ્રશનો નિષેધ. ગૃહસ્થ દ્વારા વસ્તુ અપાતાં આશીર્વાદનો નિષેધ. નીરસ અન્ન-પાનની નિંદાનો નિષેધ અને સામાન્ય ઘરોમાંથી ભિક્ષા. અભયની સાધના.
૦
૦
૦
છ
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org