________________
(૨૯)
શિક્ષા-પ્રાપ્તની અહતા. શંખમાં રાખેલા દૂધની જેમ બહતની બંને રીતે શોભા. કન્યક ઘોડાની જેમ ભિક્ષુઓમાં બહુશ્રુતની સર્વશ્રેષ્ઠતા. જાતિમાન અશ્વ પર આરૂઢ યોદ્ધાની જેમ બહુશ્રુતની અજેયતા. સાઠ વર્ષના બળવાન હાથીની જેમ બહુશ્રુતની અપરાજેયતા. પુષ્ટ સ્કન્ધવાળા યુથાધિપતિ બળદની જેમ બહુશ્રુત આચાર્યની સુશોભનીયતા. યુવાન સિંહની સમાન બહુશ્રુતની સર્વશ્રેષ્ઠતા. વાસુદેવની સમાન બહુશ્રુતની બળવત્તા. ચૌદ રત્નોના અધિપતિ ચક્રવર્તીની સાથે ચૌદ પૂર્વધર બહુશ્રુતની તુલના. દેવાધિપતિ શક્રની સાથે બહુશ્રુતની તુલના. ઊગતા સૂર્યના તેજની સાથે બહુશ્રુતના તેજની તુલના. પરિપૂર્ણ ચંદ્રમાની સાથે બહુશ્રુતની તુલના. સામાજિકોના કોષાગાર સમાન બહુશ્રુતની પરિપૂર્ણતા. સુદર્શના નામક જંબૂની સાથે બહુશ્રુતની તુલના. શીતા નદીની જેમ બહુશ્રુતની સર્વશ્રેષ્ઠતા. મંદર પર્વતની જેમ બહુશ્રુતની સર્વશ્રેષ્ઠતા. રત્નોથી પરિપૂર્ણ અક્ષય જળવાળા સ્વયંભૂરમણ સમુદ્ર સાથે બહુશ્રુતના અક્ષય જ્ઞાનની તુલના. બહુશ્રુત મુનિઓનું મોક્ષ-ગમન. શ્રુતના આશ્રયનો ઉપદેશ.
બારમું અધ્યયન : હરિકેશીય (જાતિની અતાત્ત્વિકતાનો સંબોધ)
પૃ. ૩૧૯-૩૪૨ શ્લોક ૧,૨ હરિકેશબલ મુનિનો પરિચય.
મુનિનું ભિક્ષા માટે યજ્ઞ-મંડપમાં ગમન. મલિન મુનિને જોઈને બ્રાહ્મણોનું હસવું અને મુનિના વેશ અને શરીર વિશે પરસ્પર વ્યંગાત્મક સંલાપ. મુનિને અપમાનજનક શબ્દો વડે પાછા ચાલ્યા જવાની પ્રેરણા. યક્ષનો મુનિના શરીરમાં પ્રવેશ.. યક્ષ દ્વારા મુનિનો પરિચય અને આગમનનું ઉદ્દેશ્ય-કથન.
સોમદેવ બ્રાહ્મણ દ્વારા ભોજન ન દેવાનો ઉત્તર, ૧૨-૧૭ યક્ષ અને સોમદેવ વચ્ચે દાનના અધિકારી વિશે ચર્ચા.
સોમદેવ દ્વારા મુનિને મારી-ઝૂરીને બહાર કાઢવાનો આદેશ.
કુમારો દ્વારા મુનિ પર પ્રહાર. ૨૦-૨૩ ભદ્રા દ્વારા કુમારોને સમજાવવાનો પ્રયત્ન, ઋષિનો વાસ્તવિક પરિચય અને અવહેલનાથી થનાર
અનિષ્ટ તરફ સંકેત.
યક્ષ દ્વારા કુમારોને ભૂમિ પર પાડવાં. ૨૫ યક્ષ દ્વારા કુમારો પર ભયંકર પ્રહાર. ભદ્રાનું પુનઃ કુમારોને સમજાવવું. ૨૬-૨૮ ભિક્ષનું અપમાન કરવાથી થનાર અનિષ્ટ પરિણામો તરફ સંકેત..
૯, ૧૦ ૧૧
૧૮
૧૮
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org