________________
ચિત્ર-સંભૂતીય
નાટ્યની અવસ્થાનુકૃતિ ચાર પ્રકારનાં સાધનો વડે થાય છે— (૧) આંગિક—હાથ-પગનું સંચાલન. આની અંતર્ગત મુદ્રાઓ આવે. (૨) વાચિક—સ્વર, વાણી તથા ભાવનું અનુકરણ.
(૩) આહાર્ય—વેશભૂષાનું અનુકરણ.
(૪) સાત્ત્વિક—સાત્ત્વિક ભાવોનું અનુકરણ.
સાત્ત્વિક ભાવો આઠ છે—–
(૧) સ્તંભ—અંગ-સંચાલન શક્તિનો લોપ થવો.
(૫) વૈવર્જ્ય—રંગ બદલાઈ જવો.
(૨) પ્રલય—સંજ્ઞાનો લોપ થવો.
(૬) વેપશુ–કંપારી છૂટવી.
(૩) રોમાંચવાડાં ઊભા થવાં.
(૭) અશ્રુ—આંસુ વહાવવાં.
(૪) સ્વેદ–પરસેવો વળી જવો.
(૮) વૈશ્વર્ય—સ્વર વિકૃત થવો.
નૃત્ય—ભાવ-મૂલક અવસ્થાનુકૃતિને ‘નૃત્ય’ કહે છે. ભાવ મનના વિકારને કહે છે. ભાવ બે પ્રકારના હોય છે—સ્થાયી ભાવ અને સંચારી ભાવ. સ્થાયી ભાવ હૃદય પર લાંબા સમય સુધી અંકિત રહે છે. સંચારી ભાવ તરંગોની માફક થોડા સમય સુધી જ ટકે છે. તેમની સંખ્યા તેત્રીસ કહેવામાં આવી છે.
૩૫૯
અધ્યયન ૧૩ : શ્લોક ૧૬ ટિ ૧૧
નૃત્ત—લય તથા તાલ-મૂલક અવસ્થાનુકૃતિને ‘નૃત્ત’ કહે છે. નૃત્ય અને નૃત્ત મૂક હોય છે. એમનામાં વાચિક સાધનનો પ્રયોગ હોતો નથી. મૂક નૃત્યની ભાષા અનુભાવ (સાત્ત્વિક-ભાવ) અને મુદ્રાઓ છે. નૃત્ય દ્વારા ભાવ-પ્રદર્શન થાય છે અને નૃત્ત દ્વારા લય અને તાલ-પ્રદર્શન થાય છે.
૧૧. (શ્લોક ૧૬)
પ્રસ્તુત શ્લોકમાં જે ચાર વાતોનું કથન કરવામાં આવ્યું છે તે સાપેક્ષ વકતવ્ય છે. આ વિરાગ અથવા પરમાર્થની ભૂમિકાનો દૃષ્ટિકોણ છે.
(१) सव्वं विलवियं गीयं
‘વિવિયં’નો અર્થ છે—વિલાપ. વૃત્તિકા૨ે વિલાપના બે હેતુઓ માન્યા છે—–નિરર્થકતા અને રુદનમૂલકતા. ગીત વિલાપ એટલા માટે છે કે તે મત્ત બાળકોની માફક નિરર્થક હોય છે. તે વિલાપ એટલા માટે છે કે તે વિધવા અથવા પરદેશ ગયેલા પતિની પત્નીના રુદનમાંથી પેદા થાય છે, એટલા માટે તે રુદનધર્મા છે.
નોકર પોતાના કોપાયમાન સ્વામીને પ્રસન્ન કરવા માટે જે-જે વચન બોલે છે, પોતાની જાતને દાસની માફક હાજર કરીને, પ્રણામ કરીને જે કંઈ યાચના કરે છે, તે બધો વિલાપ જ છે. પ્રોષિતભર્તૃકા સ્ત્રી અને નોકર જે ક્રિયાઓ કરે છે, તે બધી ગીત કહેવાય છે. શું તે વિલાપ નથી ? રોગથી અભિભૂત અથવા ઇષ્ટના વિયોગથી દુઃખી વ્યક્તિ શુંવિલાપ નથી કરતી ? એ જ રીતે જે ગીત વગેરે ગાય છે, તેઓ રાગની વેદનાથી અભિભૂત થઈને ગાય છે. આ પણ વિલાપ જ છે.
(૨) મળ્યું નટ્ટે વિડંત્રિયં—
Jain Education International
ચૂર્ણિકા૨ે વિડંબનાની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે—જે સ્ત્રી કે પુરુષ યક્ષાવિષ્ટ છે, શત્રુ પક્ષ દ્વારા અવરુદ્ધ છે અથવા મદ્ય પીને ઉન્મત્ત બની ગયેલ છે, તે શરીર અને વાણી વડે જે ચેષ્ટાઓ કરે છે તે બધી વિડંબના છે. એ જ રીતે જે સ્ત્રી કે પુરુષ પોતાના
૧. ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૨૬૬, ૨૨૭।
For Private & Personal Use Only
www.jainelibrary.org