SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૩૫૮ અધ્યયન ૧૩: શ્લોક ૧૩-૧૪ટિ ૮-૧૦ ચરણમહાવ્રત, શ્રમણધર્મ વગેરે મૂળ ગુણ અથવા સર્વચારિત્ર કે દેશચારિત્ર. ગુણ—ઉત્તરગુણ અથવા દર્શન અને જ્ઞાન. અનયંતે–આ ક્રિયાપદ છે. બૃહદ્રવૃત્તિકારે ‘ગઝયંત’ (અર્નતિ) અથવા તે” (યતને)–આ બંનેની વ્યાખ્યા કરી છે. ‘બર્નયતિ' અર્થાતુ પઠન, શ્રવણ અને અનુષ્ઠાન દ્વારા પ્રાપ્ત કરે છે. “વતન્ત’ને ક્રિયાપદ માનવાથી ત્રીજા ચરણનો અનુવાદ થશે—જેને સાંભળીને ચારિત્રગુણયુક્ત ભિક્ષુ જિન-પ્રવચનમાં યત્ન કરે છે.? ૮. પ્રાસાદ (વસT) પ્રસ્તુત શ્લોકમાં મૂળમાં ચાર પ્રકારના પ્રાસાદો(મહેલો)નો ઉલ્લેખ છે–ઉોદય, મધુ, કર્ક અને બ્રહ્મા, શ્લોકના પ્રથમ ચરણમાં પ્રયુક્ત “' દ્વારા ‘મધ્ય’ નામના પ્રાસાદનું ગ્રહણ અભિપ્રેત છે. ચૂર્ણિ અને વૃત્તિમાં આ પાંચેય પ્રાસાદનો નામોલ્લેખ છે, પણ તેમનાં સ્વરૂપની સમજૂતી નથી, આ પાંચેય ભવનો ઉપરાંત બીજાં ભવન ચક્રવર્તીઓ જયાં ઈચ્છે તે જ સ્થાનમાં વર્ષકિ રત્ન દ્વારા તૈયાર થઈ જાય છે. હરમન જેકોબીએ ‘૩ન્વીપ' શબ્દને તોડીને ‘ઉચ્ચ” અને “ઉદય' નામના પ્રાસાદો માનીને પાંચની સંખ્યા પૂરી કરી છે. તેમણે “મધ્ય' નામે પ્રાસાદ માન્યો નથી. ૯. ચિત્ર!...પ્રચુર ધનથી પૂર્ણ (ચિત્ત ! થ પૂર્વ) વૃત્તિકારે ‘વિત્તધનુષ્પમૂર્વ એવું પદ માનીને તેનું સંસ્કૃત રૂપ ‘અમૂર્તાવવધ આપ્યું છે. તેમણે ‘વિત્ર'ના બે અર્થ કર્યા છેઆશ્ચર્યકારક અને અનેક પ્રકારનું. વાસ્તવિક રીતે અહીં ‘ત્તિ' (સં. ચિત્ર) શબ્દ સંબોધન છે અને ધruપૂર્વ ગૃહનું વિશેષણ છે. જેકોબીએ પણ આમ જ માનીને પોતાના મતના સમર્થનમાં લ્યુમેનનું સાક્ષ્ય આપ્યું છે." ૧૦. નાટ્ય (હિ) શાન્તાચાર્ય “નની વ્યાખ્યા ‘નાટ્ય’ અને ‘નૃત્ય” આ બંને રૂપોમાં કરી છે. જેમાં બત્રીસ પાત્રો હોય તે “નાટ્ય’ અને જેમાં અંગહાર (અંગવિક્ષેપ)ની પ્રધાનતા હોય તે “નૃત્ય' કહેવાય છે.” ભારતીય નૃત્યના ત્રણ વિભાગો છે—નાટ્ય, નૃત્ય અને નૃત્ત. નાટ્ય-કોઈ એક રસમૂલક અવસ્થાના અનુકરણને નાટ્ય કહે છે. નાટ્યના આઠ રસ હોય છે–વૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત. નવમો શાંત રસ નાટ્યમાં નગણ્ય છે. રસનો આધાર છે ભાવ, ભાવનાં ઉદ્દીપ્ત થવા પર રસની સૃષ્ટિ સર્જાય છે. १. बृहद्वृत्ति, पत्र ३८५ : अज्जयंते त्ति अर्जयन्ति पठनश्रवण तदर्थानुष्ठानादिभिरावर्जयन्ति । यद्वा जं भिक्खुणो' इत्यत्र श्रुत्वेति शेषः, ततो यां श्रुत्वा ‘जयंत' त्ति इह-अस्मिन् जिनप्रवचने 'यतन्ते' यत्नवन्तो भवन्ति । ૨. ઉત્તરાધ્યયન યૂઝ, પૃ. ૨૨૬ / ૩. સૂત્રીન, પૃ. ૧૮ ४. बृहद्वृत्ति, पत्र ३८६ : चित्तधणप्पभूयं ति तत्र प्रभूत-बहु चित्रम्-आश्चर्यमनेकप्रकारं वा धनमस्मिन्निति प्रभूतचित्र धनं, सूत्रे तु प्रभूतशब्दस्य परनिपातः । ૫. નૈન સૂત્રીન, 5. ૫૮, કુદરે. ૧૫ ૬. વૃત્તિ , પત્ર રૂ૮૬ : 'દૃિ તિ જ્ઞાત્રિશત્પાત્રોપર્નાક્ષર્તિ र्नाट्यैर्नृत्यैर्वा-विविधाङ्गहारादिस्वरूपैः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy