________________
ઉત્તરયણાણિ
અધ્યયન ૧૩ : આમુખ
કુમાર જાગ્યો અને દિગ્મૂઢ બની વરધનુ પાસે આવી બોલ્યો—“આ શું થયું ? હવે શું કરીશું ?’ વરધનુએ કહ્યું–‘જેની સાથે આપનું પાણિગ્રહણ થયું છે, તે રાજકન્યા નથી. તેને બચાવવા રોકાવું ઉચિત નથી. ચાલો આપણે ભાગીએ.’ તેણે કુમાર બ્રહ્મદત્તને એક સાંકેતિક સ્થાન પર લાત મારવા કહ્યું. કુમારે લાત મારી. સુરંગનું દ્વાર ઊઘડી ગયું. તેઓ તેમાં ઘૂસ્યા. મંત્રીએ પહેલેથી જ પોતાના બે વિશ્વાસુ માણસોને સુરંગના દ્વાર પર નિયુક્ત કરી રાખ્યા હતા. તેઓ ઘોડા પર ચડીને ઊભા હતા. જેવા કુમાર બ્રહ્મદત્ત અને વરધનુ સુરંગમાંથી બહાર નીકળ્યા તેવા જ તેમને ઘોડા પર ચડાવી દીધા. તેઓ બંને ત્યાંથી ચાલ્યા. પચાસ યોજન દૂર જઈ અટક્યા. લાંબી યાત્રાને કારણે ઘોડા થાકીને પડી ગયા. હવે બંને ત્યાંથી પગે ચાલતા આગળ વધ્યા. તેઓ
ચાલતાં-ચાલતાં વારાણસી પહોંચ્યા.
૩૪૮
રાજા કટકે જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તે અત્યંત પ્રસન્ન થયો અને પૂરેપૂરા સન્માન સાથે તેણે કુમાર બ્રહ્મદત્તને નગરમાં પ્રવેશ કરાવ્યો. પોતાની પુત્રી કટકાવતી સાથે તેનો વિવાહ કર્યો. રાજા કટકે દૂત મોકલી સેના સહિત પુષ્પચૂલને બોલાવી લીધો. મંત્રી ધનુ અને રાજા કણેરદત્ત પણ ત્યાં આવી પહોંચ્યા. બીજા પણ અનેક રાજાઓ આવી મળ્યા. તે બધાએ વરધનુને સેનાપતિપદે નિયુક્ત કરી કાંપિલ્યપુર પર ચડાઈ કરી. ધમસાણ યુદ્ધ થયું. રાજા દીર્ઘ માર્યો ગયો. ‘ચક્રવર્તીનો વિજય થયો’—આવો ઘોષ ચારે બાજુ પ્રસરી ગયો. દેવોએ આકાશમાંથી ફૂલો વરસાવ્યાં. ‘બારમો ચક્રવર્તી ઉત્પન્ન થયો છે’—આવો નાદ થઈ રહ્યો. સામંતોએ કુમાર બ્રહ્મદત્તનો ચક્રવર્તીપદે અભિષેક કર્યો.
રાજ્યનું પરિપાલન કરતાં-કરતાં બ્રહ્મદત્ત સુખપૂર્વક રહેવા લાગ્યો. એકવાર એક નટ આવ્યો. તેણે રાજાને પ્રાર્થના કરી– ‘હું આજે મધુકરી ગીત નામે નાચવિધિનું પ્રદર્શન કરવા માગું છું.' ચક્રવર્તીએ સ્વીકૃતિ આપી. અપરાŔકાળે નાટક થવા લાગ્યું. તે વેળાએ એક દાસીએ ફૂલ-માળાઓ લાવી રાજાની સામે રાખી. રાજાએ ફૂલ-માળાઓ જોઈ અને મધુકરી ગીત સાંભળ્યું. ત્યારે ચક્રવર્તીના મનમાં એક વિચાર ઉત્પન્ન થયો—‘આવું નાટક તેણે પહેલાં પણ ક્યાંક જોયું છે.' તે આવા ચિંતનમાં લીન થયો અને તેને પૂર્વ-જન્મની સ્મૃતિ થઈ આવી. તેણે જાણી લીધું કે આવું નાટક પોતે સૌધર્મ દેવલોકના પદ્મગુલ નામના વિમાનમાં જોયું હતું.
તેની સ્મૃતિમાત્રથી તે મૂચ્છિત થઈ જમીન પર ઢળી પડ્યો. પાસે બેઠેલા સામંતો ઊભા થઈ ગયા, ચંદનનો લેપ કર્યો. રાજાની ચેતના પાછી ફરી. સમ્રાટ આશ્વસ્ત થયો. પૂર્વજન્મના ભાઈની યાદ તેને સતાવવા લાગી. તેની શોધખોળ કરવા માટે તેણે એક રસ્તો શોધી કાઢ્યો. રહસ્ય છુપાવતાં સમ્રાટે મહામાત્ય વરધનુને કહ્યું–‘સ્વ વાતો મૃગી હંસો, માતંગાવમરી તથા -આ શ્લોકાર્ધનો બધી જગ્યાએ પ્રચાર કરો અને એવી ઘોષણા કરો કે આ શ્લોકની પૂર્તિ કરનારને સમ્રાટ પોતાનું અડધું રાજ્ય આપી દેશે. પ્રતિદિન આવી ઘોષણા થવા લાગી. આ અર્ધશ્લોક દૂર-દૂર સુધી પ્રસરી ગયો અને વ્યક્તિ-વ્યક્તિને કંઠસ્થ થઈ ગયો.
આ બાજુ ચિત્રનો જીવ દેવલોકમાંથી સ્મુત થઈને પુરીમતાલ નગરમાં એક ઈભ્ય શેઠને ત્યાં જન્મ્યો. યુવાન થયો. એક દિવસ પૂર્વજન્મની સ્મૃતિ થઈ અને તે મુનિ બની ગયો. એકવાર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં-કરતાં તે કાંપિલ્યપુરમાં જ આવી પહોંચ્યો અને મનોરમ નામના ઉદ્યાનમાં ઊતર્યો. એક દિવસ તે કાયોત્સર્ગ કરી રહ્યો હતો. તે જ સમયે ત્યાં રહેટ ચલાવનાર એક માણસ બોલી ઊઠ્યો
“આવ વાસો મૂળો ટૂંકો, માતંગાવમી તથા ’ મુનિએ આ સાંભળ્યું અને તેની પાછળના બે ચરણ પૂરાં કરતાં કહ્યું–
“પપ્પા નૌ ષષ્ઠિા જ્ઞાતિઃ, અન્યોન્યામ્યાં વિદ્યુત્ત્તવો: ૫'
રહેંટ ચલાવનાર તે વ્યક્તિએ તે બંને ચરણો એક પત્રમાં લખ્યા અને અડધું રાજ્ય મેળવવાની હોંશમાં તે દોડતો-દોડતો રાજદરબારમાં પહોંચી ગયો. સમ્રાટની પરવાનગી મેળવી તે રાજ્યસભામાં ગયો અને એકી શ્વાસે આખો શ્લોક સમ્રાટને સંભળાવી દીધો. તે સાંભળતાં જ સમ્રાટ સ્નેહવશ મૂચ્છિત બની ગયો. આખી સભા ક્ષુબ્ધ બની ગઈ. સભાસદો કોપાયમાન થયા અને તેને મારવા લાગ્યા. તેમણે કહ્યું–‘તેં સમ્રાટને બેભાન કરી દીધા. કેવી આ તારી બ્લોકપૂર્તિ ?' માર પડ્યો એટલે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org