________________
ચિત્ર-સંભૂતીય
३४७
અધ્યયન ૧૩: આમુખ
કરવાનો વિચાર કર્યો. મુનિ ચિત્ર જ્ઞાનશક્તિથી આ જાણી લીધું અને નિદાન ન કરવાની શીખામણ આપી, પણ બધું વ્યર્થ. મુનિ સંભૂતે નિદાન કર્યું–‘જો મારી તપસ્યાનું ફળ હોય તો હું ચક્રવર્તી બનું.'
બંને મુનિઓનું અનશન ચાલુ હતું. તેઓ મરીને સૌધર્મદેવલોકમાં દેવો બન્યા. ત્યાંનું આયુષ્ય પૂરું કરી ચિત્રનો જીવ પુરિમતાલ નગરમાં એક ઈભ્ય શેઠનો પુત્ર બન્યો અને સંભૂતનો જીવ કાંડિત્યપુરમાં બ્રહ્મરાજાની રાણી ચુલનીના ગર્ભમાં આવ્યો. રાણીએ ચૌદ મહાસ્વપ્રો જોયાં, બાળકનો જન્મ થયો. તેનું નામ બ્રહ્મદત્ત રાખવામાં આવ્યું.
રાજા બ્રહ્મના ચાર મિત્રો હતા—(૧) કાશી દેશનો અધિપતિ કટક (૨) ગજપુરનો રાજા કણેરદત્ત (૩) કૌશલ દેશનો રાજા દીર્ઘ અને (૪) ચંપાનો અધિપતિ પુષ્પચૂલ. રાજા બ્રહ્મનો તેઓની સાથે અગાધ પ્રેમ હતો. તેઓ બધા એક-એક વર્ષ એકબીજાના રાજયમાં રહેતા. એકવાર તેઓ બધા રાજા બ્રહ્મના રાજયમાં સંગાથે રહેતા હતા, તે દિવસોની વાત છે. એક દિવસ રાજા બ્રહ્મને અસહ્ય શિરોવેદના ઉત્પન્ન થઈ. સ્થિતિ ચિંતાજનક બની ગઈ. રાજા બ્રહ્મ પોતાના પુત્ર બ્રહ્મદત્તને ચારેય મિત્રોને સોંપતાં કહ્યું–‘આનું રાજય તમારે ચલાવવાનું છે.' મિત્રોએ તે વાતનો સ્વીકાર કર્યો.
કેટલાક સમય પછી રાજા બ્રહ્મનું મૃત્યુ થયું. મિત્રોએ તેનું અંત્યેષ્ટિ-કર્મ કર્યું. તે સમયે કુમાર બ્રહ્મદત્ત બાલ્યાવસ્થામાં હતો. ચારેય મિત્રોએ વિચારવિમર્શ કરી કૌશલ દેશના રાજા દીર્ધન રાજયનો બધો ભાર સોંપ્યો અને પછી બધા પોતપોતાના રાજયમાં ચાલ્યા ગયા. રાજા દીર્ઘ રાજયની વ્યવસ્થા કરવા લાગ્યો. સર્વત્ર તેનો પ્રવેશ થવા લાગ્યો. રાણી ચલની સાથે તેનું પ્રેમ-બંધન ગાઢ થતું ગયું. બંને નિ:સંકોચ વિષયવાસનાનું સેવન કરવા લાગ્યાં.
રાણીના આ દુરાચરણને જાણીને રાજા બ્રહ્મનો વિશ્વાસુ મંત્રી ધનુ ચિંતાગ્રસ્ત બન્યો. તેણે વિચાર્યું જે વ્યક્તિ અધમ આચરણમાં ફસાયેલો છે તે કુમાર બ્રહ્મદત્તનું શું હિત સાધવાનો હતો ભલા ?'
તેણે રાણી ચુલની અને રાજા દીર્થના અવેધ સંબંધની વાત પોતાના પુત્ર વરધનુ દ્વારા કુમારના કાને પહોંચાડી. કુમારને આ વાત ખૂબ ખરાબ લાગી. તેણે એક ઉપાય વિચાર્યું. એક કાગડા અને એક કોકિલને પિંજરામાં બંધ કરી તે અંતઃપુરમાં લઈ ગયો અને રાણી ચુલનીને સંભળાવતાં કહ્યું–“જે કોઈ પણ અનુચિત સંબંધ રાખશે, તેને હું આ રીતે પાંજરામાં પૂરી દઈશ.” રાજા દીર્વે આ વાત સાંભળી. તેણે ચુલનીને કહ્યું– કુમાર આપણો સંબંધ જાણી ગયો છે. મને કાગડો અને તને કોયલ માની તેણે સંકેત કર્યો છે. હવે આપણે સાવધાન થઈ જવું જોઈએ. ચુલનીએ કહ્યું–‘તે હજી બાળક છે. જે કંઈ મનમાં આવે છે તેવું બોલી દે છે.” રાજા દીર્થે કહ્યું- નહિ, એવું નથી. તે આપણા પ્રેમમાં વિપ્ન નાખશે. તેને માર્યા વિના આપણો સંબંધ નભી શકે નહિ.” ચુલનીએ કહ્યું–‘જો આપ કહો છો તે ઠીક છે, પરંતુ તેને મારવો કેવી રીતે? લોકનિંદાથી પણ આપણે ડરવું જોઈએ.” રાજા દીર્થે કહ્યું-લોકાપવાદથી બચવા માટે આપણે પહેલાં તેનો વિવાહ કરી દઈએ, પછી ગમે તેમ કરી તેને મારી નાખીશું.” રાણીએ તેની વાત માની લીધી.
એક શુભ મુહૂર્ત કુમારનો વિવાહ સંપન્ન થયો. તેના શયન માટે રાજા દીર્થે એક હજાર થાંભલાવાળું એક લાક્ષાગૃહ બનાવડાવ્યું.
આ બાજુ મંત્રી ધનુએ રાજા દીર્થને વિનંતી કરી–“સ્વામી ! મારો પુત્ર વરધનું મંત્રીપદનો કાર્યભાર સંભાળવા માટે લાયક બની ગયો છે. હું હવે કાર્યમાંથી નિવૃત્ત થવા ઈચ્છું છું.” રાજાએ તેની વિનંતી સ્વીકારી લીધી અને કપટપૂર્વક કહ્યું – તું હવે ક્યાં જઈશ અને શું કરીશ? અહીં જ રહે અને દાન વગેરે ધર્મોનું પાલન કર.” મંત્રીએ રાજાની વાત માની લીધી. તેણે નગર બહાર ગંગા નદીના તટ પર એક વિશાળ પરબ બનાવી, ત્યાં તે મુસાફરો અને સાધુઓ માટે પ્રચુર અન્ન-પાનનું દાન દેવા લાગ્યો. દાન અને સન્માન વડે વશીભૂત થયેલા મુસાફરો અને સાધુઓ દ્વારા તેણે લાક્ષાગૃહથી પરબ સુધીની એક સુરંગ ખોદાવી. રાજા-રાણીને આ વાતની ખબર પડી નહિ.
રાણી ચુલનીએ કુમાર બ્રહ્મદત્તને પોતાની નવવધૂ સાથે તે લાક્ષાગૃહમાં મોકલ્યો. બંને ત્યાં ગયાં. રાણીએ બાકી બધા જ્ઞાતિજનોને પોતપોતાને ઘરે રવાના કરી દીધા. મંત્રીનો પુત્ર વરધનુ ત્યાં જ રહ્યો. રાત્રિના બે પ્રહર વીત્યા. કુમાર બ્રહ્મદત્ત ગાઢ નિદ્રામાં લીન હતો. વરધનુ જાગી રહ્યો હતો. અચાનક લાક્ષાગૃહ એક જ ક્ષણમાં સળગી ઊઠ્યું. હાહાકાર મચી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org