________________
ચિત્ર-સંભૂતીય
૩૪૯
અધ્યયન ૧૩ઃ આમુખ
બોલ્યો-“મને મારો નહિ. શ્લોકની પૂર્તિ મેં નથી કરી.” “તો કોણે કરી છે?’–સભાસદોએ પૂછ્યું. તે બોલ્યો-“મારા રોંટની પાસે ઊભેલા એક મુનિએ આ પૂર્તિ કરી છે. અનુકૂળ ઉપચાર થતાં જ સમ્રાટ સચેતન થયો. બધી વાતની જાણકારી મેળવી તે મુનિના દર્શન માટે સપરિવાર ચાલી નીકળ્યો. જંગલમાં ગયો. મુનિને જોયા. વંદના કરી વિનયપૂર્વક તેમની પાસે બેસી ગયો. છૂટા પડેલા યોગો ફરી જોડાઈ ગયા. હવે તે બંને ભાઈઓ સુખ-દુઃખનાં ફળવિપાકની ચર્ચા કરવા લાગ્યા. આ જ ચર્ચા આ અધ્યયનમાં પ્રતિપાદિત છે. બૌદ્ધ ગ્રંથોમાં પણ આ કથાનો પ્રકારોતરે ઉલ્લેખ મળે છે.
૧. કથાવિસ્તાર માટે જુઓ–સુખબોધા, પત્ર ૧૮૫-૧૯૭. ૨. ચિત્ર-સંભૂત જાતક સંખ્યા ૪૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org