________________
ઉત્તરજ્જીયણાણિ
૨૭૪
૪૪. (અમુવ....સંપ્પા વિત્તિ)
શાન્ત્યાચાર્યે ‘અશ્રુવ’નું સંસ્કૃત રૂપ ‘અદ્ભુતન્’ કરી તેને ભોગોનું વિશેષણ માન્યું છે. તેનો અર્થ છે—આશ્ચર્યકારી ભોગોને. વિકલ્પે તેમણે તેનું સંસ્કૃત રૂપ ‘અમ્યુયે’-અભ્યુદયકાળમાં–માન્યું છે. પ્રસ્તુત પ્રસંગમાં આ જ ઉપયુક્ત વ્યાખ્યા
છે.
સંકલ્પનો અર્થ છે—ઉત્તરોત્તર ભોગપ્રાપ્તિની તીવ્ર અભિલાષા. તેનો ક્યાંય અંત આવતો નથી. જેમ-જેમ ભોગોની પ્રાપ્તિ થતી રહે છે, તેમ-તેમ અભિલાષા આગળ વધતી રહે છે. કહ્યું પણ છે—
'अमीषां स्थूलसूक्ष्माणामिन्द्रियार्थविधायिनाम् । शक्रादयोऽपि नो तृप्तिं विषयाणामुपागताः ॥
અધ્યયન-૯ : શ્લોક ૫૧, ૫૩ ટિ ૪૪-૪૫
આવા સંકલ્પ-વિકલ્પોને વશ થઈ મનુષ્ય નિરંતર દુઃખી થતો રહે છે.
ચૂર્ણિકારે અહીં અસત્ સંકલ્પનું ગ્રહણ કર્યું છે. સંકલ્પ-વિકલ્પની જટીલતાથી થનારી હાનિને સૂચિત કરનારી આ કથા
છે
શ્રેષ્ઠીપુત્ર જંબૂકુમાર પ્રવ્રુજિત બનવા માટે ઉત્સુક છે. તે સમયે તેની નવોઢા પત્નીઓ તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે. સમુદ્રશ્રી નામની પત્નીએ ઝંબૂને કહ્યું——‘પ્રિય ! તમે પણ પેલા ભોળા ખેડૂત જેવા છો જેણે શેરડીના લોભમાં પોતાના ખેતરમાં પૈદા થયેલ મઠ અને બાજરાના પાકને ઊખાડી નાખ્યો હતો. પાણીના અભાવે શેરડી થઈ નહિ. આમ તે બંને પાકથી હાથ ધોઈ
બેઠો. તેવી જ રીતે તમે પણ મુક્તિ-સુખના લોભમાં આ ઐહિક સુખ છોડી રહ્યા છો.
મરુપ્રદેશમાં ‘સુવરી’ નામે એક ગામ હતું. ત્યાં બગ નામનો એક ખેડૂત રહેતો હતો. એકવાર તે પોતાના ખેતરમાં મઠ, બાજરી વાવીને સાસરે ગયો. ત્યાં શેરડી બહુ થતી હતી. સાસરાપક્ષના માણસોએ જમાઈના સ્વાગત માટે શેરડીના રસના માલપુવા બનાવ્યા. તેને તે બહુ સ્વાદિષ્ટ લાગ્યા. ભોજન પછી તેણે પોતાના સસરાને શેરડી વાવવાની વિધિ પૂછી. તેમણે શેરડી વાવવાથી લઈ માલપુવા બનાવવા સુધીની બધી પ્રક્રિયા તેને સમજાવી. સાસરેથી પાછા ફરતી વખતે તે વાવવા માટે શેરડીના ટુકડા પણ લઈ આવ્યો. તે પોતાને ગામ પહોંચ્યો. મઠ-બાજરાનો પાક સારો આવ્યો હતો. તેણે મઠ-બાજરાને ઊખેડીને ફેંકી દીધા. ખેતર સાફ કરી તેમાં શેરડી વાવી દીધી. મરુપ્રદેશમાં પાણી ક્યાંથી ? વગર પાણીએ શેરડીનો પાક થાય નહિ. શેરડી વાવવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો. તે ખેતરમાંથી તેને ન મઠ-બાજરાનો પાક મળ્યો કે ન તો શેરડી મળી. તે બંને ખોઈ બેઠો. તે ન અહીંનો રહ્યો ન ત્યાંનો-નો જ્ઞાત્ નો પારા.
૧. વૃત્તવૃત્તિ, પત્ર રૂ૧૭ : ‘અભ્રુવપ્’fત્ત અદ્ભુતાન્ આશ્ચયંપાન્ ...... અથવા ‘અમુર્ત્' ત્તિ અપ્પુણ્યે, ત્તતા यदभ्युदये ऽपि भोगास्त्वं जहासि तदाश्चर्यं वर्तते ।
૪૫. કામભોગની ઇચ્છા કરનાર (વાને પત્થમાળા)
મિ રાજર્ષિએ કહ્યું-‘ઇન્દ્ર ! કામ-ભોગની ઇચ્છા કરનાર તેનું સેવન ન કરવા છતાં પણ દુર્ગતિમાં જાય છે. તો ભલા અસત્ ભોગોની ઇચ્છાની જે તે મારા પ્રત્યે સંભાવના કરી છે, તે સર્વથા અસંગત છે. કેમકે મુમુક્ષુ વ્યક્તિ કશાની આકાંક્ષા કરતો નથી. કહ્યું પણ છે કે—‘મોક્ષે મવે ચ સર્વત્ર નિ:સ્પૃહો મુનિસત્તમ:’–મુનિ મોક્ષ અને સંસાર પ્રતિ સર્વથા નિસ્પૃહ હોય છે. એટલા માટે હે ઇન્દ્ર ‘તારું કથન સાર્થક નથી.’
Jain Education International
૨.
૩.
એજન, પત્ર ૩૧૭ |
ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૮૯ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org