________________
નમિ-પ્રવ્રજ્યા
૨૭૫
અધ્યયન-૯: શ્લોક ૫૪, ૬૦-૬૧ ટિ ૪૬-૪૯
૪૬. (શ્લોક ૫૩)
પ્રસ્તુત શ્લોકમાં કામને શલ્ય, વિષ અને આશીવિષ સર્પ સમાન કહેવામાં આવેલ છે. કામની પીડા નિરંતર બની રહે છે, એટલા માટે તે શલ્ય (અન્તર્વા) છે. તેમાં મારકશક્તિ છે, એટલા માટે તે વિષ છે. આશીવિષ સર્પ તે હોય છે જેમની દાઢમાં ઝેર હોય છે. તે મણિધારી સર્પો હોય છે. તેમની દીપ્ત મણિથી વિભૂષિત ફેણ માણસોને સુંદર લાગે છે. લોક તે ફેણનો સ્પર્શ કરવાની ઇચ્છા રોકી શકતા નથી. જેવા તે તે સર્પોને સ્પર્શે છે, તત્કાળ તેમના દ્વારા ડસાતાં મૃત્યુ પામે છે. એ જ રીતે કામ પણ લોભામણા હોય છે અને પ્રાણીઓ પણ તેમનો સહજ શિકાર બની જાય છે.'
ગીતામાં કહ્યું છે-જે વ્યક્તિ ઇન્દ્રિય-વિષયોનું નિરંતર ચિંતન કરતી રહે છે, તેના મનમાં આસક્તિ પેદા થાય છે. આસક્તિથી કામવાસના વધે છે. તેનાથી ક્રોધ, ક્રોધથી સંમોહ, સંમોહથી સ્મૃતિ-વિભ્રમ અને સ્મૃતિ-વિભ્રમથી બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિ નષ્ટ થવાથી તે વ્યક્તિનો પણ નાશ થાય છે.
૪૭. (શ્લોક ૫૪)
પ્રસ્તુત શ્લોકમાં ક્રોધ, માન, માયા અને લોભના પરિણામોનું પ્રતિપાદન છે. જે વ્યક્તિ કામનાઓને વશ થાય છે, પ્રાપ્ત ભોગોમાં આસક્ત બને છે અને અપ્રાપ્ય ભોગોની સતત ઇચ્છા કર્યા કરે છે, તેનામાં આ ચારે કષાયો અવશ્ય હોય છે. ભોગોની ઇચ્છા સાથે તેમનું હોવું અનિવાર્ય છે. તે ચારે અધોગતિના હેતુ છે.
અહીં ક્રોધથી નરકગતિ, માનથી અધમગતિ, માયાથી સુગતિનો વિનાશ અર્થાતુ દુર્ગતિની પ્રાપ્તિ અને લોભથી ઐહિક તથા પારલૌકિક દુઃખની પ્રાપ્તિનો ઉલ્લેખ છે. અનુસંધાન માટે જુઓ–૨૮૪.
સ્થાનાંગ (જાદ૨૯)માં માયાને તિર્યંચ-યોનિનું કારણ માન્યું છે.
આયુર્વેદમાં હૃદયદૌર્બલ્ય, અરુચિ, અગ્નિમાંદ્ય વગેરેનું મૂળ કારણ લોભ મનાયું છે. તે વ્યવહારસંગત પણ છે કેમ કે લોભી વ્યક્તિ સદા ભયભીત રહે છે, સત્ય કહેવા તથા સ્વીકારવામાં તેનું હૃદય નિર્બળ બની જાય છે. નિરંતર અર્થોપાર્જનની વાત વિચારતા રહેવાથી તેનામાં અરુચિ અને અગ્નિમંદતાનું હોવું સ્વાભાવિક છે.
૪૮. મુકુટને ધારણ કરનાર (તિરીet)
જેના ત્રણ શિખર હોય તેને ‘મુકુટ અને જેના ચોરાશી શિખર હોય તેને ‘વિરીટ કહેવામાં આવે છે. જેના મસ્તક ઉપર કિરીટ હોય તે કિરીટીકહેવાય છે. સામાન્ય રીતે મુકુટ અને કિરીટ પર્યાયવાચી માનવામાં આવે છે.
૪૯. (નપ ન મMાઇi)
વૃત્તિકારે આના બે અર્થ કર્યા છે –
૧. રાજર્ષિ નમિએ પોતાના ઉચૅરિત આત્માને સ્વતત્ત્વભાવનાથી પ્રગુણિત કર્યો, પરંતુ ઇન્દ્રની સ્તુતિ સાંભળીને ગર્વિત બન્યા નહિ.
૨. ઇન્દ્રની સ્તુતિ સાંભળી નમિએ પોતાની જાતને સંયમ તરફ અધિક સંલગ્ન કરી દીધી.
૧. વૃત્તિ , પત્ર ૩૨૮ ૨. તા, ૨ દ૨, ૬૩. 3. सूत्रकृताङ्ग चूर्णि, पृ. ३६० : तिहिं सिहरएहि मउडो चतुरसीहि
તિરડું ४. बृहद्वृत्ति, पत्र ३१९ : किरीटी च-मुकुटवान् । ૫. વૃત્તિ , પત્ર ૩૨૨-૨૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org