________________
નમિ-પ્રવજ્યા
૨૭૩
અધ્યયન-૯: શ્લોક ૪૬, ૪૯ ટિ ૪૦-૪૩
૪૦. સુ-આખ્યાત ધર્મ (સુવેશ્વયમસ)
સ્થાનાંગ (૩૫૦૭) અનુસાર સુ-ગીત, સુણાત અને સુ-તપસ્થિત ધર્મ સ્વાખ્યાત કહેવાય છે. આ ત્રણેનું પૌવપર્ય છે. જયારે ધર્મ સુ-અધિત હોય છે, ત્યારે તે સુ-ધ્યાત હોય છે. જયારે તે સુ-ધ્યાત હોય છે, ત્યારે તે સુ-તપસ્થિત હોય છે. આ ત્રણેની સંયુતિ જ સ્વાખ્યાત ધર્મ છે.
વૃત્તિકારનો મત આવો છે–ભગવાને સમસ્ત પાપપૂર્ણ પ્રવૃત્તિઓની વિરતિને “ધર્મ' કહ્યો છે, એટલા માટે તેમનો ધર્મ સુ-આખ્યાત છે. તેની સમગ્રતાપૂર્વક આરાધના કરનાર સ્વાખ્યાત-ધર્મ મુનિ બને છે." ૪૧. (શ્લોક ૪૪)
બ્રાહ્મણે કહ્યું-ધર્માર્થ પુરુષે ‘ઘોરનું અનુષ્ઠાન કરવું જોઈએ. સંન્યાસની અપેક્ષાએ ગૃહસ્થાશ્રમ ઘોર છે, એટલા માટે તેને છોડી સંન્યાસમાં જવું ઉચિત નથી.”
તેના ઉત્તરમાં રાજર્ષિએ કહ્યું–‘ઘોર હોવા માત્રથી કોઈ વસ્તુ શ્રેષ્ઠ બની જતી નથી. બાલ અર્થાત ગૃહસ્થાશ્રમમાં રહેનાર ઘોર તપ કરીને પણ સર્વસાવદની વિરતિ કરનારા મુનિની બરાબરી કરી શકે નહિ, તેના સોળમા ભાગને પણ સ્પર્શી શકે નહિ. ધર્માર્થી માટે ઘોર અનુbય નથી. તેને માટે અનુષ્ઠય છે સ્વાખ્યાત-ધર્મ, ભલે પછી ઘોર હો કે અઘોર. ગૃહસ્થાશ્રમ ઘોર હોવા છતાં પણ સ્વાખ્યાત-ધર્મ નથી, એટલા માટે તેને હું જે છોડી રહ્યો છું, તે અનુચિત નથી.'૩
૪૨. ચાંદી, સોનું (હિરા સુવા)
‘હિરણ્ય' શબ્દ ચાંદી અને સોનું–બંનેનો વાચક છે. ચૂર્ણિકારે હિરણ્યનો અર્થ “ચાંદી અને સુવર્ણનો અર્થ ‘સોનું' કર્યો છે. શાજ્યાચાર્યે હિરણ્યનો અર્થ ‘સોનું કર્યો છે. તેમના મત અનુસાર ‘સુવર્ણ હિરણ્યનું વિશેષણ છે. સુવર્ણ અર્થાત્ શ્રેષ્ઠ વર્ણવાળું " વૈકલ્પિક રૂપે હિરણ્યનો અર્થ “ઘડેલું સોનું અને સુવર્ણનો અર્થ “ઘડ્યા વિનાનું સોનું છે." સુખબોધા અને સર્વાર્થસિદ્ધિમાં આ જ અભિમત છે.
૪૩. પર્યાપ્ત નથી (નાન્ન)
મનું શબ્દના ત્રણ અર્થ છે–પર્યાપ્ત, વારણ અને ભૂષણ. પ્રસ્તુત પ્રસંગમાં ચૂર્ણિકારે અન્નનો અર્થ–પર્યાપ્ત અને વૃત્તિકારે સમર્થ અર્થ કર્યો છે.
૧. વૃત્તિ , પત્ર રદ્દ | २. बृहद्वृत्ति, पत्र ३१५ : यद्यद् घोरं तत्तद् धर्मार्थिनाऽनुष्ठेयं,
यथाऽनशनादि, तथा चायं गृहाश्रमः । 3. बृहद्वृत्ति, पत्र ३१६ : यदुक्तम्-'यद्यद् घोरं तत्तद्धर्मा
थिनाऽनुष्ठेयमनशनादिवदि ति, अत्र घोरत्वादित्यनैकान्तिको हेतुः, घोरस्यापि स्वाख्यातधर्मस्यैव धर्मार्थिनाऽनुष्ठेयत्वाद्, अन्यस्य त्वात्मविघातादिवत्, अन्यथात्वात्, प्रयोगश्चात्र-यत स्वाख्यातधर्मरूपं न भवति घोरमपिन तद्धर्मार्थिनाऽनुष्ठेयं, यथाऽऽत्मवधादिः, तथा च गृहाश्रमः,
तद्रूपत्वं चास्य सावद्यत्वाद्धिसावदित्यलं प्रसंगेन । ४. उत्तराध्ययन चूर्णि, पृ. १८५ : हिरण्यं-रजतं शोभनवर्ण
सुवर्णम्।
५. बृहवृत्ति, पत्र ३१६ : हिरण्यं स्वर्ण सुवर्ण शोभनवर्ण
विशिष्टवर्णिकमित्यर्थः । ૬. એજન, પત્ર ૩૨૬ : યા દિવં–તિસ્થffખતરનું
सुवर्णम्। ૭. (ક) સુaોઘા, પત્ર ૧૨
(ખ) સર્વાર્થષિદ્ધ, પત્ર ૨૨ ! ૮. (ક) ૩રાધ્યયન વૂળ, પૃ. ૨૮૬ : પHિવારUT
भूषणेषु, न अलं नालं पर्याप्तिक्षमानि स्युः । (ખ) વૃત્તિ , પત્રરૂ૨૭ ૩ નં–સાર્થમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org