SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ विशेष विवरण माटे दुखो - 433, पोसहं दुहओपक्खं । ३८. (सोड ४२ ) બ્રાહ્મણ પરંપરામાં સંન્યાસની અપેક્ષાએ ગૃહસ્થાશ્રમનું અધિક મહત્ત્વ રહ્યું છે. મહાભારતમાં બતાવવામાં આવ્યું છે કે જે શીલ અને સદાચારથી વિનીત છે, જેણે પોતાની ઇન્દ્રિયોને વશ કરી રાખી છે, જે સરળતાપૂર્વક વર્તાવ કરે છે અને સમસ્ત પ્રાણીઓનો હિતૈષી છે, જેને અતિથિ પ્રિય છે, જે ક્ષમાશીલ છે, જેણે ધર્મપૂર્વક ધનનું ઉપાર્જન કર્યું છે—એવા ગૃહસ્થ માટે અન્ય આશ્રમોની શું જરૂર ? જેવી રીતે બધા જીવો માતાનો સહારો લઈ જીવન ધારણ કરે છે, તેવી રીતે બધા આશ્રમો ગૃહસ્થાશ્રમનો આશ્રય લઈને જ જીવનયાપન કરે છે. મહર્ષિ મનુએ પણ ગૃહસ્થાશ્રમને ‘જ્યેષ્ઠાશ્રમ' કહ્યો છે. તેની જ્યેષ્ઠતા એટલા માટે છે કે બાકીના ત્રણે આશ્રમોને તે જ ટકાવે છે. આવી ગુરુતમ ઉત્તરદાયિત્વની માન્યતાને ધ્યાનમાં રાખીને સૂત્રકારે ગૃહસ્થજીવન માટે ‘પોરાશ્રમ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. ચૂર્ણિકારે આ ભાવનાને અભિવ્યક્ત કરતાં લખ્યું છે કે પ્રવ્રજ્યાનું પાલન કરવું સરળ છે, પરંતુ ગૃહસ્થાશ્રમ ચલાવવો બહુ મુશ્કેલ છે, કેમ કે બાકીના બધા આશ્રમવાળાઓ તેની પર જ આધાર રાખે છે. यूझिरे ४ 'तर्कयन्ति'नो प्रयोग यो छे, ते सहभ्यो ४ 'तर्कयन्ति गृहाश्रमम्' मे महाभारतना यरानी याह जपावे છે. આગમકાર પણ ગૃહસ્થને શ્રમણ-જીવનનો આશ્રયદાતા માને છે. છતાં પણ જૈન પરંપરામાં શ્રમણની અપેક્ષાએ ગૃહસ્થાશ્રમનું સ્થાન ઘણું નીચું છે. ‘હું ઘર છોડી ક્યારે શ્રમણ બનું ?’–આ ગૃહસ્થનો પહેલો મનોરથ છે. १. महाभारत, अनुशासनपर्व, अध्याय १४१ : शीलवृत्तविनीतस्य निगृहीतेन्द्रियस्य च ॥ आर्जवे वर्तमानस्य सर्वभूतहितैषिणः । प्रियातिथेश्च क्षान्तस्य धर्मार्जितधनस्य च ॥ गृहाश्रमपदस्थस्य किमन्यैः कृत्यमाश्रमैः । यथा मातरमाश्रित्य सर्वे जीवन्ति जन्तवः ॥ तथा गृहाश्रमं प्राप्य सर्वे जीवन्ति चाश्रमाः ॥ २. मनुस्मृति, ३।७७, ७८ : ૨૭૨ उ८. दुशनी अशी पर टडे भेटलो सोछो खाहार (कुसग्गेण तु भुंजए ) આના બે અર્થ થાય છે—જેટલું કુશ (દાભ)ની અણી પર ટકે એટલું ખાય છે—આ એક અર્થ છે. બીજો અર્થ છે—કુશની અણીથી જ ખાય છે, આંગળી વગેરેથી ઉપાડીને ખાતો નથી. પહેલાનો આશય એક વાર ખાવા સાથે છે અને બીજાનો ધણી વાર ખાવા સાથે. માત્રાની અલ્પતા બંનેમાં છે. यथा वायुं समाश्रित्य वर्तन्ते सर्वजन्तवः । तथा गृहस्थमाश्रित्य वर्तन्ते सर्व आश्रमाः ॥ यस्मात्त्रयोऽप्याश्रमिणो, ज्ञानेनान्नेन चान्वहम् । गृहस्थेनैव धार्यन्ते, तस्माज्ज्येष्ठाश्रमो गृही ॥ 3. बृहद्वृत्ति, पत्र ३१५ : 'घोर: ' अत्यन्तदुरनुचरः, स चासावाश्रमश्च आडिति स्वपरप्रयोजनाभिव्याप्त्या श्राम्यन्ति-खेदमनुभवन्त्यस्मिन्नितिकृत्वा घोराश्रमो - गार्हस्थ्यं तस्यैवाल्पसत्त्वैर्दुष्करत्वात् यत आहु:गृहाश्रमसमो धर्मो न भूतो न भविष्यति । पालयन्ति नराः शूराः, क्लीबाः पाखण्डमाश्रिताः ॥ ४. उत्तराध्ययन चूर्णि, पृ. १८४ : आश्रयन्ति तमित्याश्रयाः, अध्ययन-ए : सोड ४४ टि ३८-३८ Jain Education International का भावना ? सुखं हि प्रव्रज्या क्रियते, दुःखं गृहाश्रम इति, तं हि सर्वाश्रमास्तर्कयन्ति । ५. महाभारत, अनुशासनपर्व, अध्याय १४१ : राजानः सर्वपाषण्डाः सर्वे रंगोपजीविनः ॥ व्यालग्रहाश्च डम्भाश्च चोरा राजभटास्तथा । सविद्याः सर्वशीलज्ञाः सर्वे वै विचिकित्सकाः ॥ दूराध्वानं प्रपन्नाश्च क्षीणपथ्योदना नराः । एते चान्ये च बहवः तर्कयन्ति गृहाश्रमम् ॥ ६. ठाणं ५ । १९९२ : धम्मण्णं चरमाणस्स पंच णिस्साट्टाणा पं० तं० - छक्काया, गणे, राया गाहावती, सरीरं । ७. ४, ३।४९७ : कया णं अहं मुंडे भवित्ता अगारातो अणगारितं पव्वइस्सामि । ८. बृहद्वृत्ति, पत्र ३१६ : 'कुशाग्रेणैव' तृणविशेषप्रान्तेन भुंक्ते, एतदुक्तं भवति यावत् कुशाग्रे ऽवतिष्ठते तावदेवाभ्यवहरति नातोऽधिकम्, अथवा कुशाग्रेणेति जातावेकवचनं, तृतीया तु ओदनेनासौ भुंक्त इत्यादिवत् साधकतमत्वेनाभ्यवह्नियमा णत्वेऽपि विवक्षितत्वात् । ८. सुखबोधा, पत्र १५० : 'कुशाग्रेणैव' दर्भाग्रेणैव भुंक्ते न तु कराङ्गुल्यादिभिः । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy